દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ સાથે રાજસ્થાની શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ATS, LCB અને SOGની ટીમે સંયુક્તરીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું.ગુજરાતના દરિયાઈ માર્ગ પરથી ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યુ હોઈ તેવું સામે આવ્યું છે. પોલીસે ખંભાળિયા હાઈવે પર આરાધના ધામ પાસેથી એક શખ્સને 350 કરોડની કિંમતનું 66 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં દેવભૂમિ દ્વારકા પોલીસને સફળતા મળી છે પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તેની તપાસ હાથ ધરી છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યુ હોવાની પોલીસે બાતમી મળી હતી. જે આધારે દેવભૂમિ દ્વારકા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી એક શખ્સને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છ દેવભૂમિ દ્વારકાના SP સુનિલ જોશીએ માહિતી આપી છે. તેઓએ જણાવ્યું હતું કે, વાડીનાર નજીકથી એક આરોપીને 14 થી 15 કિલો દ્રગ્સ સાથે ઝડપી લેવાયો છે. જેની બજાર કિંમત રૂપિયા 70 કરોડ હોવાનું એસપીએ ઉમેર્યું છે. જોકે, કુલ 66 કિલો જેટલું ડ્રગ્સ પકડાયું છે. જેની કિંમત 350 કરોડની આસપાસનું હોવાનું મનાય છે.દેવભૂમિ દ્વારકા જિલ્લો ભૂતકાળમાં દાણચોરી અને કેફી દ્રવ્યો તેમજ હથિયારોની ઘુસણખોરીનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે સ્થાનિક પોલીસની જુદી- જુદી શાખાઓ સક્રિય થઈ ડ્રગ્સ કૌભાંડને ઝડપી પાડ્યું છે. દેવભૂમિ દ્વારકા એલસીબી અને એસઓજી દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ખંભાળિયા નજીકથી એક રાજસ્થાની શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા એસપી સુનિલ જોશીએ આ અંગે માહિતી આપી છે. વાડીનાર નજીકથી એક આરોપીને 14 થી 15 કિલો દ્રગ્સ સાથે આંતરી લેવાયો છે. જેની બજાર કિંમત રૂપિયા 70 કરોડ હોવાનું એસપીએ જણાવ્યું હતું. દેવભૂમિ દ્વારકા વિસ્તારની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ માનવામાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશાળ દરિયાઈ વિસ્તાર આવેલો છે, અને વિવિધ સુરક્ષા એજન્સીઓની નજર આ વિસ્તાર પર સતત રહેતી હોય છે, ત્યારે અગાઉ પણ દરિયાઈ માર્ગે કેટલીય વખત અહી ડ્રગ્ઝ સહિતના માદક દ્રવ્યોની હેરફેર સામે આવી ચુકી છે. મુન્દ્રા બંદરે થોડા દિવસો પહેલા અંદાજીત રૂપિયા 21 હજાર કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. ટેલકમ પાવડરની આડમાં આ જથ્થો છુપાવાયો હોવાનું સામે આવ્યું હતું. મુન્દ્રા પોર્ટ પર ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 2 કન્ટેનરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.