Wednesday, January 15, 2025
HomeGujaratAhmedabadજીટીયુના વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કર્યું

જીટીયુના વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કર્યું

Date:

spot_img

Related stories

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...
spot_img

પુન:અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતોનો વપરાશ મહદઅંશે થાય. આગામી ભાવી પેઢી માટે સૌરઉર્જા અને વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધારવા માટે આ પ્રકારના ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ખૂબ જ ઉપયોગી નીવડશે : – પ્રો. ડૉ. નવીન શેઠ(કુલપતિ , જીટીયુ)

અમદાવાદ :

સમગ્ર વિશ્વમાં પુન:અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતોના વપરાશમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. જેના કારણે આગામી પેઢી માટે પુન: અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતના વપરાશનો વૈકલ્પીક સ્ત્રોત મેળવવો ખૂબ જ આવશ્યક છે. સૌરઉર્જા જેવા પુન:પ્રાપ્ય અને અન્ય વૈકલ્પિક સ્ત્રોતનો વપરાશ સમગ્ર માનવસૃષ્ટીના જીવનચક્ર માટે પણ ફાયદાકારક છે. આ હેતુસર , ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જીએસએમએસ) ખાતે ઈનોવેશન એન્ટરપ્રિન્યોરશિપમાં અભ્યાસ કરતાં અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયા નામના વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કર્યું છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, પુન:અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતોનો વપરાશ મહદઅંશે થાય. આગામી ભાવી પેઢી માટે સૌરઉર્જા અને વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધારવા માટે આ પ્રકારના ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ખૂબ જ ઉપયોગી નિવડશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીએસએમએસના ડાયરેક્ટર ડૉ. પંકજરાય પટેલે વિદ્યાર્થીઓને સંશોધન બદલ અભિનંદન પાઠવ્યા હતાં. એર્કી મોટર્સના સ્ટાર્ટઅપકર્તા અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયાએ જણાવ્યું હતું કે, જનસામાન્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને અમે પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કર્યું છે. છેલ્લા 6 વર્ષથી અમારા દ્વારા રીસર્ચ કરવામાં આવી રહ્યું હતું, જે આટલાં વર્ષો બાદ સફળ થયું છે. દરેક વ્યક્તિને આર્થિક રીતે પરવડી શકે અને પ્રદૂષણ રહીત આ ઈલેક્ટ્રીક બાઈકનું રૂપાંતરણ કોઈ પણ પેટ્રોલ બાઈકમાંથી 3 કે 4 દિવસના સમયમાં 15 થી 20 હજારના ખર્ચમાં કરાવી શકાય છે. જેમાં 4 લેટએસિડ અને લિથિયમની 2 કુલ મળીને 6 બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 90 મીનીટના સમયગાળામાં ફૂલ ચાર્જીંગ કરેલ બેટરીથી 0.25 પૈસા / કિમીની એવરેઝથી 80 કિમી સુધીની મુસાફરી કરી શકાય છે. જેનો ખર્ચ માત્ર 2 યુનિટ લાઈટ બિલના 12 થી 20 રૂપિયા જેટલો થાય છે. આ બેટરી 2000 વખત ચાર્જીંગ કરી શકાય છે. વધુમાં જણાવતાં તેઓએ કહ્યું હતું કે, પેટ્રોલથી સંચાલિત બાઈકમાં પ્રતિ કિમી 500 ગ્રામ કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડનું ઉત્સર્જન થતું હોય છે. જ્યારે 10 થી 12 ડેસીબલની માત્રામાં ધ્વની પ્રદૂષણ ફેલાય છે. જ્યારે ઈલેક્ટ્રીક કન્વર્ઝન બાઈકમાં હવાનું પ્રદૂષણ થતું નથી , માત્ર 3 થી 6 ડેસીબલની માત્રામાં જ અવાજ થતો હોવાથી 70% થી પણ ઓછી માત્રામાં ધ્વની પ્રદૂષણ થતું જોવા મળે છે. કેટલાક ઉપકરણોનો વપરાશ ના હોવાને કારણે બાઈકમાંથી તેને દૂર કરવામાં આવે છે. પરતું બાઈકનું બેલેન્સ પણ જળવાઈ રહે તે હેતુસર , તેનું વજન અન્ય બાઈકની સમકક્ષ જ 100 થી 150 કિલોગ્રામ રાખવામાં આવે છે. ગેરલેસ ઈલેક્ટ્રીક બાઈક 60 થી 120 કિમી / કલાકની ઝડપ ધરાવે છે. આગામી સમયમાં ટ્રેક્ટર , રીક્ષા , ઈલેક્ટ્રીક સાઈકલ અને કાર પણ વિકસાવવા માટેના રીસર્ચ ચાલુ છે. હાલની તારીખમાં દરેક ઓટોમોબાઈલ્સ કંપનીની તમામ પ્રકારની બાઈકની કન્વર્ઝન ડિઝાઈન તૈયાર કરવામાં આવેલ છે.

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here