Budget 2022: બજેટ પહેલા જ સામાન્ય લોકોને લાગ્યો ઝટકો! બદલાયા આ નિયમ

0
13
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા બેંક ઑફ બરોડા અને પંજાબ નેશનલ બેંક ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર આજથી અમલી બનશે
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા બેંક ઑફ બરોડા અને પંજાબ નેશનલ બેંક ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર આજથી અમલી બનશે

SBI, PNB and BOB rules: આજે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ સતત ચોથી વખત દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. બીજી તરફ આજથી દેશની જાહેર ક્ષેત્રની ત્રણ સૌથી મોટી બેંકના નિયમો આજથી બદલાયા છે. આ ફેરફારની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર થશે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા , બેંક ઑફ બરોડાઅને પંજાબ નેશનલ બેંકટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર આજથી અમલી બનશે.સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પહેલી ફેબ્રુઆરીથી પૈસા ટ્રાન્સફર કરવાના નિયમમાં ફેરફાર કરશે. બેંક બે લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધી IMPS મારફતે પૈસા ટ્રાન્સફર કરવા પર 20 રૂપિયા + GST ચાર્જ વસૂલ કરશે. ભારતીય રિઝર્વ બેંકે ઓક્ટોબર 2021માં IMPS મારફતે ટ્રાન્સફર મર્યાદા બે લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી હતી. એટલે કે હવે ખાતાધારકો દિવસમાં બે લાખને બદલે પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે.પહેલી ફેબ્રુઆરીથી બેંક ઑફ બરોડા પણ ચેક ક્લીયરન્સ સાથે જોડાયેલા નિયમમાં ફેરફાર કરી રહી છે. પહેલી તારીખથી ગ્રાહકોએ ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમ અનુસરવી પડશે. એટલે કે ચેક સાથે જોડાયેલી માહિતી મોકલવી પડશે, ત્યારે જ ચેક ક્લીયર થશે. આ પરિવર્તન 10 લાખથી વધુની કિંમતના ચેક ક્લીયરિંગ માટે લાગૂ થશે.પંજાબ નેશનલ બેંક જે નિયમમાં ફેરફાર કરી રહી છે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. તમારા એકાઉન્ટમાં પૈસા ન હોવાથી જો કોઈ હપ્તો બાઉન્સ થાય છે તો તમારે 250 રૂપિયા પેનલ્ટી ચૂકવવી પડશે. હાલ આ રકમ 100 રૂપિયા છે.