ધન્વંતરિ હોસ્પિટલમાં દાખલ થવા ટોકન લેવું પડશે

0
30
જો ત્યાં તમને બેડ ઉપલબ્ધ હોવાનું જણાય તો તમારે તેને આધારે સંબંધિત હોસ્પિટલમાં જઇને દાખલ થવાનું રહેશે. બીજી તરફ હોસ્પિટલની બહાર પણ ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવ્યાં હશે,
જો ત્યાં તમને બેડ ઉપલબ્ધ હોવાનું જણાય તો તમારે તેને આધારે સંબંધિત હોસ્પિટલમાં જઇને દાખલ થવાનું રહેશે. બીજી તરફ હોસ્પિટલની બહાર પણ ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવ્યાં હશે,

હાઇકોર્ટના સ્પષ્ટ આદેશો અને સૂચનો બાદ આખરે કોર્પોરેશનને કોરોનાને લગતી તેની તમામ નીતિમાં ધરમૂળથી ફેરફાર કરવો પડ્યો છે. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોર્પોરેશન સહિત તમામ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીએ હવે 108માં જવું ફરજિયાત નથી. ખાનગી વાહનમાં જશે તોપણ હોસ્પિટલે દર્દીને દાખલ કરવો પડશે. જ્યારે આધાર કાર્ડની પણ જરૂર નહીં પડે. ગુરુવાર સવારથી આ નિર્ણય લાગુ પડશે. કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાનાં રહેશે. 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે, જેથી મ્યુનિ.ના આ નિર્ણયથી શહેરમાં વધુ 1 હજાર બેડનો વધારો થશે.મારે સૌથી પહેલા રાજ્ય સરકારના પોર્ટલ પર જોઇ લેવાનું રહેશે કે તમારે માટે કઇ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ છે. જો ત્યાં તમને બેડ ઉપલબ્ધ હોવાનું જણાય તો તમારે તેને આધારે સંબંધિત હોસ્પિટલમાં જઇને દાખલ થવાનું રહેશે. બીજી તરફ હોસ્પિટલની બહાર પણ ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવ્યાં હશે, જ્યાં કેટલાં બેડ ઉપલબ્ધ છે એની માહિતી આપને મળી રહેશે. એને આધારે પણ તમે જ્યાં બેડ ઉપલબ્ધ હોય એ હોસ્પિટલમાં દાખલ થઇ શકશો.યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ઊભી કરાયેલી 900 બેડની ધન્વંતરિ હોસ્પિટલમાં એડમિશન લેવા માટે દર્દીનાં સગાંએ ફોર્મ ભરી કોરોના રિપોર્ટ અને અન્ય રિપોર્ટ આપીને ટોકન લેવાનું રહેશે. સવારે 8થી 9ના ગાળામાં હોસ્પિટલની બહારથી ફોર્મ લેવાનું રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે ટોકન લઈને આવવાનું રહેશે. જે દર્દીનું ઓક્સિજન લેવલ 92 ટકાથી ઓછું હશે તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા અપાશે. જેટલાં બેડ પ્રવેશપાત્ર હશે એટલાં જ ટોકન ફાળવવામાં આવશે. ખાલી બેડની વિગત ડિસ્પ્લે બોર્ડ પર પણ મુકાશે.