પ્રજ્ઞાચક્ષુઓ માટે વરદાન બન્યા હતા લુઈ બ્રેઈલ, આ રીતે 16 વર્ષની ઉંમરે બનાવી બ્રેઈલ લિપિ

0
67
લુઈ બ્રેઈલે પોતે નેત્રહીન હોવા છતાં પ્રજ્ઞાચક્ષુઓને વાંચવા-લખવામાં સક્ષમ બનાવવા માટે એક નવી ભાષા શોધી, જેને બ્રેઈલ લિપિ (Braille script) કહેવાય છે
લુઈ બ્રેઈલે પોતે નેત્રહીન હોવા છતાં પ્રજ્ઞાચક્ષુઓને વાંચવા-લખવામાં સક્ષમ બનાવવા માટે એક નવી ભાષા શોધી, જેને બ્રેઈલ લિપિ (Braille script) કહેવાય છે

World Braille Day 2022: આધુનિક વિશ્વમાં પ્રગતિ અને સમાનતાની દ્રષ્ટિએ આજનો દિવસ બહુ મહત્વનો છે કારણકે આજે એક એવા મહાન વ્યક્તિનો જન્મ થયો હતો, જેમણે આગળ જતાં બ્રેઈલ લિપિની શોધ કરી જેથી પ્રજ્ઞાચક્ષુ લોકો માટે વાંચવા-લખવાનું શક્ય બન્યું. એ મહાન વ્યક્તિ એટલે લુઈ બ્રેઈલ.

પ્રજ્ઞાચક્ષુ માટે બ્રેઈલ લિપિનો આવિષ્કાર કરનારા લુઈ બ્રેઈલનો જન્મ 4 જાન્યુઆરી 1809માં ફ્રાંસના એક નાનકડા વિસ્તાર કુપ્રેમાં થયો હતો. લુઈ 4 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. લુઈ બ્રેઈલે પોતે નેત્રહીન હોવા છતાં પ્રજ્ઞાચક્ષુઓને વાંચવા-લખવામાં સક્ષમ બનાવવા માટે એક નવી ભાષા શોધી, જેને બ્રેઈલ લિપિ કહેવાય છે. બ્રેઈલ લિપિની મદદથી આજે મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે.

ફ્રાંસમાં રહેતા લુઈ બ્રેઈલ જન્મથી નેત્રહીન ન હતા. તેઓ 3 વર્ષના હતા ત્યારે એક દુર્ઘટનામાં તેમની આંખોની રોશની જતી રહી. લુઈ બ્રેઈલના પિતા રેલે બ્રેઈલ શાહી ઘોડાઓ માટે કાઠી બનાવવાનું કામ કરતા હતા. એક દિવસ લુઈ બ્રેઈલ પોતાના પિતાના ઓજારો સાથે રમી રહ્યા હતા ત્યારે અચાનક એક ઓજાર તેમની આંખમાં જતો રહ્યો. શરૂઆતમાં ઈલાજ કરાવ્યા બાદ થોડી રાહત મળી પણ સમય જતાં તેમની તકલીફ વધતી ગઈ અને 8 વર્ષની ઉંમરે તેમને દેખાવાનું બંધ થઈ ગયું અને તેઓ નેત્રહીન થઈ ગયા.

લુઈ બ્રેઈલ જ્યારે 16 વર્ષના થયા ત્યારે તેમને વિચાર આવ્યો કે પ્રજ્ઞાચક્ષુઓ માટે વાંચવા કોઈ લિપિ પર કામ કરવામાં આવે અને તેઓ આ વિચાર પર કામ કરવા લાગ્યા. આ દરમ્યાન તેમની મુલાકાત ફ્રાંસની સેનાના કેપ્ટન ચાર્લ્સ બાર્બિયર સાથે થઈ. બાર્બિયરે લુઈ બ્રેઈલને ‘નાઇટ રાઈટિંગ’ અને ‘સોનોગ્રાફી’ વિશે માહિતી આપી હતી, જેની મદદથી સૈનિક અંધારામાં વાંચતા હતા.આ ‘નાઇટ રાઈટિંગ’માં લિપિ કાગળ પર ઉપસેલી હતી, જેમાં 12 બિંદુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બિંદુઓને 6-6ની 2 પંક્તિઓમાં રાખવામાં આવ્યા હતા. જોકે, ‘નાઇટ રાઈટિંગ’ લિપિમાં વિરામ ચિહ્ન, સંખ્યાઓ અને કોઈ પ્રકારના ગાણિતિક ચિહ્ન ન હતા