![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/13-1-1024x681.jpg)
સુવિધાઓથી વંચિત સમુદાયોને ગુણવત્તાસભર શિક્ષણ અને હેલ્થકેર સર્વિસીઝ પૂરી પાડવામાં અગ્રેસર રહેલા જાણીતા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ પ્રશાંતિ બાલમંદિર ટ્રસ્ટે (પીબીટી) એનએસઈ-સોશિયલ સ્ટોક એક્સચેન્જ (એસએસઈ) પ્લેટફોર્મ પર ભારતના સૌથી મોટા ડ્રાફ્ટ ફંડ રેઇઝિંગ ડોક્યુમેન્ટ (ડીએફઆરડી) ફાઇલ કરીને ઇતિહાસ સર્જ્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ કર્ણાટકના ચિક્કબલ્લાપુરના મુદ્દેનાહાલ્લી ખાતેની આગામી 600 બેડ હોસ્પિટલમાં અત્યાધુનિક ઇમર્જન્સી અને ટ્રોમા કેર ઊભા કરવા માટે રૂ. 18 કરોડ એકત્રિત કરવાનો છે.આ માઇલસ્ટોન ફેબ્રુઆરી 2024માં એનએસઈના સોશિયલ સ્ટોક એક્સચેન્જમાં ટ્રસ્ટની નોંધણી સાથે હાંસલ થયો છે અને પારદર્શિતા, સુશાસન અને માનવતાવાદી પહેલને આગળ વધારવા માટે પીબીટીની અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ મહત્વપૂર્ણ આઈપીઓની જાહેરાત મંગળવારે, 11મી ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 11:30 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેન્જ, બીકેસી, મુંબઈ ખાતે થઈ હતી.આદરણીય માનવતાવાદી નેતા અને પ્રશાંતિ બાલમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મધુસુદન સાઈએ આ અનોખા સાહસ માટેનું પોતાનું વિઝન રજૂ કરતા જણાવ્યું હતુ કે “આપણે બધાએ સાથે આવીને કામ કરવું પડશે જેને હું ‘સરકાર, સમાજ અને સંસ્થા’ મોડલ અથવા 3S ફોર્મ્યુલા કહું છું. આનો અર્થ એ છે કે નીતિ ઘડનારાઓએ યોગ્ય નીતિઓ બનાવવી જોઈએ, સમાજે સંસાધનો પ્રદાન કરવા જોઈએ, અને સખાવતી સંસ્થાઓએ સામાજિક કલ્યાણ યોજનાઓ અમલમાં મૂકવી જોઈએ. સોશિયલ સ્ટોક એક્સચેન્જનો આ વિચાર આ ત્રણેય તત્વો – સરકાર, સમાજ અને સ્વતંત્ર સંસ્થાઓ-એક સામાન્ય હેતુ માટે એકસાથે આવે છે.શ્રી મધુસૂદન સાઈના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વે મફત આરોગ્યસંભાળ, પોષણ અને શિક્ષણ દ્વારા ન કેવળ 80 દેશોમાં લાખો લોકોના જીવનને જ પ્રભાવિત કર્યું છે પરંતુ કરુણા સાથે માનવતાની સેવા કરવા માટે સમર્પિત વૈશ્વિક સમુદાયને પણ પ્રેરણા આપી છે. તેમના પ્રયાસોએ તેમને સમુદાયની સેવા સાથે આધ્યાત્મિકતાને એકીકૃત કરવા માટે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે.એસએસઈ દ્વારા એકત્ર કરાયેલ ફંડનો પીબીટીની નવી 600-બેડની હોસ્પિટલની અંદર મહત્વપૂર્ણ ઇમરજન્સી અને ટ્રોમા કેર વિંગની સ્થાપના માટે ઉપયોગ કરવામાં આવશે. આ હોસ્પિટલ શ્રી મધુસુદન સાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (એસએમએસઆઈએમએસઆર) હેઠળની બીજી શિક્ષણ હોસ્પિટલ હશે અને એમબીબીએસ, અનુસ્નાતક અભ્યાસ, સુપર-સ્પેશિયાલિટી અભ્યાસક્રમો અને અલાઇડ હેલ્થ સાયન્સિસ જેવા વિષયોમાં મફતમાં તબીબી શિક્ષણ પ્રદાન કરશે. આ પહેલ ગ્રામીણ ભારતમાં હેલ્થકેર ડિલિવરીને વધુ મજબૂત બનાવે છે અને તબીબી વ્યવસાયિકોની આગામી પેઢીને અછતગ્રસ્ત વિસ્તારોમાં સેવા માટે પ્રતિબદ્ધ બનાવે છે.