Sunday, May 19, 2024
HomePoliticsનવા સંસદ ભવનના કાર્યક્રમનો 19 પક્ષો દ્વારા બહિષ્કાર, કહ્યું ઉદ્ઘાટન PM નહીં...

નવા સંસદ ભવનના કાર્યક્રમનો 19 પક્ષો દ્વારા બહિષ્કાર, કહ્યું ઉદ્ઘાટન PM નહીં રાષ્ટ્રપતિ કરે

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

નવી દિલ્હી : ભારતની સંસદનું નવું ભવન બનીને તૈયાર થઈ ગયું છે ત્યારે પીએમ મોદી આગામી 28મેના રોજ તેનું ઉદઘાટન કરવાના છે. આ દરમિયાન ઉદઘાટન અંગે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને આમ આદમી પાર્ટી સહિત વિપક્ષી દળોનું કહેવું છે કે ઉદઘાટન પીએમ મોદીએ નહીં પણ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ. આટલું જ નહીં વિપક્ષે સરકાર સામે આક્ષેપ કર્યો છે કે તે રાષ્ટ્રપતિની ગરીમાને નબળી પાડી રહી છે. તેમને સરકારના વડા હોવા છતાં ઉદઘાટન માટે બોલાવાયા નથી. આ દરમિયાન કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એનસીપી, આરજેડી, જદયુ સહિત 19 વિપક્ષી દળોએ આ સમારોહમાં હાજરી નહીં આપી તેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે.  પીએમ મોદીના હસ્તે સંસદના ઉદઘાટન અંગે સૌથી પહેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ સવાલ ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ઉદઘાટન પ્રધાનમંત્રીએ નહીં પણ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ. તેમના પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે સહિત અનેક વિપક્ષી દળોએ મોરચો ખોલ્યો હતો. હવે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના, કોંગ્રેસ, આપ, એનસીપી, સીપીઆઈ, સીપીએમ, એઆઈએમઆઈએમ, આરજેડી અને જેડીયુએ પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. બંગાળની સત્તાધારી પાર્ટી ટીએમસી અને તમિલનાડુની ડીએમકે પણ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે. હાલમાં ભારત રાષ્ટ્ર સમિતિ અને અકાલી દળ વતી કોઈ નિર્ણય આવ્યો નથી. એવું મનાય છે કે બહિષ્કારનો નિર્ણય બીઆરએસ પણ કરી શકે છે. જોકે અકાલી દળ આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. જોકે તેમના વતી પણ કોઈ નિર્ણય આવ્યો નથી. જ્યારે યુપીની મુખ્ય વિપક્ષી પાર્ટી સપા અને આરએલડીએ કાર્યક્રમના બહિષ્કારની જાહેરાત કરી છે. જોકે ચર્ચા એવી છે કે માયાવતીની બસપા અને આંધ્રપ્રદેશની સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે. બીજેડીએ હજુ આ મામલે કોઈ નિર્ણય કર્યો નથી. 

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here