Saturday, May 18, 2024
HomeGujaratગુજરાતની અત્યંત શોકિંગ ઘટના, 9 વર્ષની બાળકીએ આત્મહત્યા કરી, પરિવાર તેને રોજ...

ગુજરાતની અત્યંત શોકિંગ ઘટના, 9 વર્ષની બાળકીએ આત્મહત્યા કરી, પરિવાર તેને રોજ મારતો હતો

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

સાબરકાંઠા :ગુજરાતમાં બાળકો અને યુવાનોના આપઘાતની ઘટનામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આપઘાત ની વધતી ઘટનાઓ માતા-પિતા માટે લાલબતી સમાન છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં 9 વર્ષની બાળકી અગમ્ય કારણોસર ઘરમાં જ ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. તો સુરતમાં અભ્યાસ છોડી રત્નકલાકાર 17 વર્ષીય કિશોરે ફાંસો ખાઈને આપઘાત કર્યો. જ્યારે રાજકોટમાં નિવૃત SRT મેનનો પુત્ર અને BRTS બસ સ્ટેન્ડમાં કામ કરતા 21 વર્ષના યુવાને આપઘાત કર્યો. યુવરાસિહ ચૂડાસમાએ પિતાની રિવોલ્વરથી માથાના ભાગે ફાયરિંગ કરી આપઘાત કર્યો. પરંતુ સવાલ એ થાય છે આખરે કેમ બાળકો અને યુવાનો આપઘાત કરવા મજબૂર બની રહ્યા છે. કેમ આપઘાતની ઘટના માં વધારો થઈ રહ્યો છે. આવી ઘટાનોએને રોકવા માટે માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જેમાં માતા-પિતાએ બાળકો પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને બાળકોને મુંઝવતા પ્રશ્નો હલ કરવા જોઈએ. સાથે ટેક્નોલોજીન દૂરઉપયોગથી બાળકોને દૂર  રાખવા જોઈએ. તો માનસિકતા પર અસર કરે તેવા કામોથી બાળકોને દૂર રાખવા જોઈએ. રોજિંદા કાર્યોમાં બાળકોને પડતી મુશ્કેલીનું માતા-પિતાએ નિરાકરણ લાવવું જોઈએ. ભણતર માટે બાળકો પર વધુ પડતું દબાણ ના કરવું જોઈએ. સાથે અવળા રસ્તે બાળક જાય તો માતા-પિતાએ વાતચીત કરી તેને સમજાવવું જોઈએ. સાથે આવી ઘટનાઓને રોકવા માટે માતા-પિતાએ વધુમાં વધુ સમય બાળકો સાથે વિતાવવો જોઈએ..

હિમતનગરમાં નવ વર્ષની બાળકી ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટના બની છે. શહેરના પાંચ બત્તી વિસ્તારમાં હરસોલિયાના ડેલામાં ભાડાના ઘરમાં રહેતા એક પરિવારની બાળકીએ ગળે ફાંસો ખાતા મોત નિપજ્યુ છે. મોડી સાંજના ઘરમાં બાળકીએ ઘરની જાળી સાથે રૂમાલ વડે ગળે ફાંસો ખાધો હતો. જોકે, નાનકડી બાળકીએ કયા કારણોસર આવુ કર્યું તે કારણ હજી સામે આવ્યુ નથી. સમગ્ર ગુજરાત માટે આ બનાવ અત્યંત ચોકાવનારો છે. બી-ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જોકે, પોલીસે આત્મહત્યા કે હત્યાને લઈને તપાસ હાથ ધરી છે. બાળકીની આત્મહત્યાની ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસે એફ.એસ.એલ. સાથે પહોંચીને તપાસ હાથ ધરી છે. બાળકીના મૃતદેહનું પેનલથી હિંમતનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયુ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, આ પરિવાર તેની બાળકીને દરરોજ મારતો હતો. પરિવારમાં પતિ પત્નીના રોજ ઝઘડા થતા હતા. પરિવારમાં એક નવ વર્ષની બાળકી અને બે બાળક છે. જેમાં એક દિવ્યાંગ બાળક છે. બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કારણ સાચું બહાર આવશે. સાબરકાંઠાના હિમતનગરમાં નવ વર્ષની બાળકીએ ઘરમાં ફાસો ખાઈ આત્મહત્યા કરવાના અને બાળકોમાં પણ વધી રહેલા આત્મહત્યાના બનાવ અંગે બાળ વિકાસ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ કહ્યું કે, બાળકોમાં વધતા આત્મહત્યાના બનાવ રોકવા માટે સમાજની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આજના સમયમાં માતા-પિતા બાળકો સાથે સંવાદ કરે એ જરૂરી છે. બાળકોને માતા-પિતા સમય આપે, એમની સાથે વાત કરે તો આવી સમસ્યાઓથી બચી શકાશે. બાળ વિકાસ આયોગ, રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત બાળકો માટે જુદા જુદા કાર્યક્રમો ચલાવી રહી છે.તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાનો ઉપયોગ જે રીતે વધ્યો છે, ત્યારે એના ફાયદા તેમજ ગેરફાયદા અંગે સમજવું પડશે. ઓનલાઈન શિક્ષણ આપણી મજબૂરી બની છે, પરંતુ આ મોબાઈલ અને સોશિયલ મીડિયા થકી બાળકો આ પ્રકારના દ્રશ્યો જુવે છે અને શીખે છે. બળકો સાથે વાતચીત કરવાથી, એમને સમય આપવાથી, તેમજ એમની જરૂરિયાત સમજીશું તો આવી ઘટનાઓ ટાળી શકાશે. 

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here