અમેરિકી શેર બજારમાં ગુરવારે ભંગાણ થવાને લીધે એલન મસ્કની લગભગ 6 અરબ ડૉલરની સંપત્તિનું ધોવાણ થયું છે. તો જેફ બેજોસની 1.66 અરબ ડૉલરનો ઝટકો લાગ્યો છે. બિલગેટ્સની 169 મિલિયન ડૉલરનું નુકસાન થયું છે. તો બિગેસ્ટ ઇન્વેસ્ટર વોરેન બફેટને 2.41 અરબ ડૉલરનું નુકસાન ભોગવવું પડ્યું છે. લેરી એલિશને 1.73 અરબ ડૉલર ગુમાવ્યા છે. તો લેરી પેજને 1.53 અરબ ડૉલર રૂપિયાનું નુકસાન થયું છે. સર્ગી બ્રિનની સંપત્તિમાં પણ 1.45 અરબ ડૉલરનો ઘટાડો થયો છે. તો ભારતીય શેર બજારમાં પછડાટને લીધે અંબાણીને પમ અરબોનું નુકસાન થયું છે. જ્યારે અદાણીના શેરમાં ઉછાળો આવ્યાને લીધે તેમની સંપત્તિમાં વધારો થયો છે.
ગુરુવારે વોલ સ્ટ્રીના પ્રમુખ સંવેદી સૂચકાંક ડાઉ જોન્સ 543 પોઈન્ટ ડાઉન થઈને 32254ના સ્તરે બંધ થયો. તો S&P 500માં 1.85 ટકાનો ઘટાડો થયો છે. નેસ્ડેક 2.05 ટકા અથવા 237 પોઇન્ટ ડાઉન થયા પછી 11338એ બંધ થયો છે.
તેનાથઈ અમેરિકાની દિગ્ગજ કંપનીઓના શેરમાં વધુ ધોવાણ થયું છે. જેફ બેજોસની એમેઝોન ઇન્ક 1.78 ટકા તૂટીને 92.25 ડૉલર પર આવી ગઈ. આ સાથે જ જેફ બેજોસની નેટવર્થ ઘટીને 116 અરબ ડૉલર થઈ ગઈ છે. એપ્પલ ઇન્કમાં 1.49 ટકાનો ઘટાડો થયો છે. તો 150.50 ડૉલર પર બંધ થયું. એલોન મસ્કની કંપની ટેસ્લા ઇન્ક 4.99 ટકા ઘટીને 172.92 ડૉલર પર બંધ થયો. જેનાથી તેમની સંપત્તિ હવે 165 અરબ ડૉલર છઈ ગઈ છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્ક 2.10 ટકા તૂટીને 92.66 અરબ ડૉલર પર સ્ટેબલ છે. નેટ ફ્લિક્સમાં 4.49 ટકાનો ઘટાડો થયો અને વોલ્ટ ડિઝનીમાં 3.18 ટકાનો ઘટાડો થયો છે.
રિલાયન્સના શેરમાં ભારે નુકસાન
ગુરુવારે ભારતીય શેર બજારમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસના શેર 2.37 ટકા ઘટીને 2360 રૂપિયા પર બંધ થતાં તેની અસર ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ પર પણ જોવા મળી હતી. મુકેશ અંબાણીને ગુરુવારે 1.95 અરબ ડૉલરનું નુકસાન થયું છે. બ્લૂમર્ગ બિલેનિયર ઇન્ડેક્સમાં હવે તે 81.7 અરબ ડૉલરની સાથે 11માં નંબરે છે.
અદાણીને ફાયદો
બ્લૂમર્ગ બિલેનિયર લિસ્ટના ટોપ 10 અરબપતિઓ માટે ગુરુવારનો દિવસ સારો નહોતો. તો 21માં નંબરે પહોંચેલા ગૌતમ અદાણી માટે સારો હતો. કેટલાક ખરાબ સમાચારને લીધે અદાણી એન્ટરપ્રાઇઝના શેર તૂટ્યા, પણ અન્ય સ્ટોક્સમાં રિકવરી હોવાને લીધે અદાણીની સંપત્તિમાં ગુરુવારે 1.32 અરબ ડૉલરનો વધારો થયો. હવે તેમની પાસે 55.4 અરબ ડૉલરની સંપત્તિ છે. ફેબ્રુઆરમાં તેમની સંપત્તિ 37.7 અરબ ડૉલર થઈ ગઈ હતી.