Friday, September 25, 2026
HomeGujaratરાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે પોપેટ શો દ્વારા...

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે પોપેટ શો દ્વારા જનજાગૃતિ કરવામાં આવી

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

આજે માહિતીના આદાન પ્રદાન માટે મોટાભાગે મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પરંપરાગત માહિતી આદાન પ્રદાનના માધ્યમો આજે પણ અસરકારક રીતે કામ આવી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પપેટ શો. અમદાવાદ જિલ્લાના તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ પૂર્વે પોપેટ શો દ્વારા ડેન્ગ્યુ સહિત વાહકજન્ય રોગચાળા અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર અને જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 16 મેના રોજ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડેન્ગ્યુ ‘એડીસ ઇજિપ્તી’ નામના મચ્છર કરડવાથી થાય છે. વરસાદના કારણે ખાડા, ખાબોચિયાં, ખાલી ડબલાં, નકામાં ટાયરો, ઘરગથ્થુ વપરાસમાં લેવામાં આવતા ખુલ્લા વાસણો, કુલર વગેરે જગ્યામાં ભરાયેલા પાણીમાં આ મચ્છર જન્મે છે. આ મચ્છરની ખાસિયત એ છે કે, તે ચોખ્ખા પાણીમાં પેદા થાય છે અને તે કરડવાથી જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેને તુર્ત જ લાગુ પડી જાય છે. આ મચ્છર (એડીસ ઇજિપ્તી) કાળા રંગના હોય છે, જેની ઉપર સફેદ પટ્ટી હોય છે, તે લગભગ 5 એમ. એમ સાઈઝના હોય છે. આ મચ્છર રાત્રે નહિ પરંતુ દિવસે કરડે છે. ડેન્ગ્યુનો તાવ લગભગ ચારથી છ દિવસ રહે છે. સખત તાવ આવવાની સાથે આંખના ડોળાની પાછળ દુખાવો થાય કે હાથ અને ચહેરા પર ચકામા પડે, નાક, મોં તેમજ પેઢામાંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઇ શકે છે. ડેન્ગ્યુ જેવા કોઇ પણ લક્ષણ જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો જોઇએ.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here