
ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપનીઓ અંબુજા સિમેન્ટ્સ અને એસીસી ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કફોર્સની કુશળતાઓમાં વધારો કરીને રાષ્ટ્રનિર્માણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાઓને આગળ વધારે છે. કંપનીના સપોર્ટમાં એક્ઝિક્યુટિવ એક્સીલન્સ પ્રોગ્રામ (ઈઈપી) સાથે ભાગીદારીનો સમાવેશ થાય છે જે 2024માં એસોસિયેશન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી (ઈન્ડિયા)ની નેશનલ કેપેસિટી બિલ્ડિંગ પહેલ છે.ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની દેખરેખ હેઠળની સ્કીલ ઈન્ડિયા પહેલ તથા મંથન પહેલમાં ઈઈપીનો સમાવેશ તેના વધતા જતા રાષ્ટ્રીય મહત્વને દર્શાવે છે. ઈઈપી ટૂંકા ગાળાના રેસિડેન્શિયલ કોર્સીસ પૂરા પાડે છે જેમાં શૈક્ષણિક કઠોરતા સાથે વાસ્તવિક વિશ્વમાં તેના ઉપયોગનો સમન્વય થાય છે. ઈઈપીની પહેલી બે એડિશન આઈઆઈટી કાનપુર સાથેના સહયોગમાં અને ત્યારબાદ આઈઆઈટી ગાંધીનગર તેમજ તાજેતરમાં આઈઆઈએસસી બેંગ્લોરમાં ડિઝાઇન કરાઈ હતી અને હાથ ધરાઈ હતી.આગળ જતા આઈઆઈટી મદ્રાસ આગામી સેશન્સ માટે સંભવિત યજમાન તરીકે વિચારણા હેઠળ છે જે પ્રોગ્રામની શૈક્ષણિક પહોંચ અને અસરને વિસ્તારશે. 2020થી ઈઈપીએ 2,000થી વધુ પ્રેક્ટિસિંગ સિવિલ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સને તાલીમ આપી છે જેમાં 175 પ્રોફેશનલ્સે 2024ની એડિશનમાં પ્રોગ્રામ પૂરો કર્યો હતો.સહભાગીઓએ એસેટ મેનેજમેન્ટ, ટકાઉ બાંધકામ અને ઊભરતી ટેક્નોલોજીમાં કુશળતાઓ વધારી હતી અને ઉદ્યોગની તૈયારી વધારે તેવા માન્યતાપ્રાપ્ત સર્ટિફિકેશન્સ મેળવ્યા હતા. આ પ્રોગ્રામ પિઅર લર્નિંગ અને સહયોગને પણ પ્રોત્સાહન આપે છે જે એવા પ્રોફેશનલ્સના સમુદાયનું નિર્માણ કરે છે જેઓ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તનને આગળ લઈ જવા માટે સજ્જ છે.અદાણી સિમેન્ટ ઈઈપી જેવા પ્રોગ્રામ્સ માટે તેના સપોર્ટ થકી ઉદ્યોગની આગેવાની હેઠળ સ્કીલ ડેવલપમેન્ટમાં બેન્ચમાર્ક સ્થાપે છે અને વધુ મજબૂત, આત્મનિર્ભર રાષ્ટ્રના નિર્માણમાં તેની ભૂમિકાનો પુનરોચ્ચાર કરે છે.