Sunday, September 20, 2026
HomeGujaratદરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો સળગી રહ્યા હતા:...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો સળગી રહ્યા હતા: પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસે જણાવી આપવીતી

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના મોત થયા હતા. જેમાં એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારિક બચાવ થયો હતો. જે હાલ સારવાર હેઠળ હૉસ્પિટલમાં છે. તેની સ્થિતિ સામાન્ય છે. વિશ્વાસ કુમાર રમેશે મીડિયા ઇન્ટરવ્યુમાં પોતાનો બચાવ કેવી રીતે થયો તેના વિશે જણાવ્યું હતું.વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે, વિમાન જેવું રનવે પર સ્પીડથી ટેક ઑફ કરવાની તૈયારીમાં હતું, ત્યારે જ કંઈક અજીબ અનુભવ થયો. અચાનક 5-10 સેકન્ડ માટે વિમાન અટકી ગયું હતું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઇટ લાઇટ્સ ઑન થઈ ગઈ. જાણે એવું લાગ્યું કે, પાયલોટે માંડ-માંડ પ્લેનને ટેક ઑફ કરાવ્યું હોય. બાદમાં સ્પીડમાં જ પ્લેન સીધું હોસ્ટેલની બિલ્ડિંગમાં જઈને અથડાયું. મારી આંખો સામે જ આખું પ્લેન બળીને ખાખ થયું હતું.આગળ વિશ્વાસ કહ્યું કે, મારી સીટ પ્લેનના જે હિસ્સામાં હતી. તે હિસ્સો જ બિલ્ડિંગના નીચલા હિસ્સા સાથે અથડાયો હતો. ઉપરના હિસ્સામાં આગ લાગી હતી. અનેક લોકો ફસાયા હતા. હું મારી સીટ સાથે જ નીચે પટકાયો હતો. દરવાજો તૂટી જતાં હું સીટ સાથે પટકાયો, મારી સામે થોડી ખુલ્લી જગ્યા હોવાથી હું માંડ-માંડ તેમાંથી બહાર નીકળ્યો. વિમાનની બીજી બાજુમાં દિવાલ હોવાથી ત્યાંથી કોઈ બહાર નીકળી શક્યું ન હતું. મારી આંખો સામે જ બે એર હોસ્ટેસ, એક અંકલ-આંટી અને બધું જ બળી રહ્યું હતું. આ દુર્ઘટનામાં મારો ડાબો હાથ બળી ગયો હતો. પરંતુ મારો જીવ બચી ગયો. મેં બહાર આવીને જોયું તો ચારેકોર આગ અને ધુમાડાના ગોટે-ગોટા હતા. જો મને બહાર નીકળવામાં થોડી સેકન્ડ વધુ થઈ હોત તો હું પણ…વિશ્વાસ અને તેનો ભાઈ અજય બંને બ્રિટનના લેસ્ટરમાં રહેતા હતા. બંને સાથે જ ફ્લાઇટમાં લંડન જઈ રહ્યા હતા. વિશ્વાસના અન્ય એક ભાઈ નયને જણાવ્યું કે, અમારી વિશ્વાસ સાથે વાત થઈ હતી. તે હૉસ્પિટલમાં સુરક્ષિત છે. પરંતુ બીજા ભાઈ અજયની ભાળ મળી નથી. તે પણ વિશ્વાસની જેમ સુરક્ષિત હોય તેવી આશા છે. વિશ્વાસને પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેની જાણકારી નથી. તેને તે પણ નથી ખબર કે, તેનો જીવ કેવી રીતે બચ્યો. પરંતુ તેનો ભાઈ અજય હજુ સુધી મળ્યો નથી. જેથી તેનો પરિવાર શોકમાં છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here