
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી સુધીર કુમાર શર્માએ મંડળના 09 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં ઉત્કૃષ્ટ કામ અમલીકરણ માટે સન્માનિત કર્યા. આ રેલવે કર્મચારીઓને ડ્યૂટી દરમિયાન તેમની સજાગતા અને સતર્કતાને કારણે અમંગળ ઘટનાઓને રોકવામાં તેમના ફાળા બદલ પ્રમાણ-પત્ર અને સ્મૃતિચિહ્ન એનાયત કરીને સન્માનિત કર્યા.વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી ઉમેશ પ્રસાદના જણાવ્યા મુજબ શ્રી આશીષ કુમાર બી ગુડ્ઝ ટ્રેન મેનેજર-ગાંધીધામ, શ્રી સુનીલ કુમાર સ્ટેશન માસ્ટર-પિપળી, શ્રી રાકેશ મીણા કાંટેવાલા-ડીસા, શ્રી અરવિંદ કુમાર શર્મા સ્ટેશન માસ્ટર-મીઠા, શ્રી પુષ્કર ચૌધરી સ્ટેશન માસ્ટર –મીઠા, શ્રી સંતોષ કુમાર પોઈન્ટ્સમેન-મીઠા, શ્રી વિપુલ ચૌહાણ લોકો પાયલટ-સાબરમતી, શ્રી ધનંજય શર્મા સ્ટેશન માસ્ટર-વસઈ તીર્થ રોડ તથા શ્રી ક્ષિતિજ સિંહ રાઠોડ સ્ટેશન માસ્ટર-લખપતને અનિચ્છનિય ઘટનાઓ જેવી કે બ્રેકવાની સેન્ટર પિન તૂટેલી જાણવી, વેગનથી હેવી લીકેજ દેખાવું, તીવ્ર બર્નિંગ સ્મેલનો અનુભવ થવો, વેગનથી ધુમાડો નીકળતા જોવો વગેરે ઘટનાઓ પર તરત જ યોગ્ય કાર્યવાહી કરીને સંભવિત નુકસાનથી બચાવ્યા છે.મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્માએ આ સજાગ સંરક્ષા રેલવે પ્રહરીનો ઉત્સાહ વધાર્યો અને જણાવ્યું કે યાત્રીઓની સંરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારી પોતાની ડ્યૂટી દરમિયાન સજાગતા અને સતર્કતાથી કામ કરે છે ત્યારે અમને સેફ ટ્રેન વર્કિંગમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.