Monday, February 24, 2025
HomeIndiaયસ બેન્કે એમએસએમઈ અને બિઝનેસને સશક્ત બનાવવા યસ બેન્ક દ્વારા આઈઆરઆઈએસ બિઝ...

યસ બેન્કે એમએસએમઈ અને બિઝનેસને સશક્ત બનાવવા યસ બેન્ક દ્વારા આઈઆરઆઈએસ બિઝ દ્વારા સંચાલિત યસ બિઝનેસ લોન્ચ કર્યું

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

ભારતની છઠ્ઠી ટોચની ખાનગી સેક્ટરની બેન્ક યસ બેન્કે બિઝનેસ સેગમેન્ટ પર ફોકસ કરતાં તેમજ એમએસએમઈની જરૂરિયાતોને સંબોધતાં યસ બિઝનેસ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. યસ બિઝનેસ એ એમએસએમઈને એક જ સ્થળે તમામ સંબંધિત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા સજ્જ છે. યસ બિઝનેસ એ એક ઉદ્યોગસાહસિક તરીકે કામ કરશે. જેમ ઉદ્યોગ સાહસિક પોતાના ઉભરતા બિઝનેસની બાળકની જેમ સંભાળ લે છે, તેવી જ રીતે યસ બિઝનેસ સતત પ્રયાસો, ફોકસ અને સાચી પ્રતિબદ્ધતા સાથે કામ કરવા પ્રેરિત છે. આ બિઝનેસ સેગમેન્ટ સિંગલ પોઈન્ટ પર જ વ્યાપક રેન્જમાં સાધનો અને સ્રોતો પૂરા પાડવા સક્ષમ બનાવે છે. જેની મદદથી એમએસએમઈ રોજબરોજની કામગીરીનું સંચાલન કરી શકે છે અને લાંબા ગાળાનો ગ્રોથ હાંસલ કરી શકે છે.યસ બેન્ક દ્વારા લોન્ચ IRIS બિઝ એ ડિજિટલ ઈન્ટરફેસ છે. જે બિઝનેસ કામગીરીને સરળ અને મજબૂત બનાવવા વ્યાપક રેન્જમાં ઈન્ટિગ્રેટેડ સોલ્યુશન પૂરુ પાડે છે. જે પારંપારિક બેન્કિંગ કરતાં વધુ સ્રોતો સાથે કોર બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. IRIS બિઝ ઉદ્યોગ સાહસિકો અને બિઝનેસના માલિકોને એક જ પ્લેટફોર્મ પર વિભિન્ન મુદ્દાઓ મેનેજ કરવા સક્ષમ બનાવે છે.સરળ, ડિજિટલ ઓનબોર્ડિંગ: વીડિયો કેવાયસી સાથે સંપૂર્ણ ડિજિટલ કરન્ટ એકાઉન્ટ સેટઅપ, કાગળનો ઉપયોગ ઘટાડશે તેમજ ઓછા સમયમાં ખાતું શરૂ કરાવે છે.ઇન્ટિગ્રેટેડ એકાઉન્ટ મેનેજમેન્ટ: બિઝનેસ માલિકોને પર્સનલ અને બિઝનેસ એકાઉન્ટ બંને મેનેજ કરવાની મંજૂરી આપે છે. જેમાં નાણાકીય સ્થિતિને સરળતાથી ટ્રેક કરી શકાય છે.બેન્કિંગ સર્વિસિઝ ઉપરાંત વધારાની સેવાઃ આ એપ મારફત બેન્કિંગ સેવાઓ ઉપરાંત એન્કાઉન્ટિંગ, ટેક્સેશન, પેરોલ, ગ્લોબલ ટ્રેડ ફાઈનાન્સ સહિતની સુવિધાઓ પણ મળે છે. જે એક જ સ્થળે વિવિધ કાર્યો કરવા સક્ષમ બનાવે છે.ઝડપી વ્યવહારો માટે મર્ચન્ટ સોલ્યુશન્સ: મર્ચન્ટ ઈઝી અને મર્ચન્ટ પ્રાઈમ જેવી ઈનોવેટિવ ઓફર્સ, જે પેમેન્ટ કન્ફર્મેશન માટે સાઉન્ડબોક્સ જેવા સંસાધનો પૂરા પાડે છે, તે જ દિવસે ફંડની સેટલમેન્ટ અને રોકડ ડિપોઝિટની વિસ્તૃત મર્યાદા, વેપારીઓ અને વેપારીઓને વ્યવહારોને અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે.ફંડ્સનું ઝડપી એક્સેસઃ એપ મારફત રૂ. 25 લાખ સુધીનો કોલેટરલ ફ્રી ઓવરડ્રાફ્ટ મળે છે. જે કાર્યકારી મૂડીની જરૂરિયાતો સમયસર અને ઝડપથી પૂરી કરવાની ખાતરી આપે છે.

યસ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, “યસ બેન્કમાં, અમે હંમેશા સમગ્ર ભારતમાં વ્યવસાયોની આકાંક્ષાઓ અને પડકારો સાથે સંરેખિત કરતાં બેન્કિંગને પુનઃવ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. ભારતમાં સૌથી વધુ કામદાર વર્ગ સાથે એમએસએમઈ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે. IRIS બિઝ એપ્લિકેશન બિઝનેસ વૃદ્ધિને સશક્ત બનાવવા માટે ઈન્ટિગ્રેટેડ, ટેકનોલોજી આધારિત કસ્ટમર-ફર્સ્ટ સોલ્યુશન પ્રદાન કરે છે. આ ન્યૂ એજ એપ્લિકેશન એક બેન્કિંગ પ્લેટફોર્મ કરતાં વધુ છે; તે એક વ્યાપક બિઝનેસ પાર્ટનર છે જે આપણા ગ્રાહકોની દરેક જરૂરિયાતો પૂરી કરતાં બેન્કિંગ ઉપરાંત ખાસ સેવા આપે છે. મને વિશ્વાસ છે કે, 100થી વધુ ફીચર્સ સાથે IRIS બિઝ પ્રત્યેક ઉદ્યોગ સાહસિકની જરૂરિયાતને સંબોધિત કરે છે, જે તેમની સફળતામાં નોંધનીય ફાળો આપતાં દેશની આર્થિક પ્રગત્તિમાં યોગદાન આપે છે.”આ લોન્ચ એમએસએમઈ સેક્ટરની સેવામાં યસ બેન્કના મજબૂત રેકોર્ડમાં ઉમેરો કરે છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, બેન્કે એમએસએણઈને રૂ. 15,279 કરોડની લોનનું વિતરણ કર્યું હતું, જ્યારે એસએમઈ એડવાન્સિસ વાર્ષિક ધોરણે 25.8% વધી હતી. મિડ-કોર્પોરેટ એડવાન્સિસ 25.5% વધી છે, જે મોટા અને નાના વ્યવસાયોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેન્કની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. યસ બિઝનેસ સાથે, બેન્ક ઉદ્યોગસાહસિકો પર ધ્યાન કેન્દ્રિત કરતાં અસરકારક, ઈઝી-ટુ-યુઝ સોલ્યુશન્સ (સરળ ઉકેલો) પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. જે એમએસએમઈને સ્પર્ધાત્મક માહોલમાં ટકી રહેવા અને માર્કેટની બદલાતી સ્થિતિ અપનાવવા મદદરૂપ બને છે.IRIS બિઝ એપ દ્વારા સંચાલિત યસ બિઝનેસનું લોન્ચિંગ બેન્કિંગ ઉપરાંત ઈનોવેટિવ, ટેક્નોલોજી આધારિત ઉકેલો પૂરા પાડવાના યસ બેન્કના સમર્પણને રેખાંકિત કરે છે. એમએસએમઈ અને બિઝનેસની ઉભરતી જરૂરિયાતોને સંબોધતાં બેન્ક સમગ્ર દેશમાં મૂલ્ય નિર્માણ અને આર્થિક વિકાસને વેગ આપવાનો ઉદ્દેશ ધરાવે છે.યસ બેન્ક દ્વારા યસ બિઝનેસ અને IRIS બિઝના પરિવર્તનશીલ ફીચર્સ માણો. એમએસએમઈના ગ્રોથ માટે સશક્ત બનાવતી અમારી ઝુંબેશ અહીં જુઓ.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here