ગુજરાતમાં ફરી ગાંધીના સહારે કોંગ્રેસ, દાંડી અને પોરબંદરથી કરશે સંદેશ યાત્રા

0
59

ગુજરાતમાં ખોવાયેલા જનાધારને મેળવવા માટે કોંગ્રેસ ફરી એકવાર મહાત્મા ગાંધીના સહારે છે. ગાંધી જયંતિ પહેલા શુક્રવારે દાંડી અને પોરબંદરથી યાત્રા શરૂ કરી કોંગ્રેસ નેતા જનતા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરશે. ગાંધી જયંતિ પર કોંગ્રેસ નેતા અહમદ પટેલ પણ આયોજનમાં સામેલ થશે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં ગુરૂવારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક થઈ. જેમાં ગાંધી સંદેશ યાત્રાને અંતિમ રૂપ આપવામાં આવ્યું. મહાત્મા ગાંધીજીની 150ની જયંતીના ઉપલક્ષ્‍યમાં તેમના વિચારોના પ્રચાર-પ્રસાર તથા જનતા સાથે સંપર્ક કરવા માટે ગુજરાત કોંગ્રેસ આ યાત્રા કરી રહી છે.

બાઈક યાત્રાને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા તથા નેતા વિપક્ષ પરેશ ધાનાણી પોરબંદરથી લીલી ઝંડી બતાવી. બંને નેતાઓ આ યાત્રામાં સામેલ થયા. બંને યાત્રાઓ બે ઓક્ટોબરે અમદાવાદના કોચરબ આશ્રમ પહોંચશે, જ્યાંથી તેઓ લગભગ 8 કિમી લાંબી પદયાત્રા કરીને તમામ લોકો ગાંધી આશ્રમ પહોંચશે.

ગાંધી જયંતિ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહમદ પટેલ પણ આ યાત્રામાં સામેલ થશે. યાત્રા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાહુલ વર્ધાથી નીકળનારી રેલીમાં ભાગ લેશે, જ્યારે સોનિયા ગાંધી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમનો ભાગ મળશે.