ઈઝરાયલે હમાસને નિશાન બનાવી કરી એરસ્ટ્રાઈક, ગાઝા પર કર્યો બોમ્બમારો, નેતન્યાહૂની લાસ્ટ વોર્નિંગ

0
4

ગુરુવારે મોડી રાતે ગાઝા પર હવાઈ હુમલા કરાયા હતા

આ હવાઇ હુમલામાં હમાસના ટ્રેનિંગ કેમ્પ નષ્ટ કરાયા

ઈઝરાયલની સેનાએ ગુરુવારે મોડી રાતે ફરી એકવાર ગાઝા પર હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા. આ હુમલામાં હમાસના ટ્રેનિંગ કેમ્પ નષ્ટ થઈ ગયા છે. તેના પછી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક વીડિયો બનાવી નિવેદન જાહેર કર્યું. જેમાં તેમણે કહ્યું કે ઈઝરાયલના શત્રુઓ કોઈપણ આક્રમકતા બતાવવા બદલ કિંમત ચૂકવવા તૈયાર રહે. 

લેબેનોન તરફથી હમાસે 34 રોકેટ ઈઝરાયલ પર દાગ્યા 

ખરેખર ઈઝરાયલે આ કાર્યવાહી દક્ષિણ પ્રાંતમાં હમાસ દ્વારા કરાયેલા રોકેટ હુમલાનો જવાબ છે. ઈઝરાયલી સેનાએ કહ્યું કે લેબેનોને તેના વિસ્તારોમાં 34 રોકેટ હુમલા કર્યા હતા. જોકે ઈઝરાયલી સૈન્યની એર ડિફેન્સ સિસ્ટમે 24 રોકેટને હવામાં નષ્ટ કરી દીધા હતા. 

ઈઝરાયલી સૈન્યના હુમલામાં ગાઝામાં અનેક વિસ્ફોટ થયા 

ઈઝરાયલી સૈન્યના હુમલા બાદ ગાઝામાં અનેક વિસ્ફોટ થવાના અહેવાલ મળ્યા હતા. ઈઝરાયલી સૈન્યના અનેક યુદ્ધ વિમાનોએ ગાઝા પટ્ટી પરથી ઉડાન ભરી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ આવ્યા નથી પણ મિસાઈલ હુમલામાં અનેક સ્થળોને નિશાન બનાવાયા હતા.