Saturday, March 7, 2026
HomeGujaratસુરત સહીત રાજ્યના બે એરપોર્ટનું ખાનગીકરણ થશે , સુવિધામાં વધારો

સુરત સહીત રાજ્યના બે એરપોર્ટનું ખાનગીકરણ થશે , સુવિધામાં વધારો

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

દેશના એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની કેન્દ્ર સરકારની કવાયતની અસર આવનારા દિવસોમાં સુરતમાં પણ જોવા મળશે. વર્ષ 2025 સુધી દેશના 25 જેટલા એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ યાદીમાં સુરત સહીત બે એરપોર્ટ ગુજરાતના છે. જેમાં સુરત શહેરને વર્ષ 2023માં તો વડોદરા એરપોર્ટને વર્ષ 2024ની પ્લાનિંગમાં રાખવામાં આવ્યું છે. સુરત અને વડોદરા એરપોર્ટનું ખાનગીકરણ થવાથી મુસાફરોને મળતી સુવિધામાં પણ વધારો થશે એ નક્કી છે.સુરત સહીત બીજા બે એરપોર્ટ ખાનગી કંપની પાસે જવાથી મુસાફરોની સુવિધામાં વધારો થશે. એટલું જ નહીં ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનૅશનલ કનેક્ટીવીટીના નવા વિકલ્પો ખૂલવાની સંભાવના છે. દુબઈની કનેક્ટિવિટી વધારવાની માગ પણ પૂર્ણ થઇ શકે છે. એરપોર્ટ લાઉન્જ અને બીજી સુવિધાઓના દરમાં વધારો થવાની પણ સંભાવના છે. જોકે સાથે સાથે ભાડાના દરમાં પણ વધારો થઇ શકે છે.કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી એરપોર્ટના ખાનગીકરણ માટે પ્રયાસો કરતી આવી છે. જેના પર હવે અમલીકરણ થવા જઈ રહ્યું છે. જેને લઈને દેશભરના 25 એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે. જેને ચાર તબક્કામાં ખાનગી કંપનીઓને સોમવામાં આવશે.પહેલા ફેઝમાં વર્ષ 2022 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસી સહીત છ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવશે. બીજા ફેઝમાં સુરત સહીત આઠ, ત્રીજા ફેઝમાં વડોદરા સહીત છ અને અંતિમ ફેઝમાં રાજસ્થાનના ઉદયપુર સહીત પાંચ એરપોર્ટનું ખાનગીકરણ કરવાનું પ્લાનિંગ છે.સુરત એરપોર્ટ પર પાર્કિંગ પણ વધારશે. કારણ કે એરપોર્ટ પર રાત્રે પાર્કિંગની સમસ્યા ઉભી થઇ છે. જેના કારણે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં વધારો થશે. આ ઉપરાંત સુરત એરપોર્ટને સીએસઆઇએફને પણ જલ્દી તૈનાત કરવામાં આવશે.કેન્દ્રના આ નિર્ણયથી હવાઈ મુસાફરી કરતા લોકો ખુબ ખુશ છે. તેમનું માનવું છે કે ખાનગી કંપનીઓ પાસે એરપોર્ટ જવાથી મુસાફરોની સુવિધાઓ વધવાની સાથે સરકારી કામકાજમાં ઢીલાશની સમસ્યા પણ હળવી થશે અને તેઓને વધુ સારી સગવડ મળશે. જોકે તેના માટે યુઝર ચાર્જમાં પણ બદલાવ આવશે. મુસાફરોનું માનવું છે કે જો સુવિધા સારી મળશે તો તેના બદલામાં આવા દરમાં થતા વધારો કોઈ મહત્વ નથી રાખતું.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here