શુક્રવાર 14 જાન્યુઆરીએ સૂર્ય રાશિ બદલીને મકરમાં આવી જશે. આ દિવસે પોષ મહિનાના સુદ પક્ષની બારસ તિથિ રહેશે. એટલે આ દિવસે સૂર્ય સાથે ભગવાન વિષ્ણુની પણ ખાસ પૂજા કરવામાં આવશે. રાષ્ટ્રીય પંચાંગ અને કાશીના થોડા વિદ્વાનો પ્રમાણે 14 જાન્યુઆરીએ સૂર્યનું રાશિ પરિવર્તન બપોરે થવાથી આ દિવસે સૂર્યોદયથી સાંજ સુધી પુણ્યકાળ રહેશે. આ દરમિયાન તીર્થ સ્નાન, સૂર્ય પૂજા અને દાન કરવાનું અનેકગણું શુભફળ મળશે.
મહિલાઓને ઉન્નતિ અને સુખ મળશે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે શુક્રવારના અધિપતિ ભૃગુ છે. શુક્રના અધિપત્યમાં આવતાં કપડાં, ઘરેણાં, ગ્લેમર અને સુખ-સુવિધાની વસ્તુઓનો કારોબાર કરનાર લોકો માટે આ સમય શુભ રહેશે. સંક્રાંતિના શુભફળથી અનાજનો પાક સારો રહેશે. મહિલાઓને ઉન્નતિ મળશે અને સુખ વધશે.
દેશ માટે આ વર્ષની સંક્રાંતિ શુભફળદાયી રહેશે
મકર સંક્રાંતિએ સૂર્યની પૂજા, નદીઓમાં સ્નાન, દેવ દર્શન અને દાન કરવાથી ખાસ પુણ્યફળ મળશે. ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે આ સંક્રાંતિનું વાહન વાઘ અને ઉપવાહન ઘોડો હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પરાક્રમ વધશે. અન્ય દેશ સાથે સંબંધ મજબૂત થશે. વિદ્વાન અને શિક્ષિત લોકો માટે આ સંક્રાંતિ શુભ રહેશે. અન્ય થોડા લોકોમાં ભય વધી શકે છે. અનાજ વધશે અને મોંઘવારી ઉપર નિયંત્રણ પણ રહેશે. વસ્તુઓની કિંમત સામાન્ય રહેશે.
માતા ગાયત્રીની આરાધના માટે સૌથી સારો સમય
ડો. મિશ્ર જણાવે છે કે મકર સંક્રાંતિને તિલ સંક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસનું સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે અને દેવતાઓનો પ્રાતઃકાળ પણ શરૂ થઈ જાય છે. સત્યવ્રત ભીષ્મએ પણ બાણની શય્યા ઉપર રહીને મૃત્યુ માટે મકર સંક્રાંતિની રાહ જોઈ હતી.
માન્યતા છે કે ઉત્તરાયણમાં મૃત્યુ થયા પછી મોક્ષ મળવાની શક્યતાઓ વધી જાય છે. આ દિવસથી પ્રયાગમાં કલ્પવાસ પણ શરૂ થઈ જાય છે. ધર્મગ્રંથોમા માતા ગાયત્રીની ઉપાસના માટે સૌથી સારો કોઈ અન્ય સમય જણાવ્યો નથી.
14 જાન્યુઆરીએ તલ, ગોળ અને કપડાંનું દાન કરવાથી અશુભ ગ્રહોની ખરાબ અસર ઘટશે
તલ-ગોળ અને વસ્ત્ર દાનથી પુણ્ય મળશે
આ વખતે સંક્રાંતિ દેવીના હાથમાં બંગડી, ફૂલ, ગદા અને ખીર રહેશે. આ દેવી ભોગની અવસ્થામાં રહેશે. જેથી સંકેત મળે છે કે દેવી આરાધનાથી ફાયદો થશે. આ વર્ષે રાજકારણમાં ગતિવિધિઓ વધશે. તલ, ગોળ અને કપડાંનું દાન કરવાથી અશુભ ગ્રહોની ખરાબ અસર ઘટશે.
2017, 2018, 2021 અને હવે 2022 માં પણ 14 જાન્યુઆરીએ જ મકર સંક્રાંતિ ઊજવવામાં આવશે. હવે પછી આવતા 2 વર્ષમાં 15 જાન્યુઆરી અને પછી 2025 અને 2026માં 14 જાન્યુઆરીએ આ પર્વ ઉજવાશે.