Friday, February 21, 2025
HomeGujaratઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું વર્ષ 2025-26નું વાર્ષિક 15502 કરોડનું બજેટ રજૂ :...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું વર્ષ 2025-26નું વાર્ષિક 15502 કરોડનું બજેટ રજૂ : પ્રોપર્ટી ટેક્સમાં 5% સુધીની રાહત

Date:

spot_img

Related stories

ડિપોઝીટરીઝે રોકાણકાર માહિતીને સુલભ બનાવવા માટે સહયોગ કર્યો

સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ) અને નેશનલ સિક્યોરિટીઝ...

અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ ભવ્ય નગર યાત્રાનું આયોજન

અમદાવાદ 26 ફેબ્રુઆરી 2025 ના રોજ એક ભવ્ય નગરયાત્રાનું...

ગોદરેજ પ્રોપર્ટીઝે પૂણેમાં ગોદરેજ ઇડન એસ્ટેટ ખાતે ભારતના પ્રથમ...

ભારતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ પૈકીના એક ગોદરેજ પ્રોપર્ટીઝ...

GLS University Faculty of Commerce એ એક અદભુત ‘Cultural...

GLS University Faculty of Commerce એ 20મી ફેબ્રુઆરી 2025ના...

16ના મહાકુંભમાં આવતાં-જતાં 3 અકસ્માતમાં મોત: ભોજપુરમાં કાર ટ્રક...

મહાકુંભમાં આવતા-જતા જુદા-જુદા ત્રણ અકસ્માતોમાં 16 લોકોના મોત થયા...

ગુજરાતીઓ ગરમી સહન કરવા માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે...

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે મહત્તમ તાપમાનમાં...
spot_img

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા રૂ. 14001 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં લોકના સૂચનોના આધારે ભાજપના સત્તાધીશો દ્વારા રૂ.1501 કરોડનો વધારા સાથે રૂ. 15502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આજે 14 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે.જો તમારો પ્રોપ્રટી ટેક્સ 100 રૂપિયા હોય તો પહેલા 10 ટકાની એટલે કે રૂ.10ની રાહત મળતી હતી. હવે નવા વેરા માળખા મુજબ એડવાન્સના 12 ટકા તથા ઓનલાઇનનો 1% તથા જે કરદાતાએ અગાઉ સળંગ 3 વર્ષ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હોય તો તેને એડવાન્સ ટેક્ષ પેટે 12% તથા ઓનલાઇનનો 1 ટકા અને તેમાં બીજા 2% વધારાની રાહત મળીને 15 ટકા એટલે કે રૂ.15નો ફાયદો થશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા WHATSAPP CHAT BOTની સુવિધા અમલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CCRS વોટ્સએપ નંબર 75678 55303 ઉપર ચેટ દ્વારા પ્રોપર્ટી ટેક્સ વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે. તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા પ્રોપર્ટી ટેક્ષ ટેનામેન્ટ નંબર લખી તેમના પ્રોપર્ટી ટેક્ષ બીલ ડાઉનલોડ કરી અને ઓનલાઇન પેમન્ટ કરી શકે છે. આ સુવિધા કોર્પોરેશન દ્વારા 24 કલાક ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ahmedabadcity.gov.in પર ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરી પ્રોપર્ટી ટેક્સ ભરી શકશો.આગમી નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, બજેટ માટે ભાજપનાં ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને પ્રજાના સૂચનો મેળવવા આવ્યા હતા. અમદાવાદમાં પૂર્વ કે પશ્રિમના ભેદભાવ વિના સર્વાગી વિકાસનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કમિશનરના મૂકેલા બજેટ રૂ. 14001 કરોડમાં રૂ. 1501ના સુધારા સાથેનું બજેટ રજૂ કરતાં હું હર્ષની લાગણી અનુભવું છું. વિકસિત ભારત 2047 એમ વિકસિત અમદાવાદ 2047 અનુરૂપ બનાવવામાં આવ્યું છે. 2025-25ના બજેટમાં બેગ અને પેપર ગ્રીન એનર્જી અનુરૂપ બનાવવામાં આવ્યું છે. બેગ પર QR કોડ સ્કેન કરતા સાથે બજેટની તમામ બાબતો મેળવી શકશે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમદાવાદ વિકસિત ઓળખ ધરાવે છે, ત્યારે ગ્રીન અમદાવાદ બનાવવા માટે ગાર્ડનને વિકસિત કરવામાં આવશે. લોટસ ગાર્ડન બનાવવામાં આવશે. જુદા-જુદા બ્રિજ નીચે વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે. સ્વસ્થ અમદાવાદ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર હેલ્થ કિઓસ્ક મશીન મૂકવામાં આવશે. અંગદાન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે. તળાવોના વિકાસ કરવામાં આવશે. શહેરને સ્લમ ફ્રી બનાવવા માટે નવા મકાનો બનાવવા માટે પણ બજેટની ફાળવણી કરવામાં આવી છે. AMC બિલ્ડિંગમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે. નાગરિકોને શુદ્ધ હવા મળે તેના માટે એર સેન્સર પણ લગાવવામાં આવશે.પૂર્વ અને પશ્ચિમના ભેદભાવ વગર ખારિકટ કેનાલનો વિકાસ કરવામાં આવશે. ફેઝ 1ની કામગીરી 60 ટકા પૂર્ણ થઈ છે. ફેઝ 2માં દાણીલીમડા, વટવા સહિતના વિસ્તારોમાં ખારીકટ કેનાલની કામગીરી આગામી વર્ષમાં કરવામાં આવશે. ટ્રાફિક મુક્ત અમદાવાદ માટે લેફટ ટર્ન ફ્રી કરવામાં આવશે અને ફૂટ ઓવરબ્રિજ બનાવશે. જેમાં વસ્ત્રાપુર લેક, આશ્રમ રોડ, સીજી રોડ સહિત જગ્યા પર ફૂટ ઓવરબ્રિજ બનશે. શહેરમાં વિવિધ વિસ્તારમાં પર્યાવરણ અને અલગ-અલગ થીમ બેઝ સર્કલ પણ બનાવવામાં આવશે.

ડિપોઝીટરીઝે રોકાણકાર માહિતીને સુલભ બનાવવા માટે સહયોગ કર્યો

સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ) અને નેશનલ સિક્યોરિટીઝ...

અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ ભવ્ય નગર યાત્રાનું આયોજન

અમદાવાદ 26 ફેબ્રુઆરી 2025 ના રોજ એક ભવ્ય નગરયાત્રાનું...

ગોદરેજ પ્રોપર્ટીઝે પૂણેમાં ગોદરેજ ઇડન એસ્ટેટ ખાતે ભારતના પ્રથમ...

ભારતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ પૈકીના એક ગોદરેજ પ્રોપર્ટીઝ...

GLS University Faculty of Commerce એ એક અદભુત ‘Cultural...

GLS University Faculty of Commerce એ 20મી ફેબ્રુઆરી 2025ના...

16ના મહાકુંભમાં આવતાં-જતાં 3 અકસ્માતમાં મોત: ભોજપુરમાં કાર ટ્રક...

મહાકુંભમાં આવતા-જતા જુદા-જુદા ત્રણ અકસ્માતોમાં 16 લોકોના મોત થયા...

ગુજરાતીઓ ગરમી સહન કરવા માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે...

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે મહત્તમ તાપમાનમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here