અમદાવાદના રિવરફ્રન્ટ પર ફરવા આવતા પ્રવાસીઓ માટે કામના સમાચાર સામે આવ્યા છે. મુલાકાતીઓને હવે ચા-કોફી અને નાસ્તાની સુવિધા વૉક-વે પર જ મળી રહેશે. જેના માટે વૉક-વે પર ફૂડ સ્ટોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફૂડ સ્ટોલની ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ સ્ટોલ હરાજીથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Sabarmati Riverfront’s lower and upper walkways are about to get an upgrade! Smart, internationally designed, movable food kiosks will soon offer snacks and beverages, enhancing your riverside experience and transforming the way you relax by the river.#comingsoon #kiosk #food… pic.twitter.com/aY4f2TgaRN
— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) December 10, 2024
અમદાવાદના રિવફ્રન્ટ પર મોટી સંખ્યામાં ફૂડ કિઓસ્ક ઊભા કરવામાં આવ્યા છે. આ આયોજન હેઠળ મોટી સંખ્યામાં ફૂડ કિઓસ્ક ઊભા કરવામાં આવશે. સ્ટોલ મેળવવા માટે હરાજી કરવામાં આવશે અને સૌથી મોટી બોલી લગાવનારને આ કિઓસ્ક આપવામાં આવશે.નોંધનીય છે કે, અત્યાર સુધી વૉક-વે પર બંને જગ્યાએ ફૂડ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે અહીં ફરવા આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો. જેથી હવે મુલાકાતીઓની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ રિવરફ્રન્ટથી થતી આવક વધારવા માટે પણ આ નિયમ લેવાયો છે. જેમાં બંને જગ્યાએ ઊભા કરેલાં ફૂડ સ્ટોલમાં ચા-કૉફી, જ્યુસ અને નાસ્તાનો સમાવેશ કરવામાં આવશે. તેમજ ગંદકી ન ફેલાય તે માટે સ્ટોલ ધારકોએ પણ કાળજી લેવાની રહેશે.
Bids are invited to lease together a total of 12 Food Courts/Food Kiosks at Flower Park & Foot Over Bridge. Interested bidders can visit our website https://t.co/83MvO4nCT3 for more information. #Shop #Lease #Riverfront@lochan_sehra @AmdavadAMC pic.twitter.com/TJup0Nav9W
— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) June 16, 2022