અન્ય રેપર્સ બેંગાલુરુ, કોલકાતા, ચંદીગઢ, ચેન્નઇ, નોઇડા, ભુવનેશ્વર અને ગોવાના – હવે આ તમામ રેપર્સ છ ભાગની સિરીઝમાં એક બીજાની સાથે ટકરાશે
MX પ્લેયર તા. 2 એપ્રિલથી વિના મૂલ્ય સ્ટ્રીમ કરી શકાશે – વિજેતાને હવે સંપૂર્ણ લંબાઇવાળા સ્ટુડીયો આલ્બમ, મ્યુઝિક વીડિયો અને ઇપીકે અનેવધુનુ રેકોર્ડ કરવા માટેની તક આપવામાં આવશે
અમદાવાદ,તા.23
રેડ બુલ સ્પોટલાઇટ કે જે ભારતના શ્રેષ્ઠ રેપર્સને શોધી કાઢવાની અને ટેકો આપવાની રાષ્ટ્રભરની શોધ છે તે દેશભરમાં ક્વોલિફાયર્સ સાથે 2020ના પ્રારંભમાં પરત આવી છે. મુંબઇ, દિલ્હી, બેંગાલુરુ, ગૌહત્તી, હૈદરાબાદ, ચંદીગઢ, કોચી અને ઇન્દોર સહિતના 15 શહેરોના વિજેતાઓ વર્ચ્યુલ ક્લોવિફાયરમાં એકબીજાની સામે આવ્યા હતા અને ત્યારે તેઓની સંખ્યા આઠ હતી. આ આઠ રેપર્સ બેંગાલુરુ, કોલકાતા, ચંદીગઢ, ચેન્નઇ, નોઇડા, ભુવનેશ્વર, અમદાવાદ અને ગોવાના છે – હવે તેઓ છ ભાગની સિરીઝમાં એક બીજાની સાથે ટકરાશે, જેમાં ટાઇટલથી દૂર થતા એકના અંત સાથેનું સ્ટ્રીમીંગ તા.2 એપ્રિલથી MX પ્લેયર પર સ્ટ્રીમીંગ કરવામાં આવશે. રેડ બુલ મીડિયા હાઉસલ અને MX પ્લેયર સાથે સુપારી સ્ટુડીયો દ્વારા નિર્માણ કરાયેલી અને નિશા વાસુદેવન દ્વારા દિગ્દર્શિત આ સિરીઝના ફાઇનાલિસ્ટમાં ચેન્નઇના એ-ગન, બેંગાલુરુના લાઉડ સાયલંસ, કોલકાતાના MC હેડશોટ, ચંદુગઢના સુપરમનીક, નોઇડાના અલબેલા, ભુવનેશ્વરના ર્હીમીંગ મે, ગોવાના રુશી ગોસાવી અને અમદાવાદના સિયાહીએ ભારતના કેટલાક શ્રેષ્ઠ હિપ-હોપ હેઠળ વર્કશોપ્સ અને સત્રોમાં હાજર રહીને, પડકારો સ્વીકારીને અને વધુ દ્વારા માર્ગદર્શન મેળવ્યુ હતુ. મેન્ટર્સમાં સોફીયા અશરફ, નાઝી ડોપે એડેલિઝ, સેઝ ઓન ધ બીટ અને ડેવિલનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, સપ્તાહના અંતમાં આઠ યુવાન રેપર્સ ફાઇનલમાં એકબીજાની સામે અથડાયા હતા, ફ્રીઝોન પ્રોડક્શન્સ દ્વારા નિર્માણ કરાયુ હતું અને રેડ બુલ સ્પોટલાઇટના નવા ચેમ્પીયન તરીકે એક ઉભરી આવ્યા હતા. વિજેતાને હવે સંપૂર્ણ લંબાઇવાળુ આલ્બમ, મ્યુઝિક વીડિયો રેકોર્ડ કરવાની, તેને રજૂ કરવાની યોજનામાં ટેકો આપવાની અને સફરના ટેકા તેમજ અન્યની તક પ્રાપ્ત કરશે. મુંબઇ સ્થિત રેપર ડી એમસી, જે શોના મેન્ટોર અને ફાઇનલમાં જજ હતા તેઓ કહે છે કે, “યુવા પેઢી તેમની શ્રેષ્ટતાને આગળ લાવે છે તે જોતા આનંદ થાય છે. તેમાના દરેકમાં સંપૂર્ણ શક્તિ છે ત્યારે યજમાન તરીકે થોડાની પસંદગી કરવી તે કુદરતી વર્તણૂંક છે. આ સફરે તેમને વધુ સારા પણા માટે નિઃશંકપણે બદલ્યા છે અને મને આશા છે કે તેઓ આ પરિસ્થિતિને એક ઉભરતીતક તરીકે જોશે. રેડ બુલ સ્પોટલાઇટ જેવું પ્લેટફોર્મ યુવા યજમાનો કે જો પીઢ પાસેથી શીખવા માટે ઉત્સુક છે તેમને નિશ્ચિતપણે આશાનું કિરણ તેમની પ્રતિભાને દર્શાવવાની તક આપે છે. મને ધ્યાનમાં છે ત્યા સુધી એવી બીજો કોઇ શો નથી જેણે શીખવાડવામાં અને હવે પછીની પેઢીના જ્ઞાનન પસાર કરવામાં આટલી સંભાળ લીધી નથી”. ડિવાઇન હિપ-હોપમાં દેશમાં મોટા નામોમાનું એક છે અને ફાઇનલમાં એક ફેલો જજ તરીકે કહે છે કે “ફાઇનલમાં બહોળી કક્ષામાં પ્રતિભાને જોતા મને આશ્ચર્ય થાય છે. મને લાગે છે તે પસંદગીની પ્રક્રિયા વિશે અને શોધવાની બાકી હોય તેવી બાકીની પ્રતિભાની ગુણવત્તા વિશે ઘણું બધુ કહે છે અને ભારતમાં તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યુ છે. રેડ બુલે મે શરૂ કર્યુ તે પહેલા અને અત્યાર સુધીમાં વિવિધ સ્વરૂપોમાં સંગીત અને સંસ્કૃતિને ટેકો પૂરુ પાડતું આવ્યુ છે. સ્પોલાઇટ એ પ્રતિભાને શોધી કાઢવામાં મદદ કરવા માટેનું એક લાંબી રેખાના પ્લેટફોર્મમાંનો અન્ય એક પ્રયાસ છે અને તેમના માટે એક કારકીર્દી ઊભી કરે છે”.