અમદાવાદ: અમદાવાદ વિભાગમાંથી પસાર થતી 6 સ્પેશિયલ ટ્રેનોને રદ કરાઇ છે જ્યારે 8 ટ્રેનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. દક્ષિણ પશ્ચિમ રેલવેના હુબલી વિભાગમાં યાર્ડના રિમોડેલિંગનું કામ ચાલતું હોવાથી કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થનાર છે. જેના કારણે આ ટ્રેનોના મુસાફરોને હાલાકી ભોગવવી પડશે. 23 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-ગાંધીધામ અને તા.૨૬ જાન્યુઆરીની ગાંધીધામ-કેએસઆર બેંગ્લોર રદ રહેશે.૨૩ જાન્યુઆરીની જોધપુર-કેએસઆર બેંગ્લોર અને 25 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ રદ રહેશે. 24 જાન્યુઆરીની અજમેર-મૈસુર સ્પેશિયલ અને 26 જાન્યુઆરીની મૈસુર-અજમેર રદ રહેનાર છે.
આ ઉપરાંત કેટલીક ટ્રેનોને ડાયવર્ઝન અપાયું છે.જેમાં 22 અને 24 જાન્યુઆરીની યશવંતપુર-બિકાનેર સ્પેશિયલ દાવનગેરે, અમરાવતી, કોટુરૂ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને જશે. પરતમાં પણ આ ટ્રેન આ રૂટેથી જ આવશે. 25 જાન્યુઆરીની યશવંતપુર-બાડમેર, 21 જાન્યુઆરીની બાડમેર-યશવંતપુર પણ ઉપરોક્ત વૈકલ્પિક રૂટેથી દોડશે. 22 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-અજમેર કુસુગલી અને નોવાલુરૂ થઇને દોડશે. પરતમાં 25 જાન્યુઆરીની આ ટ્રેન પણ આ જ વૈકલ્પિક રૂટેથી દોડશે. 27 જાન્યુઆરીની જોધપુર-કેએસઆર બેંગ્લોર અને 24 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-જોધપુર કુસુગલી તથા નાવોલુરૂના રૂટેથે સંચાલિત થશે.