Friday, October 16, 2026
HomeSportsદુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI પર મુંબઈ પોલીસનું 6.3 કરોડનું દેવું,...

દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI પર મુંબઈ પોલીસનું 6.3 કરોડનું દેવું, હાઈકોર્ટે લગાવી ફટકાર

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...
BCCI

ક્રિકેટની દુનિયામાં BCCI સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની વાર્ષિક કમાણી અબજોમાં છે. વિશ્વભરના ક્રિકેટ બોર્ડ આ હકીકતને સ્વીકારે છે અને આ અંગે ઘણી વખત આક્ષેપો પણ કરતા હોય છે. બોર્ડની આવક અને તાકાતને જોતાં એવી કલ્પના કરવી મુશ્કેલ છે કે આ બોર્ડ મુંબઈ પોલીસના દેવાંમાં હશે અને બોર્ડ હજુ સુધી પોલીસને તેના પૈસા પણ ચૂકવી શક્યું નથી. હવે મુંબઈ હાઈકોર્ટે આ મામલે BCCIને ફટકાર લગાવી છે.

BCCI પર મુંબઈ પોલીસનું 6.3 કરોડનું દેવું :
BCCIએ શુક્રવારે મુંબઈ હાઈકોર્ટને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ મેચ દરમિયાન પૂરી પાડવામાં આવેલી સુરક્ષા માટે બે અઠવાડિયામાં મુંબઈ, પિંપરી ચિંચવડ અને નવી મુંબઈ પોલીસને બાકી રકમ ચૂકવી દેશે. વધુમાં ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે, ‘અમારે પિંપરી ચિંચવડ પોલીસને 1.7 કરોડ રૂપિયા, નવી મુંબઈ પોલીસને 3.3 કરોડ રૂપિયા અને મુંબઈ પોલીસને 1.03 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.’ એટલે કે BCCI પર મુંબઈ પોલીસનું 6.3 કરોડનું દેવું ચૂકવવાનું બાકી છે.એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ દાખલ કરેલી અરજીના જવાબમાં BCCIએ કહ્યું હતું કે, ‘BCCI બે અઠવાડિયામાં આ રકમ ચૂકવવાનું વચન આપે છે.’ ગલગલીએ મહારાષ્ટ્ર સરકારના જૂન 2023ના ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL), T20 અને અન્ય ક્રિકેટ મેચોને મંજૂરી આપવાના નિર્ણયને પડકારતી અરજી દાખલ કરી હતી. પોલીસ સુરક્ષા માટે નક્કી કરાયેલા દર વર્ષ 2011 થી પાછલી અસરથી ઘટાડવામાં આવ્યું હતું.આ અરજીમાં કાર્યકર્તાએ વર્ષ 2011 થી પાછલી અસરથી અમલમાં આવેલા પરિપત્ર સામે વાંધો ઉઠાવ્યો હતો. કારણ કે ત્યારબાદ BCCI પાસે બાકી લેણાંની રકમ પણ ઘટી જશે. BCCIએ પોતાના સોગંદનામામાં કહ્યું કે, ‘પોલીસને BCCIના બાકી રહેલા દેવાંથી વંચિત રાખવાનો કોઈ ઈરાદો નથી અને સંબંધિત પોલીસ અધિકારીઓ સાથે હિસાબોના સમાધાનના 90 દિવસની અંદર વિવાદિત રકમ ચૂકવવાનું વચન આપીએ છીએ.’

તું તું મેં મેં મેં બાદ સિરાજ અને હેડે ફરી ચાલુ મેચમાં કરી વાતચીત, પછી ગળે મળ્યા

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here