બિગ બોસ 15ની વિનર તેજસ્વી પ્રકાશે બિગ બોસનું ટાઈટલ તો જીતી લીધું છે પણ તેની સાથી સ્પર્ધક એવી એક્ટ્રેસ શમિતા શેટ્ટીને ‘આંટી’ કહેવાની વાત ફરીથી ગરમ થઈ છે. બિગ બોસમાં ‘આંટી’ શબ્દ પર કોઈ પ્રથમ વખત બબાલ નથી થઈ. આની પહેલાંની સીઝનમાં પણ આ શબ્દથી ઝઘડા થયા છે. ખબર નહીં, આંટી શબ્દમાં એવું કયું કડવું સત્ય છુપાયેલું છે કે તે સામેવાળી વ્યક્તિને ગાળ જેવું લાગે છે. હવે પ્રશ્ન એ થાય છે કે, આખરે જેમ કોઈ મહિલા કે યુવતીને ‘આંટી’ કહેવાથી ગુસ્સો આવે છે? આની પાછળનું કારણ શું છે?દિલ્હીમાં ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રજ્ઞા મલિકે કહ્યું કે, આંટી કે બહેનજી જેવા શબ્દોથી તે જ મહિલાને વધારે ગુસ્સો આવે છે જેઓ પોતાને બધા કરતાં સુંદર માને છે. લુક્સને લીધે તેમને લાગે છે કે તેઓ આંટીની ઉંમરનાં નથી, હજુ તો યંગ છે. બહેનજી અને આંટી શબ્દ ઉંમરલાયક મહિલાઓ માટે વાપરવામાં આવે છે.જે લોકોનું બિહેવિયર ખરાબ હોય છે તેઓ પોતાની અછત છુપાવવા માટે લુક્સને ઉપર રાખે છે. તેવામાં જો કોઈ તેમને આંટી કહી દે તો તેનો કોન્ફિડન્સ ઓછો થઈ જાય છે. આંટી, માતાજી કે બહેનજી કહેવાથી મહિલાઓમાં ઈનસિક્યોરિટીના ઘણા ગુણ વધી જાય છે, પરંતુ આ ઈનસિક્યોરિટી બીજું કઈ નહીં પણ સમાજની એક રૂટીન માન્યતા છે. અહીં એક ઉંમર પછી મહિલાનું સેક્સ્યુઅલ વેલ્યુ ઝીરો થઈ જાય છે. આ વેલ્યુ ઝીરો થતાં જ તેને આંટીજી અને બહેનજીનું ટેગ મળી જાય છે.આ વ્યક્તિનો સ્વભાવ છે. તેને ડર હોય છે કે કોઈ તેને જજ કરશે. કોઈ પોતાની મરજીથી તેના માટે નિર્ણય સંભળાવી રહ્યું છે, લેબલ આપી રહ્યું છે. આથી જ્યારે પણ કોઈ આંટી કહે છે ત્યારે આપણે અસુરક્ષિત થઈને પોતાને બચાવવાના પ્રયત્નો કરીએ છીએ.
શું તમને પણ ખોટું લાગી ગયું?: ‘આંટી, ‘બહેનજી કે માતાજી’ સાંભળીને મહિલાઓને ગુસ્સો કેમ આવી જાય છે?
Date: