ફેસબુક / ઝુકરબર્ગ પર ચેરમેન પદ છોડવાનું દબાણ વધ્યું, કંપનીના વિવાદો બાદ રોકાણકારો નારાજફેસબુક પર એપ્પલ, ગૂગલની વિરુદ્ધ લખવા માટે પીઆર ફર્મ હાયર કરવાનો આરોપ

0
30
n/news/BUS-LNEWS-HDLN-facebook-investors-want-mark-zuckerberg-to-resign-chairman-post-report-gujarati-news-5982944-NOR.html?ref=ht
n/news/BUS-LNEWS-HDLN-facebook-investors-want-mark-zuckerberg-to-resign-chairman-post-report-gujarati-news-5982944-NOR.html?ref=ht

– આ રિપોર્ટ બહાર આવવા પર ફેસબુકના રોકાણકારોની નારાજગી વધી

– ફેસબુકે પીઆર ફર્મ સાથેનો સંબધ તોડ્યો, ઝુકરબર્ગનું કહેવું છે પહેલા તેમને આ વાતનો ખ્યાલ ન હતો

ગેજેટ ડેસ્કઃ ફેસબુકના ચેરમેન અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ પર કંપનીના રોકાણકારો તરફથી રાજીનામું આપવાનું દબાણ વધ્યું છે. ન્યુઝ એજન્સીએ બ્રિટિશ સમાચારપત્ર ગાર્ડિયનના હવાલાથી શનિવારે આ અંગેની જાણકારી આપી છે. તેના જણાવ્યા પ્રમાણે ફેસબુકની રોકાણકાર કંપની ટ્રિલિયમ એસેટ મેનેજમેન્ટના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જોનસ ક્રોને ઝુકરબર્ગને ચેરમેનનું પદ છોડવાની માંગ કરી છે. રોકાણકારોનું આ વલણ ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ બાદ પ્રકશમાં આવ્યું હતું. એનવાઈટીના રિપોર્ટમાં બુધવારે જણાવવામાં આવ્યું હતું કે ફેસબુકે કોમ્પિટિટર કંપનીઓની વિરુદ્ધ લખવા માટે પીઆર ફર્મ ડિફાયનર્સને હાયર કરી હતી.

ફેસબુકના ચેરમેન અને સીઈઓ અલગ હોવા જોઈએઃ રોકાણકાર

– ગાર્જિયનના જણાવ્યા પ્રમાણે, જોનસનું કહેવું છે કે ફેસબુક એક કંપની છે અને તેના ચેરમેન અને સીઈઓ અલગ-અલગ હોવા જોઈએ. જોકે ડિફાયનર્સ વિવાદ પર ઝુકરબર્ગનું કહેવું છે કે તેને તેની સાથી કંપનીના કામની માહિતી ન હતી. તેમણે ગુરૂવારે જણાવ્યું હતું કે ફેસબુક હવે ડિફાયનર્સ સાથેનો કોન્ટ્રાકટ ખત્મ કરી દીધો છે.

બ્રિટનના પૂર્વ નાયબ પ્રધાનમંત્રીની નિમણૂંક પર પણ વિવાદ

– ફેસબુકે તાજેતરમાં જ બ્રિટનના પૂર્વ નાયબ પ્રધાનમંત્રી નિક ક્લેગને પોલિસી એન્ડ કોમ્યુનિકેશનના ગ્લોબલ હેડ નિમવામાં આવ્યા છે. જેની પર પણ ઘણાં ઈન્વેસ્ટરની નારાજગી છે.

– ઈન્વેસ્ટર નોર્થ સ્ટાર એસેટ મેનેજમેન્ટના ચીફ એક્ઝીક્યુટીવ ઝૂલી ગુડરિજનું કહેવું છે કે મને નથી લાગતું કે તમે આ પદ પર એવા કોઈ વ્યક્તિની નિમણૂંક કરી શકો છો, જે બોર્ડ અને ટોપ મેનેજમેન્ટને આધીન હોય. તેમણે એ સવાલ ઉઠાવ્યો કે ક્લેગને કઈ રીતનો પાવર મળી રહ્યો છે ?

ચેરમેન-સીઈઓ એક હોવાથી કંપનીને નુકશાન

– ફેસબુક ઈન્વેસ્ટર અર્જુન કેપિટનના મેનેજિંગ પાર્ટનર નતાશા લેબે કહ્યું છે કે કંપની ચેરમેન અને સીઈઓનું પદ એક જ વ્યક્તિની પાસે હોવાથી ફેસબુકમાં થનાર સમસ્યાઓનું યોગ્ય રીતે નિરાકરણ નહીં થઈ શકે.તેમણે આરોપ લગાવ્યો કે કંપનીમાં બંને પદો ઝુકરબર્ગની પાસે હોવાથી કંપનીમાં થનારી સમસ્યાઓને માનવાની જગ્યાએ છુપાવવાની કોશિશ કરવામાં આવી. જેનાથી કંપનીને નુકશાન થયું છે.

જયારે જૂલી ગુડરિઝે કહ્યું કે જયાં સુધી માર્ક ઝુકરબર્ગ ફેસબુકના ચેરમેન છે, ત્યાં સુધી કંપનીના શેરો ઘટતા રહેશે. તેમણે વધુમાં કહ્યું કે ફેસબુકને કન્ટ્રોલ કરવા માટે ઝુકરબર્ગની પાસે પર્યાપ્ત શક્તિ છે.

ઝુકરબર્ગને ચેરમેનના પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ દાખલ

– ઓક્ટોબરમાં માર્ક ઝુકરબર્ગને ચેરમેનના પદ પરથી હટાવવા અંગેનો પ્રસ્તાવ પણ દાખલ કરવામાં આવી ચૂકયો છે. આ પ્રસ્તાવને ટ્રિલયમ એસેટ મેનેજમેન્ટે દાખલ કર્યો છે. જેને ન્યુયોર્ક સિટી કંન્ટ્રોલરના સ્કોટ સ્ટ્રિંજર, પેનેસિલ્વેનિયા સ્ટેટ ટ્રેઝરરના જોએ ટોર્સેલા, ઈલિનિયોસ સ્ટેટ ટ્રેઝરરના માઈકલ ફ્રેરિચ અને રોડ આઈસલેન્ડ સ્ટેટ ટ્રેઝરરના સેઠ મેગેઝિનરને સમર્થન આપ્યું છે. ઝુકરબર્ગને ચેરમેન પદ પરથી હટાવવાના પ્રસ્તાવને મે 2019માં થનારી ફેસબુકના શેર હોલ્ડર્સની વાર્ષિક મિટિંગમાં રજૂ કરવામાં આવશે. જેની પર વોટિંગ બાદ જ નિર્ણય લેવામાં આવશે.

ઝુકરબર્ગને કેમ હટાવવા માંગે છે શેર હોલ્ડર્સ ?

– આ અંગે સ્ટોક સ્ટિંજરે એક નિવેદન બહાર પાડીને ઝુકરબર્ગને ચેરમેન પદમાંથી હટાવવાનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્વતંત્ર ચેરમેન ન હોવાને કારણે 2016ની અમેરિકાની ચૂંટણીમાં રશિયાની દખલગીરી વધી અને ફેસબુકે તેની પર યોગ્ય રીતે કામ ન કર્યું. કેમ્બ્રિજ એનાલિટિકાએ 8.7 કરોડ યુઝર્સનો ડેટા ચોરીને તેનો ખોટો ઉપયોગ કર્યો હતો, જોકે ફેસબુકે તેની પર યોગ્ય રીતે કામ કર્યું નથી. તેમણે એ બાબત પણ જણાવી હતી કે ફેસબુકે સ્માર્ટફોન કંપનીઓ સાથે યુઝરનો ડેટા શેર કર્યો. સાથે જ ફેક ન્યુઝ રોકવામાં પણ નિષ્ફળ રહ્યું હતું.