મુંબઈથી ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ થતા મુસાફરોએ મુંબઈ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. એરલાઈન્સે ટેક્નિકલ કારણોસર ફ્લાઈટ રદ કરાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફલાઇટ રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.મળતી માહિતી અનુસાર, ટેક્નિકલ કારણોસર ફલાઇટ રદ થતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, તેમજ મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટ માટેની પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી મુસાફરોએ મુંબઈ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. નોંધનીય છે કે, અવાર નવાર મુંબઈથી ભુજ આવતી ફ્લાઇટ રદ થતી હોય છે અને મુસાફરોને પરેશાની થતી હોય છે. આ અઠવાડિયામાં ચોથી વખત મુંબઈથી ભુજ આવતી ફ્લાઈટ ટેક્નિકલ કારણોસર રદ કરાઈ છે.