ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગે ત્રણ અધિકારીઓની ફેરબદલ કરી છે. સ્પેશિયલ સ્ટેટ ટેક્સ કમિશનર અને વર્ષ 1998ની બેચના આઇઆરએસ અધિકારી સમીર વકીલનો ટેન્યોર પૂર્ણ થતાં તેમને પેરેન્ટ કેડરમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે.પાંચ વર્ષથી રાજ્ય જીએસટી કચેરીના વડા તરીકે કેન્દ્રના નેતાની મહેરબાનીથી કાર્યરત સમીર વકીલની જગ્યાએ નાણાં વિભાગના સચિવ (ઈકોનોમિક અફેર્સ) આરતી કંવરને ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. બીજી તરફ ચૂંટણી પંચના ડેપ્યુટેશન પૂર્ણ થતાં ગુજરાતના નિર્વાચન અધિકારી પી. ભારતીને સ્પેશિયલ સ્ટેટ ટેક્સ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના વેરા કમિશનર તરીકે પહેલીવાર ગુજરાતમાં આઈઆરએસ અધિકારી સમીર વકીલની નિયુક્તિ કરવામાં આવી હતી. તેમણે છ વર્ષ સુધી આ વિભાગમાં ફરજ બજાવી હતી. હવે તેમનું નવું પોસ્ટીંગ ભારત સરકાર કરશે. તે સ્ટેટ ટેક્સ વિભાગમાં સ્પેશિયલ કમિશનર અને ચીફ કમિશનર એમ બંને હોદ્દો ધરાવતા હતા. હવે રાજ્ય સરકારે ગુજરાત કેડરના આઈએએસ અધિકારીઓની આ સ્થાને મૂક્યા છે.