મેહુલ ચોકસીના વકીલે આરોપ લગાવ્યો છે કે તેમના અસીલને એન્ટિગુઆના જોલી હાર્બરથી કિડનેપ કરીને ડોમિનિકા લાવવામાં આવ્યા હતા
પંજાબ નેશનલ બેંક માં કથિત રીતે 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી મામલામાં ભારતમાં વોન્ટેડ હીરા વેપારી મેહુલ ચોકસી ( તરફથી દાખલ અરજી પર ડોમિનિકા હાઈકોર્ટ માં સુનાવણી હાથ ધરાશે. આ પહેલા ડોમિનિકાની એક મેજિસ્ટ્રેટ કોર્ટે ચોકસીને દેશમાં ગેરકાયદેસર પ્રવેશ મામલામાં તેની જામીન અરજી ફગાવી દીધી છે. જેની પર ચોકસીના વકીલ વિજય અગ્રવાલ એ કહ્યું કે તેઓ ઉપલી કોર્ટના દરવાજા ખખડાવશેનોંધનીય છે કે, મંગળવારે જસ્ટિસ બર્ની સ્ટીફેંસને અરજીની સુનાવણીના લગભગ ત્રણ કલાક બાદ એક મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. ત્યારબાદ મામલાની સુનાવણી 3 જૂન માટે ટાળી દેવામાં આવી હતી. મેહુલની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચોકસીની એન્ટિગુઆ અને બારબુડાથી અપહરણ કરવામાં આવ્યું હતું અને બળજબરીથી ડોમિનિકા લાવવામાં આવ્યા હતા. ચોકસીના વકીલે આરોપ લગાવ્યો છે કે તેમના અસીલને એન્ટિગુઆના જોલી હાર્બરથી કિડનેપ કરવામાં આવ્યા અને તેમને લગભગ 100 નોટિકલ માઇલ દૂર એક બોટમાં બેસાડી ડોમિનિકા લાવવામાં આવ્યા. ચોકસીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે, અમારું માનવું છે કે મેહુલ ચોકસી ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં કેમ છે. તેમને 72 કલાકની અંદર મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવા જોઈતા હતા, જ્યારે આવું નથી કરવામાં આવ્યું. તેનાથી તેમના વલણની પુષ્ટિ થાય છે.આ પહેલા મેહુલ ચોકસીની પત્ની પ્રીતિ ચોકસીએ એક સ્પેશલ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેના પતિ 23 મેની સાંજે રાતનું ભોજન લેવા માટે નીકળ્યા હતા, પરંતુ પરત ફર્યા જ નહીં. પ્રીતિ ચોકસીએ જણાવયું કે તેમણે ચોકસીની ભાળ મેળવવા માટે દરિયાકાંઠે એક સલાહકાર અને રસોઈયાને મોકલ્યા હતા, પરંતુ કોઈ પગેરું ન મળતાં અંતે પોલીસનો સંપર્ક કર્યો હતો.