Sunday, March 8, 2026
Homenationalઉન્નાવ રેપ-એક્સડેન્ટ કેસ : બધા પાંચ કેસો દિલ્હી ખસેડવાનો હુકમ

ઉન્નાવ રેપ-એક્સડેન્ટ કેસ : બધા પાંચ કેસો દિલ્હી ખસેડવાનો હુકમ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

સનસનાટીપૂર્ણ કેસમાં દરરોજ સુનાવણી કરાશે : એક્સડેન્ટના કેસમાં તપાસ પૂર્ણ કરીને સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ : પીડિત પરિવારને ૨૫ લાખ

નવી દિલ્હી,તા. ૧
સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઉન્નાવ ગેંગરેપ કેસ અને એક્સડેન્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે આક્રમક વલણ અપનાવ્યું હતું અને આ કેસ સાથે જાડાયેલા તમામ પાંચ મામલાને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આની સાથે સાથે કેસની દરરોજ સુનાવણી કરીને ૪૫ દિવસની સમય મર્યાદા પણ નક્કી કરી હતી. માર્ગ અકસ્માતની તપાસ પણ એક સપ્તાહની અંદર પૂર્ણ કરવા માટેનો સુપ્રીમ કોર્ટે કડક આદેશ જારી કર્યો હતો. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પીડિતાના પરિવારને ૨૫ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, જા ઘાયલ પીડિતાના પરિવારના સભ્યો ઇચ્છા વ્યક્ત કરે તો તેમને સારવાર માટે દિલ્હીની એમ્સ હોસ્પટલમાં દાખલ કરવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે પીડિતાના અને સાક્ષીઓની સુરક્ષાને લઇને પણ આદેશ આપ્યો હતો. કોર્ટે આદેશ આપતા કહ્યું છે કે, તરત જ સીઆરપીએફ પીડિત પરિવારને સુરક્ષા ઉપલબ્ધ કરાવશે. પીડિતાના કાકાને રાયબરેલીથી તિહાર જેલમાં ટ્રાન્સફર કરવા માટેનો પણ આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ આજે ગુરુવારના દિવસે દિવસ દરમિયાન ઉન્નાવ સાથે જાડાયેલા મામલાઓને લઇને સુનાવણીમાં વ્યસ્ત રહી હતી. કોર્ટે ગંભીરરીતે ઘાયલ થયેલી પીડિતાના આરોગ્ય પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરીને અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. મામલાની સુનાવણી દરમિયાન સીજેઆઈ રંજન ગોગોઇના નેતૃત્વમાં ત્રણ જજની બેંચે કહ્યું હતું કે, આ મામલાને વહેલીતકે ઉકેલવામાં આવે તે જરૂરી છે. કોર્ટે કહ્યું હતું કે, બોલાવવામાં આવેલા સીબીઆઈના જાઇન્ટ ડિરેક્ટર સંપત મીણા પાસેથી પીડિતાના પિતાની કસ્ટડીમાં થયેલા મોતને લઇને પણ પ્રશ્નો કર્યા હતા. સીજેઆઈ દ્વારા પીડિતાને સારવાર માટે એમ્સ શિફ્ટ કરવાની વાત કરી હતી. સીજેઆઈ રંજન ગોગોઈ, જસ્ટસ દિપક ગુપ્તા અને જસ્ટસ એ બોસ દ્વારા આ મામલામાં સુનાવણી કરવામાં આવી હતી. જજાએ કહ્યું હતું કે, સાત દિવસમાં સ્ટેટસ રિપોર્ટ મળે તે જરૂરી છે. સાથે સાથે આ મામલે જે રીતે પ્રગતિ થઇ રહી છે તેને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સુનાવણી કરતી વેળા આ મામલામાં હજુ સુધી થયેલી તપાસ અને રાયબરેલીમાં આ સપ્તાહમાં થયેલી માર્ગ દુર્ઘટનાને લઇને માહિતી માંગી છે. કોર્ટે ઉન્નાવ કેસ સાથે સંબંધિત તપાસના સ્ટેટસ રિપોર્ટ અને એક્સીડેન્ટ કેસમાં હજુ સુધી થયેલી સીબીઆઇ તપાસની વિગત આપવા માટેનો આદેશ કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચે સોલિલિટર જનરલ તુષાર મહેતાને કહ્યુ હતુ કે સીબીઆઇના કોઇ અધિકારીને પણ હાજર કરવામાં આવે તે જરૂરી છે. સોલિસિટર જનરલ મહેતાએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતા કહ્યુ હતુ કે આ મામલાની તપાસ સીબીઆઇને સોંપી દેવામાં આવી છે. સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ હતુ કે મામલાની તપાસ કરી રહેલા સીબીઆઇ અધિકારી લખનૌમાં છે. આવી Âસ્થતીમાં તેઓ બપોર સુધી આવી શકે તેવી Âસ્થતી મુશ્કેલ છે. સુપ્રીમ કોર્ટે આ રજૂઆત થયા બાદ પણ આક્રમક વલણ અપનાવ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે તપાસ અધિકારી પાસેથી ફોન પર પૂર્ણ જાણકારી મેળવીને કોર્ટમાં આ જાણકારી રજૂ કરવામાં આવે તેમ સીબીઆઇના ડિરેક્ટરને આદેશ કરવા માટે કહ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે સીબીઆઇને કહ્યુહતુ કે જા તેઓ તપાસ રિપોર્ટ જાહેર કરવા માંગતા નથી તો તેઓ બંધ બારણે સમગ્ર મામલાની તપાસ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી વેળા સોલિલિટર જનરલ અને સીબીઆઇ અધિકારીને હાજર રહેવા માટે આદેશ કર્યો છે. સીજેઆઇએ કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટ તમામ કેસોને લખનૌથી દિલ્હીમાં ટ્રાન્સફર કરનાર છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here