આગામી બે દિવસમાં ગુજરાતના આર્થિક પછાત સવર્ણો માટે રાજ્ય સરકાર 25 જેટલી જુદી જુદી લાભદાયક યોજનાઓ જાહેર કરવાની તૈયારીમાં છે. દેશના અન્ય આરક્ષણ ધરાવતા સમાજની જેમ જ સવર્ણો પૈકી જેઓ આર્થિક રીતે નબળી પરીસ્થિતિના છે અને તેના કારણે આજના સ્પર્ધાત્મક યુગમાં પાછળ રહી જાય છે. તેમના માટે SC,ST અને OBCને મળતા લાભો જેવા જ લાભ આપતી યોજનાઓ શરુ કરવામાં આવશે. પાટીદાર આંદોલન બાદ ચૂંટણી પહેલા ભાજપે કરેલી જાહેરાત અનુસાર રાજ્ય સરકારે થોડા દિવસો પહેલા નોન-રીઝર્વ્ડ કાસ્ટ વેલફેર કમિશનની રચના કરી હતી. આ કમિશને પોતાનો પહેલો રીપોર્ટ સરકારને સુપરત કરતા સવર્ણો માટે કેવા પ્રકારના કલ્યાણકારી પગલા લેવા જોઈએ તેની ભલામણ કરી છે.રાજ્ય સરકારે આ માટે રુ.532 કરોડ તાજેતરના બજેટમાં ફાળવ્યા છે. રાજ્યના સામાજીક કલ્યાણ અને ન્યાય વિભાગના પ્રધાન ઇશ્વર પરમારે કહ્યું કે, ‘રાજ્ય સરકારે આ યોજનાઓની અસરકર્તા તારીખ 1 એપ્રિલ 2018 નક્કી કરી છે. જેથી ત્યાર બાદ જે પણ સવર્ણ વિદ્યાર્થીએ એપ્લાય કર્યું હશે તે લાભને પાત્ર રહેશે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘કેબિનેટ ટૂંક સમયમાં જ આ યોજનાના લાભ માટે આવક મર્યાદાનો માપદંડ નક્કી કરશે. જે લગભગ 6-8 લાખની મર્યાદામાં રહી શકે છે.’ઓક્ટોબર 2017માં સરકારે સવર્ણ જાતી કલ્યાણ બોર્ડની જાહેરાત કરી હતી. જેના માટે સરકારે ગત વર્ષે રુ.500 કરોડનું ફંડ પણ ફાળવી આપ્યું હતું. જોકે આ ગ્રાન્ટનો કોઈ ઉપયોગ થયો નહોતો. જ્યારે તાજેતરમાં જ સરકારે આ યોજનાઓનો લાભ લેવા માટે જરુરી સવર્ણ જાતી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા માટે ડેઝિગ્નેટેડ સરકારી અધિકારીઓને સત્તા આપતો જીઆર ઇશ્યુ કર્યો હતો.30મેના રોજ સરકાર દ્વારા જાહરે કરવામાં આવેલ આ જીઆર મુજબ સરકારે સવર્ણ જ્ઞાતિમાં એ જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે જેમને SC,ST કે પછી સમાજીક અને આર્થિક પછાત જાતિમાં સમાવેશ નથી થતો. તેમજ આ જાતીઓને મળતા કોઈપણ વિશેષ લાભ તેમને નથી મળતા.# મફત અથવા સરકારી ગ્રાન્ટ દ્વારા ચલાતી બોય્ઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ
# સ્વરોજગાર માટે આર્થિક મદદ અથવા સોફ્ટ લોન
# વિદેશ અભ્યાસ માટે એજ્યુકેશન લોન
# લગ્ન માટે નાણાંકીય સહાયતા
# મહિલાઓ માટે આર્થિક કલ્યાણ યોજનાઓ
# આર્થિક પછાત માટે પેન્શન યોજના
# લઘુ લોન
# મેડિકલ, એન્જિનિયરિંગ સહિત અન્ય પ્રોફેશનલ કોર્સિસ માટે આર્થિક સહાયતા
# ઘર બનાવવા સહાયતા
# સરકારી નોકરી માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ