યુકેમાં આજે 144 કિમી/કલાકની ઝડપે અલી વાવાઝોડું ત્રાટક્યું હતું અને 87,000 મકાનોમાં વીજ પુરવઠો ઠપ થયો છે. યુકે અને આયર્લેન્ડમાં વાવાઝોડાંના કારણે યલો વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાંમાં એક બ્રિટિશ ટૂરિસ્ટનું મોત થયું છે. 50 વર્ષીય આ મહિલા પર ક્લિફડેનના કો ગાલ્વેમાં ભેખડ ધસી પડતાં તેનું મોત થયું હતું. આયર્લેન્ડમાં 55,000 જ્યારે નોર્થ આયર્લેન્ડમાં 32,000 મકાનો તેમજ બિઝનેસ હાઉસમાં વીજ પુવરઠો ખોરવાયો છે. નોર્થ આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ અને સાઉથ સ્કોટલેન્ડના નોર્થ પાર્ટમાં વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આ પ્રકારે બ્રિટનમાં કુલ 1 લાખ 72,000 મકાનો તેમજ બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે.ઠેરઠેર વૃક્ષો ધરાશાયી, ભારે પવનના કારણે ટાઇલ્સ પણ ઉડી
– હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે લોકોને મુસાફરી નહીં કરવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. કારણ કે, વાવાઝોડાંના કારણે ભારે પવનથી ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. અહીં 140 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવનની તીવ્રતા એટલી વધારે છે કે, મકાનોની છત પર ટાઇલ્સ પણ ઉડી રહી છે.
– આવતીકાલે ગુરૂવાર સુધી પવનની તીવ્રતામાં ઓર વધારો થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ અુસાર, સ્કોટલેન્ડમાં વેસ્ટ તરફથી આવતા ભારે પવનથી વધુ નુકસાન થવાની શક્યતાઓ છે.
– અહીં વધુ સંખ્યામાં બ્રિજ બનાવેલા છે, જેથી ભારે પવનના કારણે બ્રિજને નુકસાન થવાની શક્યતાઓ પણ વધી જાય છે.
યોર્કશાયર અને નોર્થ વેલ્સમાં 90 કિમી/કલાકની ઝડપે વાવાઝોડું
– નોર્થ સ્કોટલેન્ડ સિવાયના અન્ય ભાગો ઉપરાંત યોર્કશાયર અને નોર્થ વેલ્સમાં 90 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવનના કારણે અહીં યલો વેધર વોર્નિંગ જાહેર કરાવમાં આવી છે.
– અહીં મોટાં પ્રમાણમાં બિલ્ડિંગોને નુકસાન થવાની શક્યતાઓ છે. આ સિવાય મોટાંભાગના મુખ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.
મંગળવારે ત્રાટક્યું હતું હેલન વાવાઝોડું
– અલી વાવાઝોડાંની તીવ્રતા યુકેમાં મંગળવારે મોડી રાત્રે ત્રાટકેલાં હેલન વાવાઝોડાં બાદ વધી છે. હેલન વાવાઝોડાંના કારણે બુધવાર સુધી અહીં 193 મકાનોને નુકસાન થયું છે.
– બ્રિટનમાં ફેબ્રુઆરીમાં આવેલા બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ વાવાઝોડાં બાદ અલી પ્રથમ વાવાઝોડું છે. બિસ્ટ વાવાઝોડાં બાદ બ્રિટનમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી.
આવી રીતે આપ્યું વાવાઝોડાંને અલી નામ
– હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અલી વર્ષ 2018-19નું પ્રથમ વાવાઝોડું છે જેને નામ આપવામાં આવ્યું છે.
– સિઝનના વાવાઝોડાંના નામ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. અહીં લોકોને એક ચોક્કસ પ્રકારના લિસ્ટ આપવામાં આવે છે જેથી તેઓ પોતાની પસંદગીના નામ ઉપર સહમતિ દર્શાવે છે. જે મોટાંભાગે દેશ, કલ્ચર અથવા યુકે અને આયર્લેન્ડની વિવિધતાને દર્શાવતા હોય.
– બ્રિટનમાં આ પ્રકારની એક્ટિવિટી લોકોમાં વાવાઝોડાંને લઇને જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવે છે, જેથી 80 ટકા લોકો એ વાવાઝોડાંની અસર અંગે સજાગ રહે.