ભાજપની તરફેણમાં ૧૦૫ મત પડ્યા: મતદાન વેળા ગૃહમાં ૨૦૪ ધારાસભ્ય હાજર હતા ઃ કુમારસ્વામીનું રાજીનામુ : સભ્યોની કરાયેલ ગણતરી ફિઝિકલી
બેંગ્લોર,તા.૨૩
કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતા રાજકીય નાટકનો આજે અંત આવી ગયો હતો. કર્ણાટકમાં ૧૪ મહિના જુની એચડી કુમારસ્વામી સરકાર વિશ્વાસમતમાં પડી ગઈ હતી. આનીસાથે જ હાલમાં ચાલી રહેલી ચર્ચાઓનો પણ અંત આવી ગયો છે. રાજકીય ઉથલપાથલનો દોર અસંતુષ્ટોના રાજીનામા સાથે શરૂ થયો હતો ત્યારબાદથી વિધાનસભામાં વિશ્વાસમતને લઇને પણ ભારે વિલંબની Âસ્થતિ રહી હતી. આજે મંગળવારે સાંજે વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ પર મતદાન થયા બાદ સત્તા પક્ષને માત્ર ૯૯ મત મળ્યા હતા જ્યારે ભાજપની તરફેણમાં ૧૦૫ મત પડ્યા હતા તે વખતે ગૃહમાં કુલ ૨૦૪ ધારાસભ્યો ઉપÂસ્થત રહ્યા હતા. કોંગ્રેસ અને જેડીએસની છાવણીમાં સોપો પડી ગયો હતો. કર્ણાટકમાં જાદુઈ આંકડાને લઇને હાલમાં ચર્ચા ચાલી રહી હતી. જાદુઈ આંકડો કર્ણાટકમાં ૧૦૩નો રહ્યો છે. ભાજપને ૧૦૫નો ટેકો છે. ગઠબંધનને આજે ૯૯નો ટેકો મળ્યો હતો. વિશ્વાસમત પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન સત્તા પક્ષને માત્ર ૯૯ મત જ મળ્યા હતા. આ પહેલા સ્પીકર રમેશકુમારે ધારાસભ્યોને ઉભા કરીને સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોની ગણતરી કરી હતી. સ્પીકરે વિધાનસભામાં દરેક લાઈનને અલગ અલગ ઉભા થઇને અધિકારીઓ પાસેથી ધારાસભ્યોની ગણતરી કરાવી હતી. અધિકારીઓએ પહેલા સત્તાપક્ષના સભ્યોની ગણતરી કરી હતી ત્યારબાદ વિપક્ષના ધારાસભ્યોની ગણતરી કરી હતી. કર્ણાટકના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે જ્યારે ગૃહમાં ધારાસભ્યોની ગણતરી ફિઝિકલીરીતે કરવામાં આવી હતી. ૧૫ અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ અને જેડીએસ બંને પક્ષોના લોકો સરકાર બનાવવા અને બચાવવા માટે લાગેલા હતા. છેલ્લા કેટલાક દિવસથી શાસક પક્ષ દ્વારા વિશ્વાસ પ્રસ્તાવને ટાળવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આને લઇને રાજ્યપાલ સાથે પણ વિખવાદ થયો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. મુખ્યમંત્રી કુમારસ્વામીએ પણ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરીને રાજ્યપાલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને દરમિયાનગીરી કરવાનો આક્ષેપ કર્યો હતો. ઉથલપાથલના દોર વચ્ચે આજે મતદાન થયું હતું. કુમારસ્વામીની સરકાર માટે આજે છેલ્લો દિવસ સાબિત થયો હતો. વિશ્વાસમત ઉપર ચર્ચા હાલમાં ચાલી રહી હતી. કુમારસ્વામીના ભાગ્યને લઇને આજે ફેંસલો થયો હતો. સરકાર ગબડી પડ્યા બાદ કુમારસ્વામી રાજીનામુ આપવા પહોંચ્યા હતા. એચડી કુમારસ્વામી વર્ષોથી અસંતુષ્ટોના શાપ લઇને આગળ ચાલતા રહ્યા હતા. ૨૮મી જાન્યુઆરી ૨૦૦૬ના દિવસે પ્રથમ વખત કુમારસ્વામી સરકાર બની હતી. ૨૦૦૮માં પણ ફરી તક મળી હતી. જેડીએસ અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધનથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા પહેલાથી જ નાખુશ હતા. તેઓએ તત્કાલિન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે, ગઠબંધનનો અંત લાવવામાં આવે પરંતુ રાહુલ ગાંધીએ સાંભળી ન હતી. મુશ્કેલીઓની શરૂઆત વર્ષ ૨૦૧૯થી શરૂ થઇ હતી. ૧૫મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે કોંગ્રેસના સાત ધારાસભ્યોએ પાર્ટી છોડવાની ધમકી આપી હતી. ચોથી જૂન ૨૦૧૯ના દિવસે વિશ્વનાથે જેડીએસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપ્યું હતું. કર્ણાટકમાં હાલમાં જ રાજકીય સંકટની શરૂઆત છઠ્ઠી જુલાઈના દિવસે થઇ હતી જ્યારે જેડીએસ અને કોંગ્રેસના ૧૨ ધારાસબ્યોએ મેમ્બરશીપ તરીકે રાજીનામા આપ્યા હતા. આનાથી સરકાર હચમચી ઉઠી હતી. વિશ્વાસમતમાં સરકાર પડી ગયા બાદ મોડેથી કુમારસ્વામીએ રાજીનામુ આપ્યું હતું અને તેમના રાજીનામાનો સ્વીકાર કરાયો હતો.