આ બાળકી મધ્યપ્રદેશના શહડોલના સાંસદ હિમાદ્રી સિંહની દીકરી છે. વડાપ્રધાન મોદીના આમંત્રણ પર 16 માર્ચે અનૂપપુર સાંસદ હિમાદ્રી સિંહ PM ઓફિસ પહોંચ્યા હતાં. આ દરમિયાન હિમાદ્રી સિંહની ત્રણ વર્ષની દીકરી ગિરીશા સિંહ પણ સાથે હતી. વડાપ્રધાનની વિશેષ ઈચ્છા જાહેર કરીને સાંસદ હિમાદ્રી સિંહની 3 વર્ષની પુત્રી ગિરીશા સિંહને મળવા બોલાવ્યા હતાં. વડાપ્રધાને ગિરીશા સિંહને પૂછ્યું કે- હું નોકરી કરું છું તો બાળકીએ પણ ફટાક દઈને તાત્કાલિક જવાબ આપ્યો કે તમે તો પાર્લામેન્ટમાં નોકરી કરો છો. બાળકીનો જવાબ સાંભળીને વડાપ્રધાન હસી પડ્યા. વડાપ્રધાને બાળકીની સાથે ઘણે મોડે સુધી વાતચીત કરી.
સાંસદે અનેક મુદ્દે વાત કરી
સાંસદ હિમાદ્રી સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને સંસદીય ક્ષેત્રના પ્રમુખ મુદ્દાઓને પ્રાથમિકતાથી રાખ્યા. સાંસદે અમરકંટક વિશ્વવિદ્યાલયમાં ઘટિત ઘટનાક્રમને લઈને જાણકારી આપી. જેમાં ન્યાયચિત કાર્યવાહી કરવા સહિત ક્ષેત્રની સમસ્યાઓ તેમજ માગથી અવગત કરાવ્યા. સાંસદે જણાવ્યું કે વડાપ્રધાન મોદીની સાથે થયેલી આ મુલાકાતને સંસદીય ક્ષેત્ર માટે વરદાન સાબિત થશે. સાંસદ હિમાદ્રી સિંહે વડાપ્રધાનને બિપિન રાવતની જયંતિ પર સંસદીય ક્ષેત્રની અંદર સૈનિક સ્કૂલ ખોલવાની માગ કરી. સાથે જ રેલવે સંબંધિત તમામ સમસ્યાઓને પ્રમુખતાથી રાખી. નાગપુર માટે સીધી ટ્રેનને ચલાવવા તેમજ રેલવે લાઈનના વિસ્તાર, ટ્રેનને સ્ટોપેજ તથા અન્ય સમસ્યાઓથી અવગત કરાવ્યા. જનજાતીય સમાજના ઉત્થાન માટે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા તમામ કાર્યો પ્રત્યે ધન્યવાદ પણ આપ્યાં.