Saturday, February 22, 2025
Homenationalવિમાનમાં નેટ કનેક્ટિવિટી: TRAI ટેરિફને નિયંત્રિત નહીં કરે

વિમાનમાં નેટ કનેક્ટિવિટી: TRAI ટેરિફને નિયંત્રિત નહીં કરે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

નવી દિલ્હી:વિમાન પ્રવાસીઓ ભારતીય સીમામાં ઊડતા હશે તે દરમિયાન વિમાનમાં તેઓ કોલ કરે અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કરે તેના દરને ટ્રાઇ નિયંત્રણ નહીં કરે તેમ અધિકારીએ કહ્યું છે. જોકે, મોબાઇલ ફોન ઓપરેટર્સ, સેક્ટરના નિરીક્ષકો અને ઉડ્ડયન નિષ્ણાતોએ કહ્યું કે સ્થાનિક કેરિયર્સને આમાં બહુ ફાયદો નથી. કારણ કે તેણે ઇન્ટરમિડિયરી પર આધાર રાખવો પડશે અને સ્થાનિક રૂટ ટૂંકા અંતરના હોવાથી આવક પણ ખાસ નહીં મળે. તેની સરખામણીમાં મૂડીરોકાણ ઘણું વધારે હશે.

નિયમો પ્રમાણે ઈન-ફ્લાઇટ કનેક્ટિવિટી (આઇએફસી) સર્વિસ આપતી વખતે મલ્ટિનેશનલ ટેલિકોમ કંપનીઓએ એરલાઇન અને ભારતીય ટેલિકોમ કંપનીઓ વચ્ચે ઇન્ટરમિડિયરી તરીકે કામ કરવું પડશે. ટ્રાઇના ચેરમેન આર એસ શર્માએ કહ્યું કે સમગ્ર ટેલિકોમ સેક્ટરમાં ટેરિફ નિયંત્રિત છે અને ઈન-ફ્લાઇટ કનેક્ટિવિટી પણ તેમાં આવી જશે. અમે તેનો વહીવટ કરવાના નથી પરંતુ તે નિયંત્રિત રહેશે.તેમણે કહ્યું કે ઈનફ્લાઇટ કનેક્ટિવિટી (આઇએફસી) ઓફર કરવા માટે આર્કિટેક્ચર એ ભારતીય ટેલિકોમ કંપની અને આંતરરાષ્ટ્રીય ટેલિકોમ કેરિયર વચ્ચે એક બિઝનેસ નિર્ણય હશે અને આંતરરાષ્ટ્રીય ટેલિકોમ કેરિયર્સ તેમાં ઇન્ટરમિડિયરી તરીકે કામ કરશે. ટોચના એક અધિકારીએ જણાવ્યું કે, સ્થાનિક અર્થ સ્ટેશનનું સંચાલન કરતા ટેલિકોમ ઓપરેટર્સે આંતરરાષ્ટ્રીય સર્વિસ પ્રોવાઇડર્સ સાથે વ્યવસ્થા કરવી પડશે, એરપ્લેન કંપની સાથે નહીં, જેથી ફ્લાઇટ ભારતીય હવાઈ સરહદમાં પ્રવેશ કરે તેની સાથે જ સિગ્નલ મળવા લાગશે.ચાલુ મહિનાની શરૂઆતમાં ટેલિકોમ સચિવ અરુણા સુંદરરાજનના નેતૃત્વ હેઠળ ટેલિકોમ પંચે એર ટ્રાવેલર્સને વિમાનમાં સ્માર્ટફોન પર ઇન્ટરનેટની સુવિધા આપવાનો નિર્ણય લીધો હતો. વિમાન 3,000 મીટરની ઊંચાઈએ પહોંચે પછી આ સેવા મેળવી શકાશે. આઇએફસીની પહેલથી એરક્રાફ્ટ કંપનીઓ એરબસ અને બોઇંગ સ્થાનિક ટેલિકોમ કંપનીઓ સાથે મળીને ઇક્વિપમેન્ટ ફીટ કરશે જેથી તેઓ સ્થાનિક બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે કરાર કરી શકશે.

કસ્ટમ ટેરિફ પ્લાન પ્રમાણે એર પેસેન્જર્સ ઓન – એર નેટવર્ક અથવા ઈનફ્લાઇટ વાઇ-ફાઇ સર્વિસ સાથે કનેક્ટ કરી શકશે અને ‘સિક્યોર્ડ’ ડેટા સર્વિસ મેળવવા માટે વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) મેળવશે. શર્માએ કહ્યું કે, અત્યારે આ સેક્ટરમાં જે વાઇ-ફાઇ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે તે ઉપલબ્ધ કરાવાશે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here