Saturday, March 14, 2026
Homenationalકોરોનાની સારવાર માટે સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ, આવઇરમેક્ટિન સહિત અનેક દવાઓ બંધ

કોરોનાની સારવાર માટે સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ, આવઇરમેક્ટિન સહિત અનેક દવાઓ બંધ

Date:

spot_img

Related stories

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં વિશ્વ કિડની દિવસ નિમિત્તે જાગૃતિ...

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને મંડળ...

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો...

GSP ક્રોપ સાયન્સ લિમિટેડનો IPO સોમવાર, 16 માર્ચ, 2026...

ગુજરાત સ્થિત GSP ક્રોપ સાયન્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક...

વિદેશમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ બદલાયો છે: “બ્રાન્ડની...

ભારતીય વિદ્યાર્થીઓ તેમના વૈશ્વિક શિક્ષણ વિકલ્પોને વિસ્તારી રહ્યા છે...

ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા ટાટા પાવર અને...

ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓમાંની એક, ટાટા પાવરે...
spot_img

સ્વાસ્થ્ય મંત્રાલયની સંશોધિત ગાઇડલાઇન્સમાં ડૉક્ટરોને દર્દીના બિનજરુરી ટેસ્ટ બંધ કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે

નવી દિલ્હી. ભારતમાં હવે કોરોના વાયરસ સંક્રમણ ના નવા કેસ સતત ઓછા નોંધાઈ રહ્યા છે. મે મહિનામાં જ્યાં રોજ 4 લાખની આસપાસ નવા કેસ સામે આવી રહ્યા હતા, ત્યારે હવે આ સંખ્યા ઘટીને એક લાખની આસપાસ પહોંચી ગઈ છે. એવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડાયરેક્ટરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસએ લક્ષણ વગરના કે હળવા લક્ષણવાળા કોરોના દર્દીઓની સારવાર માટે સંશોધિત ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તેમાં એન્ટીપાઇરેટિક અને એન્ટીટ્યૂસિવને બાદ કરતાં તમામ દવાઓને હટાવી દેવામાં આવી છેસ્વાસ્થ્ય મંત્રાલય તરફથી 27 મેના રોજ જાહેર કરવામાં આવેલી સંશોધિત ગાઇડલાઇન્સ મુજબ લક્ષણ વગરના કે હળવા લક્ષણવાળા દર્દીઓની સારવાર માટે ડૉક્ટરો તરફથી આપવામાં આવતી હાઇડ્રોક્સીક્લોરોક્વીન, આઇવરમેક્ટિન, ડોક્સીસાઇક્લિન, ઝિંક, મલ્ટીવિટામીન અને અન્ય દવાઓને બંધ કરી દેવામાં આવી છે. હવે તેમને માત્ર તાવ માટે એન્ટીપાઇરેટીક અને શરદીના લક્ષણ માટે એન્ટીટ્યૂસિવ જ આપવામાં આવશે.ગાઇડલાઇન્સમાં ડૉક્ટરોને દર્દીને બિનજરુરી ટેસ્ટ બંધ કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેમાં સીટી સ્કેન પણ સામેલ છે. કોરોનાથી બચવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસ માસ્ક અને હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે. સાથોસાથ જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો તેના ફોન પર કન્સલટેશન લેવા અને પૌષ્ટિક આહાર ખાવાની પણ સલાહ આપવામાં આવી છે. ગાઇડલાઇન્સમાં કોરોના દર્દીઓ અને તેમના પરિજનોને એક-બીજા સાથે ફોન કે વીડિયો કોલના માધ્યમથી સકારાત્મક વાતો કરવા અને એક-બીજા સાથે જોડાયેલા રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લક્ષણ વગરના દર્દી છે તેમને કોઈ દવા ન આપવી, તેમાં શરત એટલી છે કે તેઓ બીજી કોઈ બીમારીથી પીડિત ન હોવા જોઈએ. બીજી તરફ હળવા લક્ષણ ધરાવતા દર્દી છે તેમને જાતે જ શ્વાસ લેવામાં તકલીફ, ઓક્સિજન લેવલ મોનિટર કરવા માટે કહેવામાં આવે.

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં વિશ્વ કિડની દિવસ નિમિત્તે જાગૃતિ...

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને મંડળ...

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો...

GSP ક્રોપ સાયન્સ લિમિટેડનો IPO સોમવાર, 16 માર્ચ, 2026...

ગુજરાત સ્થિત GSP ક્રોપ સાયન્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક...

વિદેશમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ બદલાયો છે: “બ્રાન્ડની...

ભારતીય વિદ્યાર્થીઓ તેમના વૈશ્વિક શિક્ષણ વિકલ્પોને વિસ્તારી રહ્યા છે...

ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા ટાટા પાવર અને...

ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓમાંની એક, ટાટા પાવરે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here