Sunday, January 12, 2025
HomeGujaratAhmedabadન્યુ એલજે કોલેજ, અમદાવાદે રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 2021ની નેશનલ ફાઇનલ્સમાં પ્રવેશવા...

ન્યુ એલજે કોલેજ, અમદાવાદે રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 2021ની નેશનલ ફાઇનલ્સમાં પ્રવેશવા ઇન્દોરની ડીએવીવી કોલેજ અને વડોદરાની પારુલ યુનિવર્સિટીને હરાવી

Date:

spot_img

Related stories

દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI પર મુંબઈ પોલીસનું...

ક્રિકેટની દુનિયામાં BCCI સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની...

પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં ઉત્સવ: રામલલાનો પંચામૃત...

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ...

HMPV નો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક...

ભારતમાં એચએમપીવી વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે...

નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં : અમરેલી બંધના એલાનને...

અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના 600થી...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 11 જાન્યુઆરી થી 14...

રેલવે વિભાગે મૂક્યા ATVM, હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં...

દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે...
spot_img
  • યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને વિકસાવવામાં આવેલ એકમાત્ર વૈશ્વિક ક્રિકેટ ટૂર્નામેન્ટ, જે નેક્સ્ટ જનરેશન ક્રિકેટ પ્રતિભાવને શોધવામાં મદદરૂપ થાય છે
  • રાજસ્થાન રોયલ્સે આરબીસીસી 2021માંથી પ્રતિભાને શોધવાનું ચાલુ રાખ્યુ છે અને
    તેમને પ્રથમ ટીમની ટ્રાયલ માટે ઓફર કરે છે
  • મનન વોહરા, શાર્દુલ ઠાકુર, કરૂણ નાયર, શશાંક સિંહ, સિદ્ધેશ લાડ, હિમાંશુ રાણા, અભિમન્યુ ઇસ્વરન, અનુકુલ રોય, ઋુતુરાજ ગાયકવાડ અને રિકી ભુઇ જેવા ક્રિકેટરોએ પણ રેડ બુલ કેમ્પસ ક્રિકેટના ફાયદાઓ પણ મેળવ્યા છે.
  • ચાલુ વર્ષ ફક્ત વૈશ્વિક યુનિવર્સિટી ક્રિકેટ ટૂર્નામેન્ટની 10ની વર્ષગાંઠનું પ્રતીક છે

અમદાવાદ, તા.29

વિદ્યાર્થીઓ માટેની ફક્ત વૈશ્વિક ક્રિકેટ ટૂર્નામેન્ટની 10મા વર્ષની વર્ષગાંઠ પર રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 17 ફેબ્રુઆરીથી ભારતભરમાથી 32 શહેરોમાથી સિટી ક્વોલિફાયરની શોધ કરી રહી છે જેથી કોલેજ કેમ્પસમાંથી ઉભરતી ક્રિકેટર્સને મેળવી શકાય અને સંવર્ધન કરી શકાય. ઇન્ડિયન પ્રિમીયર લીગ ફ્રેંચાઇઝ રાજસ્થાન રોયલ્સે ભારતમાં ઉર્જા પીણાની માંધાતા કંપની સાથે પોતાનું દોડાણ વધુ ગાઢ બનાવ્યુ છે અને રેડ બુલ કેમ્પસ ક્રિકેટની કોલેજ ક્રિકેટ ટીમ્સ માટેની વાર્ષિક આંતરરાષ્ટ્રીય ટી20 ટૂર્નામેન્ટમાંથી પ્રતિભાઓને શોધી કાઢવાનું કાર્ય સતત રાખવા વિચારી રહી છે.

રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 2021 સિટી ક્વોલિફાયર 17 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન ભારતના 32 શહેરોમાં જેમ કે ઉત્તરમાં ચંદીગઢ, જલંધર, જમ્મુ, ધર્મશાલા, દેહરાદૂન, જયપુર, દિલ્હી, મેરઠ અને લખનૌમાં, પશ્ચિમમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, ઇન્દોર, નાગપુર, રાયપુર, મુંબઇ, પૂણે ગોવા; પૂર્વમાં જમશેદપુર, રાંચી, પટણા, ભુવનેશ્વર, કોલકાતા, ગુવાહાટી અને અગરતલામાં; દક્ષિણમાં બેંગ્લોર, કોઈમ્બતુર, મૈસુર, ચેન્નાઈ, હૈદરાબાદ અને વિઝાગમાં યોજાઇ હતી. ગયા વર્ષની જેમ, આરબીસીસી ફેબ્રુઆરીમાં શરૂ થયેલી કેરળ કોલેજ પ્રીમિયર લીગ ટી 20 ચેમ્પિયનશિપ સાથેના તેમના જોડાણ દ્વારા તેમના કોચિ સિટી ચેમ્પિયન મેળવશે.

રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 2021ના રિજીયોનલ રાઉન્ડ (વેસ્ટ)માં ન્યુ એલજે કોલેજ અમદાવાદ, અમદાવાદ સિટી ક્વોલિફાયરની ફાઇનલમાં ગુજરાત કોલેજને 7 વિકેટે મ્હાત આપી હતી. ઈન્દોર સિટી ક્વોલિફાયરમાં ડીએવીવી કોલેજે મહારાજા કોલેજને 41થી હરાવી હતી અને પારુલ યુનિવર્સિટીએ  વડોદરા સિટી ક્વોલિફાયરમાં એસવીઆઇટીને 7 રનથી હરાવી હતી.

સિટી રાઉન્ડ્સ અને સિટી એલિમિનેટર્સ બાદ, અમદાવાદ, ઈન્દોર અને વડોદરા શહેર ચેમ્પિયન્સ 12 અને 13 એપ્રિલ 2021 ના રોજ અમદાવાદમાં એકબીજા સાથે રમ્યા હતા, જેમાં ન્યુ એલજે કોલેજ અમદાવાદે ડીએવીવી કોલેજ ઇન્દોર અને પારૂલ યુનિવર્સિટી વડોદરાને હરાવી નેશનલ ફાઈનલ માટે ક્વોલિફાય બની હતી.

મેચ સ્કોરકાર્ડ: પ્રથમ મેચમાં ન્યુ એલજે કોલેજે ડીએવીવી કોલેજ ઇન્દોરને 21 રને હરાવી હતી. ડીએવીવી કોલેજ ઈન્દોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. મેચ સ્કોરકાર્ડ: ન્યુ એલજે કોલેજ અમદાવાદ – 145/9 (20 ઓવર); ડીએવીવી કોલેજ ઇન્દોર – 124/9 (20 ઓવર), જેમાં ન્યુ એલજે કોલેજ અમદાવાદના રાહુલ આહુજાએ 37 બોલમાં 53 ફટકારીને મેન ઓફ મેચનો એવોર્ડ જીત્યો હતો. જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા.

બીજી ગેમમાં અમદાવાદની ન્યુ એલજે કોલેજે પારૂલ યુનિવર્સિટી વડોદરાને 69 રનથી હરાવી હતી. ન્યુ એલજે કોલેજ અમદાવાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યુ હતુ. મેચ સ્કોરકાર્ડ: ન્યુ એલજે કોલેજ અમદાવાદ – 126/6 (20 ઓવર); પારૂલ યુનિવર્સિટી વડોદરા – 56/9 (20 ઓવર), ન્યુ એલજે કોલેજ અમદાવાદના હાર્વિક દેસાઇએ 51 બોલમાં 60 રન ફટકારવા બદલ મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો, જેમાં 9 ચોગ્ગા સામેલ હતા.

છેલ્લી મેચમાં ડીએવીવી કોલેજ ઇન્દોરે પારૂલ યુનિવર્સિટી વડોદરાને 76 રનથી હરાવી હતી, પરંતુ રેડ બુલ કેમ્પસ ક્રિકેટ નેશનલ ફાઇનલ 2021માં ક્વોલિફાય થઈ શકી ન હતી.

ત્યારબાદ દરેક શહેરની વિજેતા કોલેજ એપ્રિલમાં ઝોનલ/પ્રાદેશિક ફાઇનલમાં આગળ વધી હતી. ત્યારબાદ આરબીસીસીના દરેક ઝોનની ટોચની બે ટીમો જૂનના પહેલા અઠવાડિયામાં નેશનલ ફાઇનલમાં ભાગ લેશે, જ્યાં ટીમો અનુક્રમે ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલ્સના નોકઆઉટ રાઉન્ડમાં રમશે. રાષ્ટ્રીય સ્તરની વિજેતા ત્યારબાદ રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 2021 વર્લ્ડ ફાઈનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ગયેલા ભારતના ભૂતકાળના વિજેતાઓ મુંબઈના રિઝવી કોલેજ, ડી.એ.વી. કોલેજ, ચંદીગડ; સ્વામી શ્રદ્ધાનંદ કોલેજ, દિલ્હી; એમ.એમ.સી. કોલેજ, પુનાના છે.

ગયા વર્ષે, રેડ બુલ કેમ્પસ ક્રિકેટ નેશનલ ફાઇનલ્સ COVID-19 પ્રોટોકોલ સાથે લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે યોજવામાં આવી હતી. દેશની આઠ શ્રેષ્ઠ ક્રિકેટ યુનિવર્સિટીઓનો રેડ બુલ કેમ્પસ ક્રિકેટ નેશનલ ફાઇનલ વિજેતાનો તાજ પહેરવા માટે સામનો કરવો પડ્યો. ડીએવી કોલેજ જલંધર અને સુબોધ કોલેજ જયપુર વચ્ચેની રોમાંચત અંતિમ રમતમાં, ડીએવી કોલેજ જલંધર વિજેતા બનીને રેડ બુલ કેમ્પસ ક્રિકેટ નેશનલ ફાઇનલ વિજેતાનો તાજ પહેર્યો હતો.

રેડ બુલ કેમ્પસ ક્રિકેટની તાજેતરની સફળ વાર્તાઃ તામિલનાડૂના બેટ્સમેન શાહરૂખ ખાનને તાજેતરમાં સમાપ્ત થયેલ આઇપીએલ હરાજીમાં પંજાબ કિંગ્સે કુલ 5.૨5 કરોડમાં ખરીદી લેવામાં આવ્યો હતો.  શાહરૂખ ખાન રેડ બુલ કેમ્પસ ક્રિકેટ નેશનલ ફાઇનલ મેન ઓફ ધ ટૂર્નામેન્ટ હતો, કેમ કે તેણે ચેન્નઈથી હિન્દુસ્તાન કોલેજને રેડ બુલ કેમ્પસ ક્રિકેટની 2019ની આવૃત્તિની ફાઇનલ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમની ડિસેમ્બર, 2019ના પહેલા સપ્તાહમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટસ, તાલેગાંવ, નાગપુરમાં રાજસ્થાન રોયલ્સ સાથે રેડ બુલ કેમ્પસ ક્રિકેટ પ્લેયર ટ્રાયઆઉટ માટે પણ પસંદગી થઇ હતી. તે આઈપીએલ 2020ની હરાજીનો પણ એક ભાગ બન્યો હતો, પરંતુ તે વેચાયો ન હતો, પરંતુ તેમના નામની નોંધ લેવાઇ હતી.

કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, ઐડન માર્કરામ, લુંગી એન ગિડી, નિરોશન ડિકવેલા અને ચિરાગસુરી એ છ ખેલાડીઓ છે જેણે રેડ બુલ કેમ્પસ ક્રિકેટ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતપોતાના દેશો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નામ નોંધાવ્યું હતું. રેડ બુલ એથ્લેટ કે.એલ. રાહુલ 2013ની એડિશનમાં ટોચનો સ્કોરર રહ્યો હતો અને તેણે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સફળતા માટે આરબીસીસીને શ્રેય આપ્યો હતો.

મનન વોહરા, શાર્દુલ ઠાકુર, કરૂણ નાયર, શશાંક સિંહ, સિદ્ધેશ લાડ, હિમાંશુ રાણા, અભિમન્યુ ઇસ્વરન, અનુકુલ રોય, ઋુતુરાજ ગાયકવાડ અને રિકી ભુઇ જેવા ક્રિકેટરોએ પણ રેડ બુલ કેમ્પસ ક્રિકેટના ફાયદાઓ પણ મેળવ્યા છે.

આ વર્ષે રેડ બુલ એથ્લેટ અને સ્ટાર ભારતના બેટ્સમેન સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રેડ બુલ કેમ્પસ ક્રિકેટ વિમેન્સ એડિશનનું ઉદ્ઘાટન થશે. ટુર્નામેન્ટનો ઉદ્દેશ યુનિવર્સિટી અને તળિયા સ્તરે યુવા અને મહત્વાકાંક્ષી મહિલા ક્રિકેટરોની વધતી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. મહિલાઓની સ્પર્ધા ચાર ઝોન – ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં યોજાશે, જેમાં ઝોનલ એડિશનના વિજેતાઓ નેશનલ  ફાઇનલમાં રમશે. નેશનલ ફાઇનલની વિજેતાને ભારતની શ્રેષ્ઠ મહિલા કોલેજ ક્રિકેટ ટીમ જાહેર કરવામાં આવશે. મહિલા ચેમ્પિયનશીપમાં ભાગ લેનારા કેટલાક ખેલાડીઓને સ્મૃતિ મંધાના સાથે વાતચીત કરવાની અદભૂત તક પણ મળશે.

રેડ બુલ કેપસ ક્રિકેટ એ એક વાર્ષિક આંતરરાષ્ટ્રીય T20 (20 ઓવર)ની કોલેજ ક્રિકેટ ટીમ માટેની ટૂર્નામેન્ટ છે, જે યુવા પ્રતિભાઓને વિશ્વ સ્તરે રમવા માટેનું એક પ્લેટફોર્મ પૂરુ પાડે છે તેમજ કોલેજનું શિક્ષણ છોડ્યા વિના વ્યાવસાયિક ક્રિકેટમાં પોતાનો માર્ગ કંડારવાનો માર્ગ પૂરો પાડે છે. આ સ્પર્ધાને 2012માં લોન્ચ કરવામાં આવી હતી અને હવે તે નવમા વર્ષમાં છે. પ્રત્યેક જે તે ટીમોએ તેઓ વર્લ્ડ ફાઇનલ્સમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી શકે તે માટે નેશનલ ક્વોલિફાયર્સ જીત્યા છે. ટૂર્નામેન્ટ અંગેના તાજેતરના સમાચાર અને રેડ બુલ કેમ્પસ ક્રિકેટ પરની વિગતો માટે અમારા હોમપેજ (redbullcampuscricket.com)ની મુલાકાત લો અને acebook અને Twitter પર વાતચીતમાં જોડાઓ. વધુ માહિતી અને તસવીરો માટે કૃપા કરીને મુલાકાત લો Red Bull Content Pool.

દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI પર મુંબઈ પોલીસનું...

ક્રિકેટની દુનિયામાં BCCI સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની...

પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં ઉત્સવ: રામલલાનો પંચામૃત...

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ...

HMPV નો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક...

ભારતમાં એચએમપીવી વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે...

નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં : અમરેલી બંધના એલાનને...

અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના 600થી...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 11 જાન્યુઆરી થી 14...

રેલવે વિભાગે મૂક્યા ATVM, હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં...

દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here