BCCIએ ઇંગ્લેન્ડ સામેની બાકી ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી

0
8
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીના રોજ રમાનાર છે
જો રાહુલ-જાડેજા ફિટ ન થાય અને બુમરાહને મળે બ્રેક તો ત્રીજી ટેસ્ટમાં આવી હશે ભારતની પ્લેઈંગ-11

નવી દિલ્હી: વિરાટ કોહલી બાકીની ત્રણ ટેસ્ટ મેચથી પણ બહાર થઇ થયો છે. તે અંગત કારણોસર આ સીરિઝમાં ભારતીય ટીમનો ભાગ બની શક્યો નહીં. જો કે કે.એલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની ટીમમાં વાપસી થઇ છે. આ ઉપરાંત શ્રેયસ અય્યર સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. અગાઉ અહેવાલો સામે આવ્યા હતા કે જસપ્રીત બુમરાહને ત્રીજી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવી શકે છે. જયારે રાહુલ અને જાડેજા મેચ માટે ફિટ છે તેની પુષ્ટિ થઇ નથી. આવી સ્થિતિમાં આ ત્રણેય ખેલાડી ત્રીજી ટેસ્ટ મેચ નહીં રમે તો ભારતીય ટીમના પ્લેઇંગ-11માં  મોટા ફેરફાર થઇ શકે છે.જો કે.એલ રાહુલ ત્રીજી ટેસ્ટ મેચ પહેલા સંપૂર્ણ રીતે ફિટ નહીં થાય તો સરફરાઝ ખાનનું ડેબ્યૂ નિશ્ચિત થઈ જશે. આવી સ્થિતિમાં રજત પાટીદાર ચોથા નંબરે અને સરફરાઝ પાંચમા નંબરે રમી શકે છે. રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલનું ટોપ ત્રણમાં રમવાનું નિશ્ચિત છે.અક્ષર પટેલ છટ્ઠા અને વિકેટકીપર કે.એસ ભરત સાતમા નંબરે રમી શકે છે. જયારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જસપ્રીત બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજને પ્લેઇંગ-11માં સામેલ કરી શકાય છે. આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવનું રમવું નિશ્ચિત છે.