ખાંભા-ચલાલા હાઇવેનું બે વખત ખાતમુહૂર્ત થયું, પહેલા ભાજપે અને પછી કોંગ્રેસે કર્યું

0
104
/news/SAU-AMR-OMC-LCL-two-time-khatmuhurt-of-khanbha-to-chalala-highway-gujarati-news-5964409-NOR.html
/news/SAU-AMR-OMC-LCL-two-time-khatmuhurt-of-khanbha-to-chalala-highway-gujarati-news-5964409-NOR.html

ખાંભા-ચલાલા હાઇવે 10 વર્ષ બાદ મંજૂર થયો છે. ત્યારે ભાજપના નેતાઓ કહી રહ્યા છે અમે મંજૂર કારાવ્યો અને કોંગ્રેસના નેતાઓ કહે છે અમે મંજૂર કરાવ્યો. બંને પક્ષ જનતાની વચ્ચે રહેવા માટે હાલ ખાંભા તાલુકાની કોઇ પણ નાનામાં નાની ગ્રાન્ટના કામના લોકર્પણ માટે હરીફાઇ લગાડી રહ્યા છે. આવું જ ખાંભા-ચલાલા હાઇવેના ખાતમુહૂર્તમાં થયું અને બે વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. ભાજપે કરેલા ખાતમુહૂર્ત બાદ કોંગ્રેસે આજે ફરી ખાતમુહૂર્ત કર્યું.

હાઇવેનું અંદાજે 13 કરોડ રૂપિયા જેવી માતબર રકમની ગ્રાન્ટથી નવીનીકરણ કરવામાં આવી રહ્યું

ખાંભા-ચલાલા હાઇવે 10 વર્ષ પહેલા બન્યો હતો. ત્યારે દિવસેને દિવસે આ હાઇવેની હાલત મગરમચ્છની પીઠ સમાન થઈ ગઈ હતી. ત્યારે અંદાજે 13 કરોડ રૂપિયા જેવી માતબર રકમની ગ્રાન્ટથી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ટૂંક સમયમાં આ હાઇવેનું ખાતમુહૂર્ત કરવાના છે તેવી ભણક જિલ્લા અને તાલુકા ભાજપના નેતાને લાગી જતા હજુ 2 દિવસ પહેલા ભાજપના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વાઘસિયાના હસ્તે ખાતર્મુહત કરવામાં આવ્યું હતું ત્યારે આજે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ દ્વારા ફરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ હાઇવેનું કોંગ્રેસ દ્વારા ખાતમુહૂર્ત થયું ત્યારે હસી મજાકમાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે પહેલા ખાતમુહૂર્ત કરવા માટે ભાજપ દ્વારા કરવામાં આવેલા ખાડા અમે કોંગ્રેસ દ્વારા બૂરવા આવ્યા છીએ. ત્યારે આ વાક્ય આજે ખાંભામાં ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું.