Assam Gang Rape Accused Commited Suicide: આસામના ધીગમાં 14 વર્ષની છોકરી સાથે સામૂહિક દુષ્કર્મમાં શામેલ ત્રણ આરોપીઓમાંથી એક આરોપીનું શનિવારે સવારે મૃત્યુ થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જ્યારે પોલીસ ટીમ આરોપીને ક્રાઈમ સીન રીક્રિએશન માટે લઈ જઈ રહી હતી ત્યારે તેણે તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો. તમને જણાવી દઈએ કે, તેના હાથ પર હાથકડી બાંધેલી હતી.આરોપી તફઝુલ ઈસ્લામની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી અને શનિવારે તેને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો. પોલીસે આ મામલે જણાવ્યું કે, આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો અને તળાવમાં કુડી પડ્યો. ત્યારબાદ તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને લગભગ બે કલાક બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
#WATCH | The body of the prime accused of the Dhing gang rape incident in Assam's Nagaon district, Tafazul Islam recovered from a pond. The police had earlier arrested him in connection with the case.
— ANI (@ANI) August 24, 2024
"When a police team took him last night to the spot for investigation where… pic.twitter.com/ow29EJ37j7