ભારતની અગ્રણી ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ટાટા પાવર ઇઝી ચાર્જ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં કેન્દ્રસ્થાને રહી હતી જેણે વિવિધ ગ્રાહક વર્ગમાં તેના વ્યાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક અને વિવિધ ઓફરિંગ્સ રજૂ કરી હતી.આ ઇવેન્ટમાં ટાટા પાવર ઇઝી ચાર્જે ટેક્નોલોજીકલ ઇનોવેશન, ગ્રીન એનર્જી ઇન્ટિગ્રેશન અને વ્યૂહાત્મક નેટવર્ક વિસ્તરણનું મિશ્રણ કરતા બહુમુખી અભિગમ દ્વારા ભારતમાં સરળ રીતે ઇવી અપનાવવાનું સુનિશ્ચિત કરતી અદ્વિતીય પ્રતિબદ્ધતા દર્શાવી હતી. કંપનીના ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ મહત્વના શહેરી સ્થળો, રેસિડેન્શિયલ સોસાયટી, હાઇવે, કોમર્શિયલ હબ અને અન્ય વિસ્તારોમા ફેલાયેલા મજબૂત અને વ્યાપક ચાર્જિંગ નેટવર્ક ઓફર કરીને રેન્જની ચિંતાઓ દૂર કરવા માટે સમર્પિત છે.કંપનીએ પેસેન્જર કાર, બસ, ટ્રક, ફ્લીટ્સ અને અન્યને આવરી લેતા વિવિધ સેગમેન્ટ્સમાં તેની ઓફરિંગ્સ દર્શાવી હતી.ઇવેન્ટમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેલી કંપનીની ઇઝી ચાર્જ મોબાઇલ એપ યુઝર્સને રિયલ ટાઇમ અપડેટ્સ આપે છે અને તેમને ચાર્જર્સ શોધવા, ઉપલબ્ધતા ચકાસવા અને સરળ રીતે ચાર્જિંગ સેશન્સ મેનેજ કરવા સક્ષમ બનાવે છે. ઇવી માલિકોમાં રેન્જને લગતી ચિંતા દૂર કરવા માટેનું આ મહત્વપૂર્ણ પગલું છે.કંપની ભારતમાં ઇવી માલિકોને આરએફઆઈડી એનેબલ્ડ કાર્ડ્સ પણ ઓફર કરે છે. ટાટા પાવર ઇઝી ચાર્જ એનેબલ્ડ આરએફઆઈડી કાર્ડ્સ કોઈપણ ટાટા પાવર ચાર્જિંગ આઉટલેટ્સ પર ચાર્જિંગને સરળ બનાવી શકે છે અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા ચાર્જિંગ સેશન લોન્ચ કરવાની જરૂરિયાત દૂર કરે છે. આરએફઆઈડી કાર્ડ કોઈપણ બ્રાન્ડના કોઈપણ ઇવી માલિક દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે.સ્ટોલમાં રિન્યૂએબલ એનર્જીના યુટિલાઇઝેશન પર ભાર મૂકતા નવીનતમ સોલર પાવર્ડ ચાર્જર્સ અને એડવાન્સ્ડ ચાર્જિંગ સોલ્યુશન્સ રજૂ કરવામાં આવ્યા હતા. ફાસ્ટ-ચાર્જિંગ સોલ્યુશન્સ અને એઆઈ સંચાલિત મોનિટરિંગ સિસ્ટમ્સ જેવા અભૂતપૂર્વ ઇનોવેશન્સની સાથે આ ચાર્જર્સના વર્કિંગ પ્રોટોટાઇપ્સે ઇવી ચાર્જિંગ ટેક્નોલોજીની સીમાઓ ઓળંગવાની ટાટા પાવરની ક્ષમતા દર્શાવી હતી.
ટાટા પાવરનું વિસ્તૃત ઇવી ચાર્જિંગ નેટવર્ક હવે 550 શહેરો અને નગરોમાં 5,500 પબ્લિક ચાર્જર્સ ધરાવે છે, જે 1,20,000થી વધુ હોમ ચાર્જર અને 1,100 બસ ચાર્જિંગ પોઈન્ટ્સ દ્વારા પૂરક છે. ભારતના 550થી વધુ નેશનલ હાઇવે અને મુખ્ય મેટ્રો, બિઝનેસ હબ અને રોડ ટ્રાવેલર્સ જેનો નિયમિતપણે ઉપયોગ કરે છે તેવા દિલ્હી-ચંદીગઢ, બેંગલુરુ-ચેન્નાઈ, કોલકાતા-ભુવનેશ્વર, મુંબઈ- ગોવા, ગુવાહાટી-શિલોંગ જેવા પ્રવાસન તથા ધાર્મિક સ્થળોને જોડતા મુખ્ય માર્ગો સાથે વ્યૂહાત્મક રીતે સ્થાપિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કંપની ઇવી માલિકો માટે લાંબા અંતરની સરળ મુસાફરી સુનિશ્ચિત કરે છે.આ વ્યાપક નેટવર્ક રેન્જની ચિંતા ઘટાડવામાં અને શહેરી, ગ્રામીણ અને હાઇવે સ્થાનો પર ઇવી અપનાવવાને સક્ષમ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમારા વ્યાપક ચાર્જિંગ નેટવર્કે 165 મિલિયન ગ્રીન કિલોમીટરથી વધુની સુવિધા આપી છે, જે સ્વચ્છ, હરિયાળા ભવિષ્ય તરફ આગળ વધી રહી છે.તેના ટકાઉપણાના પ્રયાસોના ભાગરૂપે, ટાટા પાવરે પરંપરાગત ઊર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડવા અને સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે તેની પ્રતિબદ્ધતાને આગળ વધારતા, સૌર-સંકલિત ઉકેલો સહિત ગ્રીન એનર્જી સંચાલિત ચાર્જર્સ રજૂ કર્યા છે. આ ચાર્જર્સ કાર્યક્ષમ, ઇકો-ફ્રેન્ડલી સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે ટકાઉ ઇ-મોબિલિટીમાં અગ્રણી તરીકે ટાટા પાવરની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. કંપની પાસે દેશભરમાં 1000 થી વધુ ગ્રીન પાવર્ડ ચાર્જર્સ છે.ઇવી અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા માટે, ટાટા પાવર ઇઝી ચાર્જે ટાટા મોટર્સ, જગુઆર લેન્ડ રોવર વગેરે જેવા તમામ અગ્રણી ઓઈએમ સાથે ભાગીદારી કરી છે જેના પરિણામે દેશભરમાં 5500થી વધુ સાર્વજનિક / અર્ધ-સાર્વજનિક ચાર્જિંગ પોઈન્ટ્સ સ્થાપિત થયા છે. આ સહયોગ ઇવી મોડલ્સની વિશાળ શ્રેણી માટે સુસંગતતા અને સગવડતા સુનિશ્ચિત કરે છે, જે વિવિધ યુઝર્સની જરૂરિયાતોને પૂરી કરે છે. મુંબઈમાં ટાટા પાવરનું અત્યાધુનિક નેટવર્ક ઓપરેશન સેન્ટર (એનઓસી) આ વિશાળ નેટવર્કને રિયલ ટાઇમમાં મોનિટર કરે છે તથા શ્રેષ્ઠ કામગીરી અને ટેકનિકલ સમસ્યાઓના ઝડપી નિરાકરણની ખાતરી આપે છે, જેનાથી સરળ અને વિશ્વસનીય ચાર્જિંગ અનુભવ મળે છે.આગળ જતાં, ટાટા પાવર આગામી પાંચ વર્ષમાં મુખ્ય હાઇવે પર હાઇ-સ્પીડ ચાર્જર ઇન્સ્ટોલ કરીને તેના ઇવી ચાર્જિંગ હાજરીને નોંધપાત્ર રીતે વિસ્તારવાની યોજના ધરાવે છે. આ વૃદ્ધિ વ્યૂહરચના મુખ્ય મેટ્રોપોલિટન વિસ્તારો, સુવિધાઓથી વંચિત ગ્રામીણ વિસ્તારો અને વધુ ટ્રાફિક ધરાવતા પ્રવાસન સ્થળોમાં સુલભતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ઇવીની વધતી જતી માંગ અને ટકાઉ પરિવહન માટે ભારત સરકારના વિઝનને અનુરૂપ છે.