Friday, September 25, 2026
HomePoliticsModiકર્ણાટકમાં હુમનાબાદથી PM મોદીએ શરૂ કર્યો પ્રચાર, ડબલ એન્જિન સરકાર જાળવી રાખવા...

કર્ણાટકમાં હુમનાબાદથી PM મોદીએ શરૂ કર્યો પ્રચાર, ડબલ એન્જિન સરકાર જાળવી રાખવા કરી અપીલ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

હુમનાબાદ : કર્ણાટકમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આવી સ્થિતિમાં રાજ્યમાં ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે.  પીએમ મોદી આજે કર્ણાટકમાં રોડ શો અને ચૂંટણી જનસભાને પણ સંબોધિત કરી રહ્યા છે. રાજ્યમાં પ્રચાર માટે હુમનાબાદમાં જાહેર સભામાં પીએમ મોદીએ કહ્યું કે, “આ કર્ણાટકને દેશમાં નંબર 1 રાજ્ય બનાવવાની ચૂંટણી છે. કોંગ્રેસ અને જેડીએસ ખેડૂતો વિરોધી છે. કર્ણાટકના લોકોને પીએમ મોદીએ કહ્યું કે પહેલા તમારી સાથે લોન માફીના નામે  છેતરપિંડી કરવામાં આવી હતી. એટલા માટે હવે રાજ્યમાં ડબલ એન્જિન સરકાર જરૂરી થઈ ગઈ છે.”પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે કર્ણાટકની ચૂંટણી માત્ર પાંચ વર્ષ માટે સરકાર બનાવવા માટે નથી, પરંતુ તે રાજ્યને દેશમાં નંબર વન બનાવવા માટે પણ છે. કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે રાજ્યમાં ‘ડબલ એન્જિન’ સરકાર યથાવત્ રહે તે જરૂરી છે. રાજ્યમાં ‘ડબલ એન્જિન’ સરકાર એટલે ડબલ સ્પીડ. કર્ણાટકમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે.ફેબ્રુઆરીથી આ વર્ષે પીએમ મોદીની કર્ણાટકની આ નવમી મુલાકાત છે. રાજ્યમાં 10 મેના રોજ 224 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવશે. હુમનાબાદ રેલી પછી, પીએમ મોદી વિજયપુરા જશે, જ્યાં તેઓ બપોરે 1 વાગ્યે બીજી જાહેર સભાને સંબોધિત કરશે. આ જાહેરસભાને સંબોધિત કર્યા બાદ તેઓ બેલાગવી જિલ્લાના કુડાચી જશે. પીએમ મોદી લગભગ પોણા બે વાગ્યે ત્યાં લોકોને સંબોધિત કરશે. બાદમાં પીએમ મોદી સાંજે બેંગ્લોર નોર્થમાં રોડ શો કરવા માટે રવાના થશે. બેંગલુરુમાં રાજભવનમાં રાત્રિના આરામ કર્યા પછી તેઓ જાહેર સભાઓ કરવા માટે રવિવારે સવારે કોલાર, રામનગર જિલ્લાના ચન્નાપટના અને હાસન જિલ્લાના બેલુર જશે. વડાપ્રધાન રવિવારે મૈસુરમાં રોડ શો પણ કરશે. કાર્યક્રમ બાદ તેઓ મૈસૂરથી દિલ્હી જવા રવાના થશે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here