દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરની ગતિ હવે નબળી પડી હોય તેવું લાગે છે. કોરોનાનો ગ્રાફ ભલે નીચે આવી રહ્યો હોય પરંતુ ખતરો હજી પણ બાકી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1 લાખ 20 હજાર 529 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, છેલ્લા એક દિવસમાં કોરોનાથી 3380 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2 કરોડ 86 લાખ 94 હજાર 879 થઈ ગઈ છેઆરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 15 લાખ 55 હજાર 248 સક્રિય કેસ છે, જ્યારે 2 કરોડ 67 લાખ 95 હજાર 549 લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી 3 લાખ 44 હજાર 82 લોકોનાં મોત નીપજ્યાં છે.શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના 14,152 નવા કેસ નોંધાયા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 58,05,565 થઈ ગઈ. આ સિવાય વધુ 289 દર્દીઓનાં મોત સાથે, મૃતકોની સંખ્યા વધીને 98,771 થઈ ગઈ છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સતત પાંચમાં દિવસે ચેપના 20 હજારથી ઓછા કેસ નોંધાયા છે. વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં વધુ 20,852 દર્દીઓ ચેપ મુક્ત થયા પછી, સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 55,07,058 થઈ ગઈ છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1,96,894 છે.રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1120 કેસ નોંધાયા છે. જેની સામે 3398 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 16 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9906 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.07 ટકા છે. અત્યાર સુધીમાં 1,79,14,812 વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આજે કુલ 2,75,139 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
કોરોનાના નવા કેસ ઓછા થયા પણ મોતનાં આંકડામાં થયો વધારો, છેલ્લા 24 કલાકમાં 3300થી વધુ દર્દીઓનાં મોત
Date: