
નાણાકીય અને આર્થિક અપરાધોના ગંભીર મુદ્દાને ઉકેલવાના એક મહત્વપૂર્ણ પગલામાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોર્પોરેટ અફેર્સ (આઈઆઈસીએ) એ માસ્ટર્સ માસ્ટર્સ ઈન ફાઈનાન્સિયલ એન્ડ ઈકોનોમિક ક્રાઈમ્સ (MFEC) પ્રોગ્રામ વિશે જાગૃતિ લાવવા માટે સંયુક્ત રીતે એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કર્યું છે. આ સત્ર મુંબઈના બીકેસીસ્થિત નેશનલ સ્ટોક એક્સચેન્જના હેડક્વાર્ટરમાં યોજાયું હતું.
પ્રોગ્રામની રુપરેખા:
એમએફઈસીની રચના વ્યાપક બહુપાંખીય અભિગમ દ્વારા નાણાકીય અને આર્થિક ગુનાઓ દ્વારા ઉભા થતા પડકારોનો સામનો કરવા માટે થઈ છે. આ ઈનોવેટિવ પ્રોગ્રામ આ ગુનાઓનો અસરકારક રીતે સામનો કરવા માટે જરૂરી કૌશલ્ય સાથે પ્રોફેશનલોને સજ્જ કરવા કાયદો, નાણા, ટેકનોલોજી અને પોલિસી જેવા આવશ્યક ક્ષેત્રોને સંગઠીત કરે છે. આ એક વર્ષનો પ્રોગ્રામ વર્કિંગ પ્રોફેશનલ માટે છે જે હાઇબ્રિડ મોડ દ્વારા ચલાવવામાં આવશે.
કાર્યક્રમની હાઈલાઈટ્સ:
આ કાર્યક્રમ મુખ્ય નાણાકીય અને આર્થિક હિતધારકો વચ્ચે મહત્ત્વના જોડાણને પ્રોત્સાહન આપે છે, જેમાં આરઆરયુના વાઇસ ચાન્સેલર ડૉ. બિમલ પટેલ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રોહિત જૈન, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી વીએસ સુંદરેસન, SoF&M, IICAના હેડ ડૉ. નીરજ ગુપ્તા સહિત અન્ય અગ્રણીઓનો સમાવેશ થતો હતો જેમણે રાષ્ટ્રીય અને વૈશ્વિક નાણાકીય સુરક્ષા બંને માટે નાણાકીય અને આર્થિક અપરાધને રોકવાની મહત્વપૂર્ણ બાબત પર ચર્ચા કરી હતી. આ મેળાવડો રેગ્યુલેટરી એજન્સીઓ, કાયદાના અમલીકરણની સંસ્થાઓ અને નાણાકીય સંસ્થાઓ વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમના મહત્વ પર ભાર મૂકે છે. પેનલ ચર્ચાઓ, પ્રેઝન્ટેશન અને હિતધારકો સાથેના ઈન્ટરેક્શન દ્વારા આ ઇવેન્ટ નાણાકીય ગુનાઓને સંબોધવા તથા સુરક્ષિત, સુસંગત અને સ્થિતિસ્થાપક નાણાકીય ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સંકલિત વ્યૂહરચનાની નિર્ણાયક જરૂરિયાતને પ્રકાશિત કરે છે.
જાગૃતિ પેદા કરવામાં ભૂમિકા:
આ કાર્યક્રમનું ઈન્ટરેક્ટિવ સત્ર રાષ્ટ્રીય અને વૈશ્વિક આર્થિક સ્થિરતા પર નાણાકીય અને આર્થિક ગુનાઓની ગંભીર અસરને પ્રદર્શિત કરે છે. અનુપાલન, રેગ્યુલેટરી માળખાં અને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ સંબંધિત નોલેજ પર ભાર મૂકીને MFECનો હેતુ મની લોન્ડરિંગ, સાયબર ફ્રોડ અને કોર્પોરેટ છેતરપિંડી સહિતના ગુનાના વિવિધ સ્વરૂપોનો સામનો કરવાનો છે.આ પહેલ દ્વારા આરઆરયુ અને આઈઆઈસીએ નિષ્ણાતોની એક નવી કેડરને તાલીમ આપવા માટે પ્રતિબદ્ધ છે જેઓ આ ગંભીર મુદ્દા વિશે જાહેર અને સંસ્થાકીય જાગૃતિ વધારવામાં નિમિત્ત બનશે. આ કાર્યક્રમ માત્ર શિક્ષિત કરવા જ નથી માગતો, પરંતુ નાણાકીય ગેરવર્તણૂક સાથે સંકળાયેલા જોખમોમાંથી રસ્તો કાઢવા અને તેને ઘટાડવા માટે જરૂરી સાધનો સાથે પ્રોફેશનલોને સશક્ત બનાવવાનો પણ પ્રયાસ કરે છે.લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ, નિયમનકારી સંસ્થાઓ અને નાણાકીય સંસ્થાઓ વચ્ચે ભાગીદારી વધારે તે રીતે હિતધારકો વચ્ચેનું ઈન્ટરેક્શન રચાયેલ છે જે સહયોગ અને જ્ઞાનની વહેંચણીને પ્રોત્સાહન આપે છે.
વિઝન અને લક્ષ્ય:
આની પાછળનો લક્ષ્ય વર્ષ 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર હાંસલ કરવાની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાને સુસંગત રહીને ભારતમાં એક મજબૂત અને અસરકારક નાણાકીય ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.આ ઉપરાંત તેનો ઉદ્દેશ્ય સરકારી અને ખાનગી બંને ક્ષેત્રના પ્રોફેશનલોની કુશળતાને વધારવાનો, તેમને આર્થિક ગુનાઓ સામેની લડતમાં નેતૃત્વની સ્થિતિ માટે સજ્જ કરવાનો છે.
વૈશ્વિક દૃષ્ટિકોણ:
આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય માળખાને સમાવી લે છે અને સરહદ પારના નાણાકીય ગુનાઓનો અસરકારક રીતે સામનો કરવા માટે એફએટીએફ, ઈન્ટરપોલ અને મની લોન્ડરિંગ અંગે એશિયા-પેસિફિક ગ્રુપ જેવી વૈશ્વિક સંસ્થાઓ સાથે સહયોગ પર ભાર મૂકે છે. આ પહેલ સુરક્ષિત અને સમૃદ્ધ આર્થિક ભવિષ્ય માટે નાણાકીય અને આર્થિક હિસ્સેદારો વચ્ચે સહકારની મહત્ત્વની જરૂરિયાતને પ્રકાશિત કરે છે.આપણે વધુને વધુ જટિલ નાણાકીય ક્ષેત્રમાં આગળ વધીએ છીએ તેમ તેમ MFEC જેવી પહેલ સંસ્થાઓમાં અનુપાલન અને વિશ્વસનીયતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમ નાણાકીય ગુનાઓની હાનિકારક અસરોથી આપણા અર્થતંત્રને સુરક્ષિત રાખવા માટે સક્રિય અભિગમ રજૂ કરે છે.રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં નાણાકીય અને આર્થિક અપરાધોમાં માસ્ટર્સ પ્રોગ્રામની રજૂઆત નાણાકીય ફ્રોડની વધતી ઘટનાઓને રોકવા તરફ સક્રિય અભિગમ દર્શાવે છે. ભાવિ પ્રોફેશનલોને વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરીને આરઆરયુ આર્થિક ગુનાઓનો અસરકારક રીતે સામનો કરવા માટે ભારતની ક્ષમતાને મજબૂત કરવાનો લક્ષ્ય ધરાવે છે.