![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/13-2-1024x682.jpg)
એસોચેમ ગુજરાત કાઉન્સિલે જીઆર સ્કોલાસ્ટિકના સહયોગથી ગુજરાત એમએસએમઇ કોન્કલેવનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય એમએસએમઇની સંભાવનાઓને ઉજાગર કરવાનો છે. ગુજરાત એમએસએમઇ કોન્કલેવનો ઉદ્દેશ્ય પ્રમુખ ઇન્ડસ્ટ્રી લીડર્સ, નીતિ નિર્ધારકો, નિષ્ણાંતો, શિક્ષણવિદો અને બીજા હીતધારકોને એકજૂટ કરવાનો છે, જેથી એમએસએમઇ માટે મહત્વપૂર્ણ ફ્રેમવર્ક, ઉપલબ્ધ ટેકનીક, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, એમએસએમઇ માટે નાણાકીય સહાયતા તથા ઉત્પાદન અને એન્જિનિયરીંગના ક્ષેત્ર માટે વિશ્લેષણ માટે ચર્ચા-વિચારણા કરી શકાય.આ કાર્યક્રમાં સંબોધન કરતાં એમએસએમઇ ડીએફઓ-અમદાવાદના જોઇન્ટ ડાયરેક્ટર, આઇઇડીએસ, પી એન સોલંકીએ એમએસએમઇ માટે સંરક્ષણ ક્ષેત્રમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા ઉત્પાદન માટે રૂ. 30 કરોડ સુધીની સરકારની ગ્રાન્ટ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે એમએસએમઇ સેક્ટરમાં ડિફોલ્ટ ઘટાડવા માટે સમર્પિત તકરાર નિવારણ કાર્યપદ્ધતિ પણ હાઇલાઇટ કરી હતી, જે સરળ કાર્યકારી માળખું સુનિશ્ચિત કરે છે.એસોચેમ ગુજરાત કાઉન્સિલની એફપી કમિટીના ચેરમેન ધવલ રાવલે સ્વાગત પ્રવચન સાથે કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું, જેમાં તેમણે ગુજરાતના આર્થિક વિકાસમાં એમએસએમઇની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે રાજ્યમાં એમએસએમઇ ક્ષેત્રને મજબૂત બનાવવા અને તેને વધારવા માટે જરૂરી વ્યૂહાત્મક પહેલો વિશે વિગતવાર માહિતી આપી.સિડબી અમદાવાદના જનરલ મેનેજર શ્રી નરેશ બાબુતાએ ભાર મૂક્યો કે 90 ટકા એમએસએમઇ માઇક્રો સેક્ટર* સાથે સંબંધિત છે અને દેશના આર્થિક માળખામાં માઇક્રો-એન્ટરપ્રાઇઝના વિશાળ યોગદાનનો પુનરોચ્ચાર કર્યો.