
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણીની તારીખોના એલાન બાદ તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણીની તૈયારી તેજ કરી દીધી છે. ત્યારે હવે હરિયાણાના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે. લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ બંને ખેલાડીઓએ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ બંને પહેલવાનો અને રાહુલ ગાંધીની મુલાકાતની તસવીર સામે આવી હતી. ઘણા દિવસોથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, વિનેશ ફોગાટ કોંગ્રેસની ટિકિટ પર હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એન્ટ્રી કરી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળોએ જોર પકડ્યું છે કે, વિનેશ ફોગાટ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ શકે છે. હવે રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત બાદ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બજરંગ પુનિયા બાદલી બેઠક પરથી ચૂંટણી લડશે અને વિનેશ ફોગાટ જુલાનાથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી હતી કે, વિનેશ ફોગાટને દાદરી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી શકે પરંતુ વિનેશને જુલાના બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી છે. બીજી તરફ બજરંગ પુનિયા બાદલી બેઠક પરથી ચૂંટણી લડશે. મંગળવારે જ હરિયાણાના કોંગ્રેસી નેતા બાબરિયાએ વિનેશ વિશે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ તેમની સ્થિતિ સ્પષ્ટ કરી દેવામાં આવશે.
Wrestlers Vinesh Phogat, Bajrang Punia meet Rahul Gandhi, likely to contest Haryana assembly polls
— ANI Digital (@ani_digital) September 4, 2024
Read @ANI Story l https://t.co/ao8VNCkOq7 #haryanaassemblyelection #RahulGandhi #VineshPhogat #BajrangPunia pic.twitter.com/8WBQOHmTKZ