દેશમાં મોંઘવારી વચ્ચે આ રાજ્યની સરકારે ડુંગળી 24 રૂપિયે કિલો કરી, ગુજરાત સરકાર પ્રેરણા લે તો સારૂ

0
28

દિલ્હી સરકારે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના આસમાને પહોંચેલા ભાવથી સામાન્ય જનતાને રાહત આપવાની તૈયારી કરી લીધી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર જલ્દી જ લોકોને સસ્તી ડુંગળી ઉપલબ્ધ કરાવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે સરકાર ડુંગળી ખરીદી રહી છે. આશા છે કે, દસ દિવસમાં જ ડુંગળીનું વેચાણ શરૂ થઇ શકે છે. ત્યારે દિલ્હી સરકારના આ નિર્ણયથી ગુજરાત સરકાર પ્રેરણા લેતો સારૂ.

  • ડુંગળીના વધી રહેલા ભાવને લઇ દિલ્હી સરકારનો નિર્ણય
  • 24 રૂપિયા પ્રતિકિલો ડુંગળીનું કરશે વેચાણ

દિલ્હી સરકાર વેચશે ડુંગળી

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ ડુંગળીની કિંમત 24 રૂપિયા કિલોગ્રામ હશે. સરકાર ડુંગળી તમામ રાશનની દુકાન અને મોબાઇલ વેન દ્વારા વેચશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ડુંગળીના ભાવમાં અચાનક વધારાને ધ્યાનમાં લેતા હવે સરકારે ખુદ ડુંગળી વેચવાનો નિર્ણય લીધો છે.ડુંગળીનો જથ્થા દેશમાં ઓછો થઇ રહ્યો છે