
ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ (હાયફન ફૂડ્સની એગ્રી-બિઝનેસ યુનિટ) એ ફાયલો સાથે ભાગીદારી કરી છે, જેખેતીમાં એઆઈ અનેIoTઆધારિતપ્રિસીજનખેતીનેઆગળવધારશે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ છે કે ગુજરાતના વિવિધ માઇક્રો પોકેટ્સ અને મહત્વના બટાકા વાવેતર વિસ્તારોમાં ડેટા આધારિત ખેતીના નિર્ણયોને વ્યાપક રીતે અમલમાં લાવવામાં આવે કારણ કે એક જ પ્રકારની સલાહ દરેક ખેડૂતના ખેતર માટે યોગ્ય હોય એવું શક્ય નથી. શ્રીસુધાંશુરાય, ફાઈલોના સહ-સંસ્થાપક કહેછે: “આ મોડેલ સાબિત કરે છે કે પ્રિસીજન ફાર્મિંગ હવે માત્ર સપનાની વાત નથી તે હવે જરૂરિયાત છે. હવે ખેડૂત માત્ર અપનાવી નથી રહ્યા, તેઓ હવે ટેક્નોલોજી પર વિશ્વાસ પણ મૂકવા લાગ્યા છે,” હાઈફાર્મના સીઈઓ શ્રી સાઉંદરરાજન કહે છે: “હવે બધાને એકસરખી નહીં, પણ દરેક ખેતર મુજબ અલગઅલગ સલાહ આપતી ટેક્નોલોજી ખેડૂતો સુધી પહોંચી રહી છે. જેની મદદથી ઉચ્ચ ગુણવત્તાવાળા બટાકાની સતત સપ્લાય શક્ય બની રહી છે.” આભાગીદારી એ અંદાજ આધારિત ખેતીમાંથી ડેટા આધારિત સ્માર્ટ ખેતી તરફનો મહત્વપૂર્ણ પરિવર્તન છે.જે ખેડૂતોને વધુ ઉપજ, ઓછી જોખમ અને ખર્ચમાં ઘટાડો લાવવામાં સક્ષમ બનાવે છે. આ પહેલનું પ્રારંભિક અમલ ઉત્તર ગુજરાતના 200+ ખેતરોમાં થયું છે .જે પ્રોસેસિંગ ગુણવત્તાવાળા બટાકા માટે જાણીતું હબ છે. ફાયલોના બે IoTડિવાઇસ કાયરો અને નેરો સ્થાપિત કરવામાં આવ્યા હતા.આ બંને ઉપકરણો 12થી વધુ મહત્વના પરિબળો પર નજર રાખે છે .જેમ કે માટીનો ભેજ, ઇક્રોક્લાઈમેટ અને રોગજ્ન્ય જોખમ જેના આધારે દરેક ખેડૂતને ખેતરની વિશિષ્ટ જરૂરિયાત મુજબ સમયસર વ્યક્તિગત સલાહ આપવામાં શક્ય બને છે. હાયફન ગ્રુપના એમડી અને ગ્રુપ સીઈઓ શ્રી હરેશ કરમચંદાણી જણાવે છે:“છેલ્લા કેટલાંક વર્ષોથી અમે અમારા સંકલિત ખેડૂત મિત્રો માટે ખેતી સરળ બને અને વધુ અસરકારક બને તે માટે અમારું પ્લેટફોર્મ ટેકનોલોજીના અનેક ઉકેલો સાથે મજબૂત બનાવ્યું છે. હાઈફાર્મની ઍગ્રોનોમિક એક્સપર્ટીઝ અને ફાયલોની ટેક્નોલોજી સાથે મળીને હવે ખેતીમાં સ્થાનીક સ્તરે સ્પષ્ટ અને નિયંત્રિત બદલાવ લાવી રહ્યા છે.” હાલમાં પૂરી થયેલ રવિ સિઝનમાં આ ભાગીદારીના દ્વારા ડેટા આધારિત સહયોગના ચોક્કસ પરિણામો સામે આવ્યા છે .જે દર્શાવે છે કે પ્રિસીજન ખેતીને આર્થિક રીતે વધુ અસરકારક અને ટકાઉ બનાવવા માટે એક શક્તિશાળી માર્ગ છે.