Saturday, March 14, 2026
HomenationalTwitter Map Controversy: ભારતનો ખોટો નક્શો દર્શાવવા મામલે ટ્વીટરના MD મનીષ માહેશ્વરી...

Twitter Map Controversy: ભારતનો ખોટો નક્શો દર્શાવવા મામલે ટ્વીટરના MD મનીષ માહેશ્વરી વિરુદ્ધ કેસ નોંધાયો

Date:

spot_img

Related stories

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં વિશ્વ કિડની દિવસ નિમિત્તે જાગૃતિ...

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને મંડળ...

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો...

GSP ક્રોપ સાયન્સ લિમિટેડનો IPO સોમવાર, 16 માર્ચ, 2026...

ગુજરાત સ્થિત GSP ક્રોપ સાયન્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક...

વિદેશમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ બદલાયો છે: “બ્રાન્ડની...

ભારતીય વિદ્યાર્થીઓ તેમના વૈશ્વિક શિક્ષણ વિકલ્પોને વિસ્તારી રહ્યા છે...

ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા ટાટા પાવર અને...

ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓમાંની એક, ટાટા પાવરે...
spot_img

જમ્મુ-કાશ્મીર અને લદાખને અલગ દેશ તરીકે દર્શાવતા દેશવાસીઓએ ટ્વીટર પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી, જાણો શું છે સમગ્ર વિવાદ

નવી દિલ્હી. સોશિયલ મીડિયા કંપની ટ્વીટર એ સાત મહિનામાં બીજી વાર સોમવારે પોતાની વેબસાઇટ પર ભારતનો ખોટો નક્શો પ્રદર્શિત કર્યો. ત્યારબાદ સોશિયલ મીડિયા (Social Media) પર ટ્વીટરને બેન કરવાની માંગ ઊભી થવા લાગી. ઘણા વિરોધ બાદ કંપનીએ વેબસાઇટ પરથી નક્શો હટી જશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ સ્થિત બુલંદશહરમાં ટ્વીટરના એમડી મનીષ માહેશ્વરી ની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.મળતી જાણકારી મુજબ, બુલંદશહરમાં બજરંગ દળના એક નેતાની ફરિયાદ પર ટ્વીટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ માહેશ્વરીની વિરુદ્ધ વેબસાઇટ પર ભારતનો ખોટો નક્શો દર્શાવવા માટે આઇપીસીની કલમ 505 (2) અને આઇટી (સંશોધન) અધિનિયમ 2008ની કલમ 74 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આઇટી સંબંધી નવા નિયમોના પાલનને લઈ ભારત સરકારની સાથે ચાલી રહેલા ગતિરોધની વચ્ચે ટ્વીટરની વેબસાઇટ પર ભારતનો ખોટો નક્શો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં જમ્મુ-કાશ્મીર અને લદાખને એક અલગ દેશ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ટ્વીટર વેબસાઇટ પર કરિયર સેક્શનમાં ટ્વીપ લાઇફ શીર્ષક હેઠળ આ સ્પષ્ટ ગડબડ જોવા મળી હતી. તેને લઈને  દેશવાસીઓએ જોરદાર વિરોધ વ્યક્ત કર્યો અને માઇક્રોબ્લોગિંગ મંચની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી. આ પહેલો પ્રસંગ નથી જ્યારે ટ્વીટરે ભારતના નક્શાને ખોટી રીતે રજૂ કર્યો હોય. આ પહેલા તેણે લેહને ચીનનો હિસ્સો દર્શાવ્યો હતો. ટ્વીટર બેનનું હેશટેગ લગભગ 17,000 ટ્વીટની સાથે ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું. વધતા વિરોધની વચ્ચે સોમવાર સાંજે ટ્વીટરને ખોટા નક્શાને હટાવી દીધો. સૂત્રોએ જણાવ્યું કે સરકાર આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. તેમણે કહ્યું કે ટ્વીટરની વેબસાઇટ પર ખોટો નક્શો દર્શાવવામાં આવ્યો તેથી તેઓ આ મામલામાં મધ્યસ્થ નથી અને આ સામગ્રી માટે તેઓ જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સોશિયલ મીડિયાના નવા નિયમ 25 મેથી લાગુ થઈ ગયા છે. ટ્વીટરે વધારાના સમયગાળાને સમાપ્ત થયા બાદ પણ જરૂરી અધિકારીઓની નિયુક્તિ નથી કરી જેના કારણે તેણે ભારતમાં મધ્યસ્થ ડિજિટલ મંચોને ‘સંરક્ષણની જોગવાઈ’ના માધ્યમથી મળનારી છૂટના અધિકારને ગુમાવી દીધો છે.

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં વિશ્વ કિડની દિવસ નિમિત્તે જાગૃતિ...

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને મંડળ...

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો...

GSP ક્રોપ સાયન્સ લિમિટેડનો IPO સોમવાર, 16 માર્ચ, 2026...

ગુજરાત સ્થિત GSP ક્રોપ સાયન્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક...

વિદેશમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ બદલાયો છે: “બ્રાન્ડની...

ભારતીય વિદ્યાર્થીઓ તેમના વૈશ્વિક શિક્ષણ વિકલ્પોને વિસ્તારી રહ્યા છે...

ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા ટાટા પાવર અને...

ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓમાંની એક, ટાટા પાવરે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here