Monday, February 3, 2025
HomeGujaratAhmedabadસરકારના મતે ગેરકાયદેસર પણ અમદાવાદમાં 5000 જેટલાં ટ્યુશન સેન્ટર ધમધમી રહ્યાંનો ઘટસ્ફોટ

સરકારના મતે ગેરકાયદેસર પણ અમદાવાદમાં 5000 જેટલાં ટ્યુશન સેન્ટર ધમધમી રહ્યાંનો ઘટસ્ફોટ

Date:

spot_img

Related stories

ઇઝરાયલી અને ભારતીય આધ્યાત્મિક સંગીતના અદ્ભુત સંગમ મહાકુંભ મેળામાં...

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળામાં 2 ફેબ્રુઆરીની સાંજ...

ભારતીય પ્રતિભા માટે વૈશ્વિક સ્ટેજ પૂરું પાડવામાં ઝી ટીવી...

ભારતીય સંગીત અને રિયાલિટી ટેલિવિઝન માટે એક ઐતિહાસિક ક્ષણ...

‘ખૂબ ચલેગા’ અભિયાનની સફળતા પછી જીમી શેરગિલની HMD સાથેની...

હ્યુમન મોબાઇલ ડિવાઇસે આજે પ્રખ્યાત અભિનેતા જિમી શેરગિલ સાથે...

એરટેલ ના ગોપાલ વિટ્ટલ જીએસએમએ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ બન્યા

ભારતી એરટેલના વાઇસ ચેરમેન અને એમડી ગોપાલ વિટ્ટલને જીએસએમએ...

સાયન્સ સિટીમાં “વેટલેન્ડ્સ એક્શન ફોર પીપલ એન્ડ નેચર” થીમ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે આજે "વેટલેન્ડ્સ એક્શન ફોર પીપલ...

-યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક UBN એ અમદાવાદ, વડોદરા અને રાજકોટના...

યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક UBN એ અમદાવાદ, વડોદરા અને રાજકોટના...
spot_img

હાલમાં જ દિલ્હી ખાતે થયેલા કોચિંગની દુર્ઘટનાને અનુલક્ષીને અમદાવાદની પરિસ્થિતિ જોતાં હાલ અમદાવાદમાં 5000થી વધુ ક્લાસીસ ખીચોખીચ કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના ધોરણો વિના જ કોમ્પ્લેક્સ અને ભોંયરાઓમાં ચાલી રહ્યા છે. નોંધણી વગર, સેલરમાં ટ્યૂશન કલાસીસ ચાલે છે.દિલ્હી અને સુરતની દુર્ઘટના પછી મોટા ભાગના વાલીઓ અને શિક્ષણ વિભાગ હજુ પણ કોઈપણ પ્રકારની આ ઘટનામાંથી બોધપાઠ શીખ્યા વિના ચાલતા સંખ્યાબંધ કોચિંગ ક્લાસિસમાં કોમ્પ્લેક્સને સેલરમાં કોઈપણ પ્રકારની સંખ્યાના નિયમોને અવગણીને ભરચક રીતે બેફામ ગેરકાયદેસર ટ્યૂશન ચાલી રહ્યા છે.દસ વર્ષે એકાદવાર ટ્યૂશનો પર તવાઈ આવે છે. અત્યાર સુધીના આંકડા અને અનુભવ પ્રમાણે લગભગ શિક્ષણ વિભાગ દ્વારા દર દસ વર્ષે એકાદવાર ટ્યૂશનો પર તવાઈ આવે છે. ભાજપના તત્કાલિન શિક્ષણમંત્રી નલિન ભટ્ટ અને આનંદીબેન પટેલના કાર્યકાળ દરમ્યાન બે મોટી ટ્યૂશન વિરોધી કાર્યવાહી થઈ હતી.

એક વર્ગમાં એક વિદ્યાર્થીને બેસવા માટે નિયમ પ્રમાણે આઠ ચોરસ ફૂટ જગ્યા જોઈએ. જેથી તેને પૂરતો ઓક્સિજન મળી શકે. આ માંગણી લોકો શાળા પાસેથી કરે છે પરંતુ જ્યારે તેમનું બાળક ટ્યૂશનમાં ભણવા જાય છે ત્યાં આવા કોઈ સુરક્ષાના કે મોકળાશના નિયમો નથી હોતા છતાં તેને જાણી જોઈને ચલાવી લેવામાં આવે છે.આ પણ વાંચો: નદીપારના બ્રિજનું ઈન્સપેકશન કરાયું, ગાંધીબ્રિજનું સુપર સ્ટ્રકચર ખરાબ,પરિમલઅંડરપાસની દિવાલોમાં તિરાડ આ ક્ષેત્રમાં સૌથી વધુ એન્જિનિયરો ટ્યૂશન કરાવી રહ્યા છે ક્લાસીસ ચલાવતા એક શિક્ષકના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ત્રણેક હજાર ટ્યુશન ક્લાસિસ એવા છે કે જ્યાં શિક્ષકો કોમ્પ્લેક્સમાં ભણાવે છે. એક સમય એવો હતો કે માત્ર બેકારીનો સામનો કરતો બી.એડ.ના શિક્ષક જ આર્થિક તકલીફને કારણે ટ્યૂશન કરવા જતા. પરંતુ આજે આ ક્ષેત્રમાં સૌથી વધુ એન્જિનિયરો ટ્યૂશન કરાવી રહ્યા છે. ટ્યૂશન ગેરકાયદેસર હોવાથી તેને માન્યતા પ્રાપ્ત કશું સર્ટિફિકેશન મળતું નથી. જેના કારણે બધું જ લોલમલોલ ચાલે છે. અમદાવાદમાં સૌથી વધુ ટ્યૂશન કલાસીસ નારણપુરા, મણીનગર, બાપુનગર, રાણીપ, પાલડી, સેટેલાઈટ, વાડજ વિસ્તારમાં છે.

ઇઝરાયલી અને ભારતીય આધ્યાત્મિક સંગીતના અદ્ભુત સંગમ મહાકુંભ મેળામાં...

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળામાં 2 ફેબ્રુઆરીની સાંજ...

ભારતીય પ્રતિભા માટે વૈશ્વિક સ્ટેજ પૂરું પાડવામાં ઝી ટીવી...

ભારતીય સંગીત અને રિયાલિટી ટેલિવિઝન માટે એક ઐતિહાસિક ક્ષણ...

‘ખૂબ ચલેગા’ અભિયાનની સફળતા પછી જીમી શેરગિલની HMD સાથેની...

હ્યુમન મોબાઇલ ડિવાઇસે આજે પ્રખ્યાત અભિનેતા જિમી શેરગિલ સાથે...

એરટેલ ના ગોપાલ વિટ્ટલ જીએસએમએ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ બન્યા

ભારતી એરટેલના વાઇસ ચેરમેન અને એમડી ગોપાલ વિટ્ટલને જીએસએમએ...

સાયન્સ સિટીમાં “વેટલેન્ડ્સ એક્શન ફોર પીપલ એન્ડ નેચર” થીમ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે આજે "વેટલેન્ડ્સ એક્શન ફોર પીપલ...

-યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક UBN એ અમદાવાદ, વડોદરા અને રાજકોટના...

યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક UBN એ અમદાવાદ, વડોદરા અને રાજકોટના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here