Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadગુજરાત યુનિવર્સિટીની અડોડાઈ, ગ્રાન્ટેડ કોલેજે એક NOC ન મળતા 11 વર્ષ સ્વખર્ચે...

ગુજરાત યુનિવર્સિટીની અડોડાઈ, ગ્રાન્ટેડ કોલેજે એક NOC ન મળતા 11 વર્ષ સ્વખર્ચે સ્ટાફ રાખ્યો, હવે કાયમ માટે તાળું વાગી જશે

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

અમદાવાદ : ગ્રાન્ટેડ સ્કૂલો જે રીતે ગ્રાન્ટેડ નીતિને કારણે બંધ થઈ રહી છે તેવી જ સ્થિતિ ગ્રાન્ટેડ કોલેજમાં જોવા મળી રહી છે. ગ્રાન્ટેડ કોલેજો પણ હવે સરકારની નીતિથી કંટાળીને બંધ કરવા અરજી કરી રહી છે. શહેરની એક કોલેજમાં છેલ્લા 11 વર્ષથી 10 જેટલા કર્મચારીની અછત છે જે ભરવા સરકાર કે યુનિવર્સિટી દ્વારા NOC આપવામાં આવતી નથી જેના કારણે સ્વખર્ચે કોલેજ ચલાવનાર ટ્રસ્ટે 11 વર્ષ ખેંચ્યા અને હજુ NOC ના મળતા કોલેજ બંધ કરવા નિર્ણય કર્યો છેસાબરમતીમાં આવેલ સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ 1968થી કાર્યરત છે. આ કોલેજમાં ગુજરાત હાઈકોર્ટમાંથી નિવૃત જજ રવિ ત્રિપાઠી સહિત અનેક મહાનુભવો ભણી ચુક્યા છે. આ કોલેજ 2005થી સાબરમતી એજ્યુકેશન ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. કોલેજમાં 2008-09થી કર્મચારીઓ નિવૃત થતા કે અન્ય કારણથી અછત થવા લાગી. 2011 સુધીમાં કોલેજના 10 માણસની અછત ઉભી થઇ હતી જેમાં 3 શૈક્ષણિક સ્ટાફ અને 7 વહીવટી સ્ટાફ હતા. સ્ટાફની અછત પુરી કરવા કોલેજે સરકાર અને યુનિવર્સિટી પાસે NOC માંગી પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિસાદ જ મળ્યો નહતો.કોલેજમાં વહીવટી એટલે કે બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી કરવા યુનિવર્સિટી પાસેથી NOC મેળવવી જરૂરી છે. NOC મળ્યા બાદ જ સ્ટાફની ભરતી કરવામાં આવે છે. ભરતી થયા બાદ તમામનો પગાર સરકારમાંથી થાય છે. આ NOC મેળવવા કોલેજ દ્વારા 2011માં પ્રથમ વખત જરૂરી સ્ટાફના હોદ્દા સાથે માંગણી કરવામાં આવી હતી. 15 દિવસ પહેલા જ કોલેજે ફરીથી ગુજરાત યુનિવર્સિટીને NOC મેળવવા રજુઆત કરી હતી. 2011 થી 2022 સુધી અનેક વખત NOC મેળવવા રજુઆત કરવામાં આવી છે પરંતું કોઈ જ જવાબ આપવામાં આવતો નથી.આ અંગે કોલેજના ટ્રસ્ટી અમિત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ‘અમે અનેક રજુઆત કરી પરંતુ રજુઆત કોઈ ધ્યાન પર લેતું નથી અને હવે કોલેજ ચલાવવા આટલા ખર્ચ કરી શકાય તેમ નથી. અમે 11 વર્ષ સ્વખર્ચે કોલેજ ચલાવી પરંતુ સરકાર કે યુનિવર્સિટીમાંથી NOC ના મળતા આખરે અમારે કોલેજ બંધ કરવી પડી રહી છે. કોલેજ બંધ કરવા માટે NOC જ મુખ્ય કારણ છે. ટ્રસ્ટ પાસે હવે કોલેજ ચલાવી શકાય એટલા પૈસા પણ નથી.’ જ્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, અમે એકેડેમિક કક્ષાએ કોલેજને જે જરૂરિયાત હતી તે પુરી પાડી છે. વહીવટી સ્ટાફની નિમણૂક સરકારમાંથી જ થઈ શકે છે.કુલ 10 વ્યક્તિઓની ઓછામાં ઓછી જરૂરિયાત છે. પરંતુ આ NOC ના મળતા આ ભરતી થઈ શકી નથી. જેથી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં તથા કોલેજ સારી રીતે ચાલે તે માટે 2011થી સ્વખર્ચે 2 ચોકીદાર, 1 પટ્ટવાળો, 4 ઓફીસ સ્ટાફ, 1 સ્વીપરની ભરતી કરીને પગાર આપે છે. આ ઉપરાંત 3 અધ્યાપકો નથી તેની જગ્યાએ સ્વખર્ચે અઠવાડિયામાં 3 દિવસ વિઝિટિંગ ફેકલ્ટીને બોલાવવામાં આવે છે. કોલેજને આ તમામ માટે મહિને 1,18,000 રૂપિયાઓ ખર્ચ ઉઠાવવો પડે છે.દર મહિને કોલેજે 1,18,000 નો ખર્ચ ઉઠાવવો પડે છે. કોલેજ માટે વર્ષ 2011થી ટ્રસ્ટ ખર્ચ ઉઠાવે છે. 11 વર્ષમાં કોલેજે NOC ના મળવાના કારણે સ્ટાફની ભરતી ના થતા પોતે 1.50 કરોડથી વધુનો ખર્ચ ઉઠાવ્યો છે જેના કારણે કોલેજના ટ્રસ્ટીને ખુબ જ બોજ પડ્યો છે. આ બોજ સહન કરી કરીને 11 વર્ષ સુધી કોલેજ ચલાવી પરંતુ આટલી રજૂઆત કરવા છતાં NOC ના મળતા કોલેજે બંધ કરવા અરજી આપી છે. અગાઉ કોલેજે 2019માં આ કારણથી જ બંધ કરવા અરજી આપી હતી પરંતુ અરજી નામંજૂર કરવાના આવી હતી, તે બાદ એપ્રિલ મહિનામાં ગુજરાત યુનિવર્સિટીમાં બીજી અરજી આપવામાં આવી છે પરંતુ આ અરજી યુનિવર્સિટીએ વિદ્યાર્થીના હિતમાં નામંજુર કરી છે.સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાબરમતી વિસ્તારમાં આવેલી છે. આ કોલેજ શરૂ થઈ ત્યારે આર્ટસમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હતા. શરૂઆતમાં કોલેજમાં 250 વિદ્યાર્થીઓ હતા અત્યારે કોલેજમાં આર્ટ્સ અને કોમર્સના ભેગા થઈને 1000-1200 જેટલા વિદ્યાર્થીઓ છે. કોલેજ ગ્રાન્ટેડ હોવાના કારણે અને ફી ઓછી હોવાને કારણે મોટા ભાગે મધ્યમ વર્ ગ અને તેથી નીચેના વર્ગના વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરી રહ્યા છે. કોલેજ ચલાવનાર ટ્રસ્ટ હવે ભંડોળ પૂરું થતા ખર્ચ કરી શકે તેમ નથી માટે બંધ કરવા અરજી કરી છે. કોલેજ બંધ થાય તો સામાન્ય ફી માં અભ્યાસ કરી રહેલ અનેક બાળકોને નુકસાન થઈ શકે છે.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here